Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં એક જ દિવસમાં બે હત્યા:ચાંદખેડામાં યુવકની તીક્ષ્ણ હથિયારોના ઘા મારી હત્યા, જીવરાજ પાર્કમાં દરવાજો ખોલવા બાબતે યુવકને છરી મારી પતાવી દીધો

    12 hours ago

    શહેરમાં એક જ દિવસમાં બે હત્યાના બનાવ બન્યા હતા. શહેરના જીવરાજ પાર્ક નજીક એક પીજીમાં રહેતા બે યુવાન વચ્ચે દરવાજો ખોલવા જેવી સામાન્ય બાબતમાં થયેલી તકરાર હત્યામાં પરિણમી હતી. એક યુવકે બીજાના પેટમાં છરીનો ઘા મારી તેની હત્યા કરી હતી. જેમાં વેજલપુર પોલીસ આરોપીની ધરપકડ કરી છે જ્યારે બીજા બનાવમાં ચાંદખેડા વિસ્તારમાં યુવકની હત્યા કરવામાં આવી હતી. યુવકની અનૈતિક સંબંધો ધરાવનાર યુવતી અને તેના પરિવારજનો દ્વારા હત્યા કરવામાં આવી હોવાની આશંકા યુવકના પરિવારજનો દ્વારા કરવામાં આવી છે. કારણ કે યુવતી તેને બ્લેકમેલ કરી અવારનવાર હત્યા કરાવવાની વાત કરતી હતી. ચાંદખેડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પીજીમાં બે યુવકો વચ્ચે બોલાચાલી મળતી માહિતી મુજબ હિરેન સોલંકી (ઉં.વ.25) એપલ સ્ટોરમાં નોકરી કરતો હતો, તે જીવરાજ પાર્ક નજીક આવેલા એક આવાસ પીજીમાં મહાવીરસિંહ જાદવ (ઉં.વ. 23, મૂળ સુરેન્દ્રનગર) સાથે રહેતો હતો. મહાવીરસિંહ પણ એપલ સ્ટોરમાં જ કામ કરતો હતો. બંને યુવાનો સાથે રહેતા હોવાથી પીજીના કબાટમાં પોતાનો સામાન મૂકવા જેવી સામાન્ય બાબતોને લઈને તેમની વચ્ચે નાની-મોટી બોલાચાલી થતી રહેતી હતી. જોકે, તેને કોઈ ગંભીરતાથી લેતું નહોતું. દરવાજો મોડો ખોલવા બાબતે છરી મારી દીધી આ દરમિયાન આજે 13મેએ વહેલી સવારે બંને વચ્ચે દરવાજો મોડો ખોલવા બાબતે તકરાર થઈ હતી. જેમાં ઉશ્કેરાઈને મહાવીરસિંહે પોતાની પાસે રહેલી છરી હિરેનના પેટમાં મારી દીધી હતી. ઈજાગ્રસ્ત હિરેનને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. બનાવ સંદર્ભે વેજલપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી મહાવીરસિંહને ઝડપી લઈને વધુ તપાસ શરૂ કરી છે. હત્યાની બીજી ઘટના જસ્મીત સિંગના યુવતી સાથે અનૈતિક સંબંધો હતા મૂળ ગાંધીનગરના પેથાપુર ખાતે લાભ એપાર્ટમેન્ટની સામે અજિતકૌર સીખલીગર તેના પતિ જશ્મિતસિંગ સાથે રહેતી હતી. તેનો પતિ ભૂંડ પકડવાનો વ્યવસાય કરતો હતો. ચાંદખેડા વિસ્તારમાં ઝુંડાલ સર્કલ પાસે રહેતી યુવતી સાથે જસ્મીત સિંગના અનૈતિક સંબંધો હતા અને યુવતી પૈસા બાબતે અવારનવાર બ્લેકમેલ કરીને કહેતી હતી કે હું મારા મામાના દીકરા જે માણસા ખાતે રહે છે તેના મારફતે તારું મર્ડર કરાવી દઈશ. 12 મેના રોજ સાંજે કંઈ પણ કહ્યા વિના જસ્મીતસિંહ તેનું બાઇક લઈને નીકળી ગયો હતો અને રાત્રે ઘરે આવ્યો નહોતો યુવતીના પરિવારજનોએ હત્યા કર્યાંની આશંકા બીજા દિવસે એટલે 13 મેના રોજ સવારના સમયે અજીતકોરના મોબાઈલ ફોન ઉપર પોલીસ કર્મીનો ફોન ગયો હતો કે તમારા પતિનું મર્ડર થયું છે અને ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે આવી જાઓ. જેથી તેઓ પરિવાર સાથે ચાંદખેડા પોલીસ સ્ટેશન આવ્યા હતા અને તેમને ઝુંડાલ સર્કલ પાસે મોકલવામાં આવ્યા હતા. જ્યાં હોટલ સર્વોત્તમ પાસે કાચા રસ્તા ઉપર જસ્મિતસિંહની હત્યા કરાયેલી હાલતમાં લાશ પડી હતી. શરીરના અલગ અલગ ભાગે નાના-મોટા શિક્ષણ અત્યારના ઘા મારી અને હત્યા કરી દેવામાં આવી હતી. યુવતી અને તેના પરિવારજનોએ તેની હત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. જેના પગલે ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    સલમાનની રૂમર્ડ ગર્લફ્રેન્ડનો કાનમાં 'સિન્ડ્રેલા' અવતાર:યૂલિયા વંતૂરે ગુજ્જુ એક્ટર દિપક તિજોરી સાથે રેડ કાર્પેટ પર વૉક કર્યું; 'એકોઝ ઓફ અસ' ફિલ્મનું સ્ક્રીનિંગ થશે
    Next Article
    Several Flights Diverted As Rain, Hail Hit Delhi-NCR

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment