Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડબ્રહ્માના તલાટીએ રેલવે ટ્રેક પર કાર દોડાવી:હિંમતનગર પાસે કાર ફસાઈ, રેલવે પોલીસે કાર જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી

    16 hours ago

    હિંમતનગર નજીક ધાણધા રેલવે ટ્રેક પર એક સરકારી કર્મચારીએ પોતાની કાર હંકારી હતી. ખેડબ્રહ્મા તાલુકાના ખેડવા ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટી હેમેન્દ્રસિંહ રહેવર મંગળવારે રાત્રે અન્ય બે વ્યક્તિઓ સાથે કાર લઈને ટ્રેક પર પહોંચ્યા હતા. ટ્રેક પર કાર ફસાઈ જતાં બંધ પડી ગઈ હતી. રેલવે ટ્રેક પર વાહન ચલાવવાની મનાઈ હોવા છતાં તલાટીએ નિયમોનો ભંગ કર્યો હતો. કાર ટ્રેકના સ્લીપર પર ફસાઈ જતાં આગળ વધી શકી ન હતી. આસપાસના સ્થાનિક રહીશોને જાણ થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ફસાયેલી કારને ટ્રેક પરથી હટાવી હતી. સ્થાનિકોએ તાત્કાલિક હિંમતનગર સ્થિત રેલવે પોલીસ (RPF)ને જાણ કરી હતી. RPFએ ઘટનાસ્થળે પહોંચી કાર નંબર GJ.09.BH.8944 કબજે લીધી હતી. તલાટી હેમેન્દ્રસિંહ રહેવર અને કારમાં સવાર અન્ય બે વ્યક્તિઓ વિરુદ્ધ રેલવે એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક માહિતી મુજબ, આરોપીઓને રાતોરાત જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. જોકે, પોલીસે કારને પોલીસ સ્ટેશનમાં રાખી છે અને જામીન મળ્યા પછી પણ મૂળ માલિકને પરત કરવામાં આવી નથી.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં યુવાનની હત્યા:સમાધાન માટે બોલાવીને હત્યા કરનાર આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર
    Next Article
    લિંબાયતમાં મિત્રોએ જ મિત્રને ચપ્પુના ઘા ઝીંકી પતાવી દીધો:સુરતમાં વતનના ઝઘડાનો ખાર રાખી વેલ્ડિંગ કામ કરતા યુવાનની કરપીણ હત્યા, ચારેય ફરાર આરોપીની CCTVના આધારે શોધખોળ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment