Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એક મોબાઈલ અને આખું ઘર:અહીં ડિજિટલ દુનિયામાં પણ ‘એકતા’

    9 hours ago

    આજના આધુનિક યુગમાં ટેકનોલોજી ઘરના ખૂણે-ખૂણે પહોંચી ગઈ છે. સામાન્ય રીતે અત્યારે ‘વ્યક્તિ દીઠ મોબાઈલ'નો ક્રેઝ છે. એક જ ઘરમાં ચાર સભ્યો હોય તો ચારેય પાસે અલગ-અલગ ફોન હોય અને ચારેય પોતપોતાની દુનિયામાં મસ્ત હોય છે. સોશિયલ મીડિયાની રીલ્સ અને વીડિયોના વળગણે માણસને પરિવાર વચ્ચે હોવા છતાં એકલો પાડી દીધો છે. પરંતુ, આ ભૌતિકવાદી દુનિયાની વચ્ચે એક એવું ચિત્ર સામે આવ્યું છે જે આપણને જૂના જમાનાના ‘દૂરદર્શન'ના દિવસોની યાદ અપાવે છે. ગામડાના સીમ વિસ્તારમાં મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા એક શ્રમિક પરિવારનો આ ફોટો ઘણું બધું કહી જાય છે. અહીં દરેક પાસે વ્યક્તિગત મોબાઈલ નથી, પણ પરિવારના મુખ્ય માણસ પાસે રહેલો એક માત્ર મોબાઈલ આખા ઘર માટે મનોરંજનનું કેન્દ્ર બની જાય છે. જ્યારે કામમાંથી થોડો નવરોશનો સમય મળે ત્યારે ખાટલા પર આખું પરિવાર - બાળકોથી લઈ સ્ત્રીઓ - એવી રીતે ગોઠવાઈ જાય છે જાણે જૂના સમયમાં આખું ગામ કોઈ એક ઘરે રામાયણ કે મહાભારત જોવા એકઠું થયું હોય! સુખ એ સાધનોમાં નહીં, પણ સાથે મળીને માણવામાં છે આજના સમયમાં જ્યારે ટેકનોલોજી માણસને એકલતા તરફ ધકેલી રહી છે, ત્યારે આ શ્રમિક પરિવારની તસવીર ડિજિટલ એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે. અહીં મોબાઈલ માત્ર સાધન નથી, પણ આખા પરિવારને એકસાથે બેસાડતું માધ્યમ છે. આ દ્રશ્ય જોઈને ચોક્કસપણે એવું લાગે કે સુખ એ સાધનોમાં નહીં, પણ સાથે મળીને માણવામાં છે.
    Click here to Read More
    Previous Article
    નિમણૂક:બોટાદ ડીડીઓ અક્ષય બુદાનિયા શહેરના નવા ડે.મ્યુનિ.કમિશનર
    Next Article
    કાર્યવાહી:મોરબીમાં બે જૂથ વચ્ચે થયેલા ફાયરિંગમાં ચારની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment