Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ:થલતેજ ગુરુદ્વારાના પાંચેય ઘુમ્મટને ફાઇબર ટૅક્નિકથી સોનેરી બનાવાશે

    11 hours ago

    થલતેજના ગુરુદ્વારાને અમૃતસરના સુવર્ણ મંદિર જેવી ઝલક આપવા માટે પાંચેય ગુંબજને ગોલ્ડન ફિનિશિંગથી સજાવવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે. અગાઉ મુખ્ય ઘુમ્મટ પર પરંપરાગત મટિરિયલનો ઉપયોગ થયો હતો પરંતુ વર્ષો બાદ તેમાં તિરાડો પડતાં નવી ટૅક્નિક અપનાવાશે.આ વખતે ખાસ ‘ડોમ ટૅક્નિક’ દ્વારા ફાઇબર ગોલ્ડન ફિનિશિંગ કરાશે. અમૃતસરથી બોલાવાયેલા 10 કારીગર 5 મહિના સુધી કામ કરશે. ઘુમ્મટ પર ખાસ લિક્વિડ કોટિંગ પણ કરાશે. આથી વર્ષો સુધી રંગ અને ચમક જળવાઈ રહે. સોના જેવી ચમક આપવા ખાસ કલર વપરાશે સિલિકોન ફાઇબર બેઝ ઘુમ્મટના મૂળ માળખા પર ફાઇબર ગ્લાસ અથવા સિલિકોન ફાઇબરનું પડ ચડાવાય છે. તે પાણી કે ભેજ સામે રક્ષણ આપે છે. ઘુમ્મટની સપાટીને લીસી અને સપાટ બનાવવા વોટરપ્રૂફ પ્લાસ્ટિક પુટ્ટીનો ઉપયોગ થાય છે. સોના જેવી ચમક આપવા માટે ખાસ એક્રેલિક અથવા પોલીયુરેથીન (PU) બેઝ્ડ ગોલ્ડ મેટાલિક કલર અને ઉપરથી યુવી-પ્રોટેક્ટેડ ક્લિયર કોટિંગ (લેકર) કરવામાં આવે છે. ગુંબજ પર 6 ઈંચ જેટલું જાડું સોનેરી પડ લગાવાશે સૌપ્રથમ ઘુમ્મટની જૂની સપાટી સાફ કરી પ્રાઇમર અને ફાઇબરનું પડ ફિક્સ કરશે. હાથથી પ્લાસ્ટિક પુટ્ટી લગાવીને ઘુમ્મટની ગોળાઈ અને તેના પરની ડિઝાઇન તૈયાર કરે છે. સુકાઈ ગયા પછી તેને કાચકાગળથી ઘસીને લીસી કરે છે. પછી, હાઈ-પ્રેશર કમ્પ્રેસર સ્પ્રે ગન અથવા મેન્યુઅલ પદ્ધતિથી 6 ઈંચ જેટલું જાડું સોનેરી પડ લગાવે છે. છેલ્લે બફિંગ અને પોલિશિંગ મશીનનો ઉપયોગ થાય છે.
    Click here to Read More
    Previous Article
    ‘Engines break down repeatedly’: Two months before Narmada cruise tragedy, MP government got a warning
    Next Article
    'We Are Going To Have A Fantastic Future Together,' Trump Tells Xi

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment