Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અખિલેશના નાના ભાઈ પ્રતીકનું નિધન:હોસ્પિટલ પહોંચતા પહેલા જ શ્વાસ થંભી ગયા, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ

    1 day ago

    સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવના ભાઈ પ્રતીક યાદવનું બુધવારે નિધન થયું. તેમની ઉંમર 38 વર્ષ હતી. સવારે 6 વાગ્યે તેમને લખનઉની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા, જ્યાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા. પ્રતીકના પત્ની અપર્ણા યાદવ ઘરે પહોંચ્યા છે. સિવિલ હોસ્પિટલના CMS ડૉ. ડીસી પાંડેના જણાવ્યા અનુસાર, જ્યારે પ્રતીકને લાવવામાં આવ્યો ત્યારે તેનું હૃદય પણ બંધ થઈ ગયું હતું. લખનઉ મેડિકલ કોલેજમાં પ્રતીક યાદવના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ, શરીર પર ઈજાના કોઈ નિશાન જોવા મળ્યા નથી. જોકે, મૃત્યુનું કારણ સ્પષ્ટ ન હોવાથી વિસેરાના સેમ્પલ સાચવવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ પછી, પ્રતીકના મૃતદેહને ઘરે લાવવામાં આવ્યો છે. અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી છે. પ્રતીકના પત્ની ભાજપ નેતા અપર્ણા, મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે આસામમાં ગયા હતા. પ્રતીકના મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી અથવા KGMU ખાતે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. સૂત્રો અનુસાર, 30 એપ્રિલે પ્રતીકને ગંભીર હાલતમાં લખનઉની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 3 દિવસ પછી તેમને થોડો આરામ મળ્યો. આ પછી તેઓ હોસ્પિટલમાંથી રજા લીધા વિના ઘરે ચાલ્યા ગયા હતા. પ્રતીક મુલાયમ સિંહ યાદવની બીજી પત્ની સાધના ગુપ્તાના પુત્ર હતા. પ્રતીકના નિધન બાદના ફોટા- હોસ્પિટલમાંથી રજા લીધા વિના જ ઘરે જતા રહ્યા હતા અગાઉ 30 એપ્રિલના રોજ, પ્રતીકને ગંભીર હાલતમાં લખનઉની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્રણ દિવસ પછી તેમને થોડી રાહત અનુભવાઈ. ત્યારબાદ હોસ્પિટલમાંથી રજા લીધા વિના જ ઘરે જતા રહ્યા હતા. ડોકટરોના મતે, તેઓ પલ્મોનરી એમ્બોલિઝમ નામની ફેફસાની ગંભીર બીમારીથી પીડાતા હતા. આ સ્થિતિ ત્યારે થાય છે જ્યારે ફેફસાંની નસોમાં લોહી ગંઠાઈ જાય છે, જેનાથી બ્લડ સર્કુલેશન અવરોધાય છે. પ્રતિક મુલાયમ સિંહ યાદવની બીજી પત્ની સાધના ગુપ્તાના પુત્ર હતા. સાધના ગુપ્તાના પ્રથમ લગ્ન 1986માં ચંદ્રપ્રકાશ ગુપ્તા સાથે થયા હતા. પ્રતિકનો જન્મ 1987માં થયો હતો. ચંદ્રપ્રકાશ ગુપ્તા અને સાધનાના 1990માં છૂટાછેડા થયા હતા. આ સમય દરમિયાન સાધના અને મુલાયમ નજીક આવ્યા હતા. 2003માં મુલાયમ સિંહે સાધના ગુપ્તા સાથે લગ્ન કર્યા અને જાહેરમાં પ્રતીકને પોતાના પુત્રનો હક આપ્યો હતો. બ્રિટનથી અભ્યાસ કર્યો, રાજકારણથી દૂર હતા પ્રતીક યાદવના નિધન અંગેના અપડેટ્સ માટે નીચે આપેલા લાઇવ બ્લોગ પર જાઓ...
    Click here to Read More
    Previous Article
    LIVE: NEET UG Exam | NEET Paper Cancel होने पर Youth Congress ने IYC ऑफिस पर Protest किया
    Next Article
    ડોક્ટરો પર હુમલાને લઈને ગોત્રી હોસ્પિટલમાં કૉમ્બિંગ:DCP ઝોન 1માં હોસ્પિટલ વહીવટી તંત્ર અને સિક્યુરિટી એજન્સીના સુપરવાઇઝરો સાથે રાખી પરિસરનું સંયુક્ત નિરીક્ષણ કર્યું, સુરક્ષાની સમીક્ષા કરી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment