Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બુધવારનું રાશિફળ:વૃષભ રાશિના જાતકોને નોકરીમાં જવાબદારીઓ થકવી દેશે, કન્યા રાશિના લોકો માટે ઉત્તમ સમય

    1 day ago

    ગુજરાતી પંચાંગ અનુસાર, 13 મે 2026, બુધવારના રોજ વૈશાખ વદ અગિયારસ ​​છે. આ દિવસની ચંદ્ર રાશિ મીન છે. રાહુકાળ બપોરે 12:35થી 02:14 સુધી રહેશે. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે, એ તમારી રાશિ પ્રમાણે જાણી લો… પોઝિટિવ- આજનો દિવસ મનોરંજન અને મનગમતી પ્રવૃત્તિઓમાં પસાર થવાથી મન પ્રસન્ન રહેશે. પોતાની કાર્યપ્રણાલી ગુપ્ત રીતે કરવા પર આશાતીત સફળતા મળશે. ક્યાંકથી કોઈ શુભ સમાચાર પણ પ્રાપ્ત થઈ શકે છે. વડીલોના આશીર્વાદ, સ્નેહ તમારા પર જળવાઈ રહેશે. નેગેટિવ- સમય અનુસાર પોતાના વ્યવહારમાં પણ પરિવર્તન લાવો. કારણ કે ગુસ્સા અને આવેશથી કેટલાક સંબંધો પણ બગડી જાય છે તથા ભાઈઓ સાથે સંબંધો મધુર બનાવી રાખવામાં તમારા જ પ્રયાસો જરૂરી છે. યુવાઓને કોઈ પ્રોજેક્ટમાં નિષ્ફળતા મળવાથી કંઈક તણાવની સ્થિતિ રહેશે. વ્યવસાય- વ્યવસાયમાં મનગમતી રીતે કાર્યો સંપન્ન થતા જશે. જો તમને કોઈ નવીન કાર્ય શરૂ કરવાની પ્રેરણા મળી રહી છે, તો પોતાની પૂરી ઊર્જા અને સામર્થ્ય તેના પર લગાવી દો. નોકરીયાત લોકો પોતાના પ્રોજેક્ટ સંબંધી જાણકારીને દરેકની સમક્ષ જાહેર ન કરે. લવ- પતિ-પત્નીમાં કંઈક ગેરસમજ ઉત્પન્ન થઈ શકે છે. પરસ્પર સામંજસ્ય બનાવી રાખવું જરૂરી છે. લવ પાર્ટનરના માન-સન્માનનું ધ્યાન રાખો. સ્વાસ્થ્ય- વાયુ વિકાર અને સાંધાના દુખાવા સંબંધી સમસ્યા વધી શકે છે. વાયુ કરે તેવી તથા તળેલી વસ્તુઓનું સેવન કરવાથી બચો. લકી કલર- કેસરી લકી નંબર- 2 પોઝિટિવ- પોતાની ભૂલોને સ્વીકારો અને સુધારો કરીને આગળ વધો. આનાથી તમને દિનચર્યા વ્યવસ્થિત કરવામાં સુવિધા થશે. તમારું કર્મપ્રધાન હોવું તમારા ભાગ્યને મજબૂત કરી રહ્યું છે. કોઈ ધાર્મિક અથવા સામાજિક આયોજનમાં પોતાનું યોગદાન આપવાથી તમને હાર્દિક ખુશી મળશે. નેગેટિવ- પોતાના મનપસંદ કામમાં પૂરી ઊર્જાથી જોડાવાની આદત બનાવો. ધ્યાન રાખો કે તમારી કોઈ ખાસ વ્યક્તિ જ તમારા ભરોસાને ચોટ પહોંચાડી શકે છે. સાસરી પક્ષ સાથે સંબંધોમાં મધુરતા બનાવી રાખવામાં તમારા વિશેષ પ્રયાસો જરૂરી છે. મોજ-મસ્તીમાં સમય નષ્ટ ન કરો. વ્યવસાય- વ્યવસાયિક કામ તથા નોકરીમાં જવાબદારીઓ તમને થકવી દેશે. કાર્યસ્થળ પર હરીફોની પ્રવૃત્તિઓથી સતર્ક રહો. ભાગીદારી સંબંધી વ્યવસાયમાં ફાયદાકારક સ્થિતિ બનેલી છે. સ્ત્રી વર્ગને પોતાના કરિયર સાથે સંબંધિત વિશેષ સફળતા પ્રાપ્ત થવાની છે. લવ- પતિ-પત્ની વચ્ચે પારિવારિક બાબતોને લઈને કંઈક બોલાચાલી રહી શકે છે. અવિવાહિત લોકો માટે સારો સંબંધ આવશે. સ્વાસ્થ્ય- તણાવ અને થાકની અસર સ્વાસ્થ્ય પર પડી શકે છે. સ્વાસ્થ્ય સંબંધી કોઈ પણ સમસ્યા હોવા પર દવાઓમાં સતર્કતા અનિવાર્ય છે. લકી કલર- વાદળી લકી નંબર- 4 પોઝિટિવ- કોઈ પણ વિવાદિત મામલો આજે વાતચીત દ્વારા ઉકેલાઈ જશે. ધન સંબંધી પ્રવૃત્તિઓ સકારાત્મક બનેલી રહેશે, જેનાથી તમે શારીરિક અને માનસિક રીતે સકારાત્મક અનુભવશો તથા તમે તમારા રચનાત્મક તથા રુચિપૂર્ણ કાર્યોમાં થોડો સમય પસાર કરીને પ્રફુલ્લિત થશો. નેગેટિવ- આજે જોખમી પ્રવૃત્તિના કાર્યોમાં પૈસા લગાવવા નુકસાનકારક રહી શકે છે. પરંતુ વધારે કલ્પનાઓ ન કરો તથા હકીકતનો પણ સામનો કરો તથા પોતાના લક્ષ્ય પ્રત્યે એકાગ્રચિત્ત રહો. કોઈ પણ પ્રકારની ઉધારી કરતા પહેલા તેની વાપસી પહેલા સુનિશ્ચિત કરી લો. વ્યવસાય- આજે કારોબાર સંબંધી તમામ બાબતોમાં બીજા પર વિશ્વાસ કરવાને બદલે તમામ નિર્ણયો જાતે જ લેવાનો પ્રયાસ કરો. કોઈ પણ પાર્ટી સાથે વ્યાપારિક ડીલ કરતી વખતે યોગ્ય આત્મવિશ્વાસ બનાવી રાખો. આવકની સ્થિતિ આજે બહેતર રહેશે. સરકારી નોકરીમાં વાર્તાલાપ કરતી વખતે સચેત રહેવાની જરૂર છે. લવ- વિવાહિત જીવન સુખદ અને મધુરતાપૂર્ણ રહેશે. યુવાઓની દોસ્તીમાં વધુ નિકટતા આવશે. સ્વાસ્થ્ય- વર્તમાન હવામાનની અસરથી પોતાનો બચાવ કરવા માટે આયુર્વેદિક વસ્તુઓનું યોગ્ય સેવન કરવું જરૂરી છે. થોડીક સાવધાની તમને પૂર્ણ રીતે સ્વસ્થ રાખશે. લકી કલર- ઓરેન્જ લકી નંબર- 1 પોઝિટિવ- પોતાની યોજનાઓને અમલમાં લાવવાનો અનુકૂળ સમય છે. કોઈ ખાસ વ્યક્તિના કારણે તમારી સાંજ ખૂબ જ સુહાવની રહેશે. આજે કંઈક નવી વાતોને શીખવામાં અને સમજવામાં સમય પસાર કરશો. ખર્ચાઓની અધિકતા રહેશે, સાથે જ આવકના સાધનો વધવાથી પરેશાની નહીં થાય. નેગેટિવ- આળસના કારણે તમે કંઈક મહત્વપૂર્ણ કામ નજરઅંદાજ કરી શકો છો અને આ કારણે તમારું નુકસાન પણ થશે. સમજદારી અને સાવધાનીથી કામ લેવાનો સમય છે. બીજાના મામલાઓમાં હસ્તક્ષેપ ન જ કરો. ટીકા કરવાવાળા તરફ ધ્યાન ન આપીને પોતાના કામથી મતલબ રાખો. વ્યવસાય- કાર્ય ક્ષેત્રમાં લાભની અપેક્ષાએ મહેનતની અધિકતા રહેશે. પરંતુ નજીકના ભવિષ્યમાં તમને તમારી મહેનતનો શ્રેષ્ઠ ફાયદો પણ મળશે. પોતાના સંપર્ક સૂત્રોને મજબૂત કરો, તમને કોઈ બહેતર ઓર્ડર મળવાની યોગ્ય સંભાવના છે. કાયદાકીય દસ્તાવેજોને સાચવીને રાખો. લવ- વિવાહિત જીવન ખુશનુમા બનેલું રહેશે. તથા કોઈ પારિવારિક મહત્વપૂર્ણ કાર્ય પણ તમારા માર્ગદર્શનમાં સંપન્ન થશે. વ્યર્થના પ્રેમ સંબંધમાં પોતાનો સમય અને પૈસા બગાડશો નહીં. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય સારું રહેશે. પરંતુ થોડીક પણ સમસ્યા હોવા પર તરત જ ડોક્ટરની સલાહ અવશ્ય લો. લકી કલર- બદામી લકી નંબર- 6 પોઝિટિવ- અનેક પ્રકારની પ્રવૃત્તિઓ તમને વ્યસ્ત રાખશે. અટકેલા કાર્યોને ફરી ગતિ આપવાનો અનુકૂળ સમય છે. તેથી આ સમય ફક્ત પોતાના લક્ષ્ય પર જ કેન્દ્રિત રહેવાનો છે. જો કોઈ નવું વાહન ખરીદવાની યોજના છે, તો તરત જ અમલી બનાવો. નેગેટિવ- બિનજરૂરી ખર્ચાઓ વધશે, જેના કારણે બજેટને લઈને ચિંતા રહી શકે છે. વિદ્યાર્થી તથા યુવા લોકો વ્યર્થના હાસ્ય-મજાક તથા મનોરંજન સંબંધી કાર્યોમાં સમય નષ્ટ ન કરે. ઘરની કોઈ વરિષ્ઠ વ્યક્તિની સલાહની અવગણના કરવી નુકસાનકારક રહેશે. વ્યવસાય- સહયોગી અને કર્મચારીઓ સાથે તાલમેલ બનાવી રાખો. ભાગીદારીના વ્યવસાયમાં પણ આજે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન લો. નોકરીયાત લોકોનો ઉચ્ચ અધિકારીઓ સાથે કોઈ વાત પર તણાવ રહી શકે છે. ગુસ્સાને બદલે શાંતિપૂર્ણ રીતે સમસ્યાનો ઉકેલ કાઢો. લવ- દાંપત્ય જીવનમાં સુખદ અને શાંતિપૂર્ણ માહોલ રહેશે. પ્રેમ સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે. સ્વાસ્થ્ય- ઘરના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે. આ સમયે સ્વાસ્થ્ય સંબંધી બેદરકારી રાખવી બિલકુલ પણ યોગ્ય નથી. લકી કલર- પીળો લકી નંબર- 5 પોઝિટિવ- કન્યા રાશિ માટે લાભદાયક સમય ચાલી રહ્યો છે. જો કોઈને પૈસા ઉધાર આપેલા છે, આજે તેના પાછા મળવાનો યોગ્ય અવસર છે. કોઈ નજીકના સંબંધી સાથે જૂના મતભેદ દૂર થઈને સંબંધોમાં ફરી મધુરતા આવશે. જેનાથી ઘર પરિવારમાં પણ ખુશીભર્યું વાતાવરણ રહેશે. નેગેટિવ- કોઈ યાત્રા સંબંધી પ્રોગ્રામ બની રહ્યો છે તો તેને સ્થગિત રાખો કારણ કે તેમાં સમય અને પૈસા વ્યર્થ થવા સિવાય બીજું કંઈ પ્રાપ્ત નહીં થાય. અત્યંત ગુસ્સો તમારા સ્વાસ્થ્ય તથા તમારા કાર્યોમાં હાનિનું કારણ બની શકે છે. સંયમ અને ધૈર્ય બનાવી રાખવું જરૂરી છે. યુવાઓએ પોતાનું ટેલેન્ટ નિખારવા માટે વધુ પ્રયાસો કરવા પડશે. વ્યવસાય- કાર્યક્ષેત્રમાં કોઈ નવા ઓર્ડર કે કરાર મળવાથી વ્યસ્તતા રહેશે. નાણાકીય બાબતોમાં પણ પ્રગતિ થશે. મેનેજમેન્ટ સાથે જોડાયેલા વ્યવસાયમાં જોડાયેલા લોકોને લક્ષ્ય પ્રાપ્ત કરવામાં અડચણો આવશે. નોકરી સંબંધી કાર્યોમાં અત્યારે સ્થિરતા આવેલી છે, પરંતુ જલ્દી જ તેમાં પ્રગતિના યોગ બનવાના છે. લવ- પરિવારના સભ્યો સાથે શોપિંગ અને મોજ-મસ્તીમાં સમય પસાર થશે. પ્રેમ સંબંધોમાં કંઈક મતભેદ થવાથી અંતર આવી શકે છે. સ્વાસ્થ્ય- ઘૂંટણ અને સાંધામાં દુખાવાની સમસ્યા વધી શકે છે. ગેસ અને વાયુ કરનારી વસ્તુઓનું સેવન ન કરો. લકી કલર- ઓરેન્જ લકી નંબર- 9 પોઝિટિવ- કોઈ નજીકના સંબંધીની પરેશાની ઉકેલવામાં તમારું વિશેષ યોગદાન રહેશે અને પોતાની જાતને તણાવ મુક્ત અને આનંદિત અનુભવશો. પ્રોપર્ટી સાથે સંબંધિત કંઈક મહત્વપૂર્ણ મુદ્દા પર પણ વિચાર-વિમર્શ થશે, જે લાભદાયક રહેશે. જો ક્યાંક પૈસા ફસાયેલા છે તો તેની વસૂલાત સંભવ છે. નેગેટિવ- પરંતુ પોતાની વ્યક્તિગત પ્રવૃત્તિઓને નજરઅંદાજ ન કરો. ખર્ચાઓની સાથે-સાથે પોતાના બજેટનું પણ ધ્યાન રાખવું જરૂરી છે નહીંતર પછીથી મુશ્કેલીમાં આવી શકો છો. જો તમે વ્યવસ્થિત થવા માંગો છો, તો આળસ અને સુસ્તીનો ત્યાગ કરવો પડશે. વ્યવસાય- વ્યવસાયિક પ્રવૃત્તિઓ સામાન્ય જળવાઈ રહેશે. જમીન-જાયદાદ સંબંધી કોઈ પણ સોદાબાજી કરતા પહેલા તેના દસ્તાવેજોની સારી રીતે તપાસ કરી લો. મીડિયા તથા પ્રિન્ટિંગ વગેરે સાથે સંબંધિત વ્યવસાય ફાયદામાં રહેશે. ઓફિસમાં કાર્યભારની અધિકતા જળવાઈ રહેશે. લવ- વૈવાહિક સંબંધોમાં ઘરની કોઈ વાતને લઈને તણાવ રહી શકે છે. વ્યર્થ પ્રેમ સંબંધોમાં સમય નષ્ટ ન કરો. સ્વાસ્થ્ય- તમારી વ્યવસ્થિત દિનચર્યા અને ખાન-પાન તમને સ્વસ્થ અને સકારાત્મક રાખશે. યોગ, મેડિટેશન વગેરેને પોતાની દિનચર્યાનો હિસ્સો બનાવી રાખો. લકી કલર- સફેદ લકી નંબર- 3 પોઝિટિવ- આજનો દિવસ પોતાના અધૂરા કાર્યોને પતાવવા માટે ખૂબ જ સારો છે. કોઈ પ્રકારની બદલાવ સંબંધી પ્રવૃત્તિ સફળ રહેશે, જેના કારણે તમને તણાવથી ઘણી રાહત મળશે. કોઈ પારિવારિક સભ્ય માટે વિવાહ સંબંધી સંબંધ આવી શકે છે. નેગેટિવ- યુવાઓને પોતાની મહેનતનું પરિણામ મેળવવા માટે થોડી રાહ જોવી પડી શકે છે. એવા લોકો પર બિલકુલ પણ વિશ્વાસ ન કરો, જે બેવડું વ્યક્તિત્વ ધરાવતા હોય. વિદ્યાર્થી પોતાની ભણતરની સાથે-સાથે અન્ય પ્રવૃત્તિઓ સંબંધી જાણકારીઓ પણ લે. વ્યવસાય- વ્યાપારિક કાર્ય પ્રણાલીમાં કંઈક પરિવર્તન લાવવું પડશે. ઓનલાઈન પ્રવૃત્તિઓને બદલે વ્યક્તિગત રીતે પોતાની પાર્ટીઓને મળવું વધારે સારું રહેશે. આ સમયે કોઈ ઓર્ડર રદ થવાની પણ આશંકા બની રહી છે. જો ક્યાંક રોકાણ કરવું હોય તો તેનાથી સંબંધિત પૂરી જાણકારી લેવી તમને કોઈ નુકસાનથી બચાવી શકે છે. લવ- પતિ-પત્ની વચ્ચે કોઈ વ્યક્તિગત કારણના લીધે કંઈક મતભેદ રહેશે. સહજ રીતે સમસ્યાઓને ઉકેલો. પ્રેમ પ્રસંગમાં મધુરતા જળવાઈ રહેશે. સ્વાસ્થ્ય- બ્લડ પ્રેશર તથા ડાયાબિટીસ સંબંધી નિયમિત તપાસ અવશ્ય કરાવો. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી કરવી યોગ્ય નથી. તરત જ ઈલાજ લો. લકી કલર- વાદળી લકી નંબર- 4 પોઝિટિવ- આજે કંઈક મિશ્ર અસરો વાળો દિવસ રહેશે. પડકારોને સ્વીકારવા તમારા માટે ઉન્નતિના માર્ગ ખોલશે. સામાજિક પ્રવૃત્તિઓમાં પણ તમારું માન-સન્માન જળવાઈ રહેશે. સુકૂન મેળવવા માટે થોડો સમય પોતાના મનગમતા કાર્યો માટે પણ જરૂર કાઢો. નેગેટિવ- કોઈ પણ નિર્ણય લેતી વખતે અસમંજસની સ્થિતિમાં ઘરના વરિષ્ઠ સભ્યની સલાહ પર પણ જરૂર ધ્યાન આપો. કાલ્પનિક વાતો પર ધ્યાન ન આપીને યથાર્થ (વાસ્તવિકતા) પર વિશ્વાસ રાખો. નહીંતર બીજાની વાતોમાં આવીને મોટું નુકસાન પણ થઈ શકે છે. પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખો. વ્યવસાય- પ્રોપર્ટી સંબંધી કાર્યમાં શ્રેષ્ઠ ડીલ ફાઈનલ થશે. આજે કોઈ પણ પ્રકારની ઉધારી કે લોન સંબંધી પ્રવૃત્તિઓ સ્થગિત રાખવી જરૂરી છે. વ્યવસાય સંબંધી કોઈ પણ નવો નિર્ણય લેતી વખતે પોતાના આવેશ અને લાગણીઓ પર કાબૂ રાખવાથી કોઈ ગૂંચવણથી બચી શકો છો. લવ- પતિ-પત્નીના પરસ્પર સામંજસ્યથી ઘરમાં વ્યવસ્થિત માહોલ રહેશે. ઘરના વડીલોની સેવા અને દેખભાળ કરવાથી તમને આત્મિક સુકૂન મળશે. સ્વાસ્થ્ય- થાક અને ચીડિયાપણું જેવી સ્થિતિ હાવી રહેશે. મેડિટેશન, યોગ આનો યોગ્ય ઈલાજ છે. લકી કલર- લીલો લકી નંબર- 7 પોઝિટિવ- લાભદાયક સમય છે. પોતાના સંપર્ક સૂત્રને વધુ મજબૂત કરો. કોઈ રાજકીય ઉપલબ્ધિ પ્રાપ્ત થઈ શકે છે, સાથે જ આવકમાં પણ વૃદ્ધિ થશે. વરિષ્ઠ લોકોનો સહયોગ અને સ્નેહ તમારા પર જળવાઈ રહેશે. પરિવારજનો સાથે ડિનર વગેરેનો પણ પ્રોગ્રામ બનશે. નેગેટિવ- આવકની સાથે-સાથે ખર્ચાઓ પણ બરકરાર જ રહેશે. પોતાના બજેટનું જરૂર ધ્યાન રાખો. ધ્યાન રહે કે જરા સરખી બેદરકારી તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે. તેથી મનને સંયમિત રાખો તથા જૂઠા મિત્રોથી અંતર બનાવી રાખો. વ્યવસાય- કાર્યક્ષેત્રમાં કામનું દબાણ જળવાઈ રહેશે. કર્મચારીઓની પ્રવૃત્તિઓ પર નજર રાખવી અતિ આવશ્યક છે. દૂર-દૂરની પાર્ટીઓ સાથે પોતાના સંપર્કોને વધુ મજબૂત કરો. ઓફિસમાં બોસ અને અધિકારીઓ સાથે સંબંધો યોગ્ય અને મૈત્રીપૂર્ણ બનેલા રહે. લવ- પારિવારિક માહોલ ખુશનુમા રહેશે. પ્રેમ સંબંધોને વિવાહ માટે પારિવારિક પરવાનગી લેવાનો અનુકૂળ સમય છે. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય સારું રહેશે. ડાયાબિટીક લોકો બેદરકારી ન કરે, મેડિટેશન પર વધારે ધ્યાન આપે. લકી કલર- બદામી લકી નંબર- 9 પોઝિટિવ- દિવસની શરૂઆતમાં કંઈક ઉતાર-ચઢાવ અને ઉથલ-પાથલ રહેશે. પરંતુ તમે તમારા વ્યવહાર અને સમજદારીથી તેને ઉકેલી પણ લેશો. કોઈ સંબંધી સાથે કોઈ મનભેદ ચાલી રહ્યો છે, તો તમારી સૂઝબૂઝથી ઉકેલાવાની સંભાવના છે. પરંતુ બીજા પર વિશ્વાસ કરવાને બદલે પોતાના નિર્ણયને વધુ પ્રાથમિકતા આપવી વધારે યોગ્ય છે. નેગેટિવ- બીજાના વિવાદિત મામલાઓથી પોતાને દૂર જ રાખો નહીંતર તમે પણ પ્રભાવિત થઈ શકો છો. પોતાના પર અત્યંત જવાબદારીઓ લેવા અને થાકના લીધે નબળાઈ અનુભવશો. પરંતુ તમારી કાર્ય ક્ષમતામાં કોઈ કમી નહીં આવે. ખર્ચાઓની સ્થિતિ યથાવત જ બનેલી રહેશે. વ્યવસાય- કારોબારમાં પોતાના ક્ષેત્ર સાથે સંબંધિત ભરપૂર જાણકારી મેળવવાની કોશિશ કરો, આનાથી વિસ્તરણ સંબંધી યોજનાઓને બળ મળશે. પરંતુ કોઈ કર્મચારીની ભૂલના કારણે નુકસાન પણ થવાની આશંકા છે. બહેતર રહેશે કે તમામ પ્રવૃત્તિઓ પોતાની દેખરેખમાં જ કરાવો. લવ- પારિવારિક જીવનમાં યોગ્ય તાલમેલ બનાવી રાખવાની જરૂર છે. પ્રેમ સંબંધોમાં કોઈ નકારાત્મક વાતથી અલગાવ ઉત્પન્ન થઈ શકે છે. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય સંબંધી ચાલી રહેલી સમસ્યાઓથી કંઈક રાહત મળશે તથા તમે તમારી જાતને ઊર્જાવાન તથા સકારાત્મક અનુભવશો. લકી કલર- વાદળી લકી નંબર- 2 પોઝિટિવ- સામાજિક પ્રવૃત્તિઓ પ્રત્યે તમારી રુચિ રહેશે. તમે તમારી કાર્ય પ્રણાલીથી બીજાનું દિલ પણ જીતી શકો છો. મિત્રો કે સહયોગીઓ સાથે ફોન પર જ કોઈ મહત્વપૂર્ણ વાર્તાલાપ ફાયદાકારક સાબિત થશે. તથા તમને તમારી કોઈ સમસ્યાનું પણ સમાધાન મળશે. નેગેટિવ- ધ્યાન રાખો કે ઘરની કોઈ મહત્વપૂર્ણ વાત જાહેર થઈ શકે છે. આની નકારાત્મક અસર ઘરની વ્યવસ્થા પર પડશે. લેવડ-દેવડ સંબંધી મામલાઓને સ્થગિત રાખવા યોગ્ય રહેશે. વિદ્યાર્થીઓ વ્યર્થની વાતોના લીધે પોતાના લક્ષ્યથી ભટકી શકે છે. વ્યવસાય- વ્યવસાયમાં ફાયદાકારક સ્થિતિઓ બનેલી છે. કંઈક બહારના કરારો પણ તમારા કામને ગતિ પ્રદાન કરશે. પરંતુ કર્મચારીઓની પ્રવૃત્તિઓ પર નજર રાખવાની પણ જરૂર છે. નોકરીમાં પોતાના ટાર્ગેટને સરળતાથી હાંસલ કરી લેશો. બોસ અને અધિકારી તમારા કામથી પ્રસન્ન રહેશે. લવ- ઘરમાં સુખ-શાંતિનો માહોલ રહેશે. પ્રેમ સંબંધોને વિવાહ હેતુ પારિવારિક સ્વીકૃતિ મળવાથી મન પ્રસન્ન રહેશે. સ્વાસ્થ્ય- એલર્જીના કારણે ગળું ખરાબ રહી શકે છે. જેના લીધે તાવથી પણ પરેશાન રહેશો. લકી કલર- જાંબલી લકી નંબર- 8
    Click here to Read More
    Previous Article
    13 મેનું અંકફળ:અંક 2ના જાતકોને જમીન-મિલકતના સોદામાં ફાયદો, અંક 6ના જાતકોનું કાર્યક્ષેત્રમાં વર્ચસ્વ વધશે
    Next Article
    કાનના રેડ કાર્પેટ માટે આલિયા ભટ્ટનો 'જુલિયટ' અવતાર:ફ્રેન્ચ રિવેરાની બાલ્કનીમાં બ્લશ પિંક ગાઉનમાં દેખાઈ; પ્રિફોટોશૂટમાં રાહા જેવા નખરાં, ડિઝની 'પ્રિન્સેસ' લુક પર ફેન્સ ફિદા

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment