Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં સિરામિક કારખાનાઓમાં બે દિવસથી વીજ ધાંધિયા:જનરેટર માટે ડીઝલ ન મળતાં ઉદ્યોગકારો મુશ્કેલીમાં

    1 day ago

    મોરબીના સિરામિક ઉદ્યોગકારો વીજ પુરવઠાની સમસ્યા અને ડીઝલની અછત એમ બેવડી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જેતપર રોડ પરના કારખાનાઓમાં છેલ્લા બે દિવસથી વીજ ધાંધિયા જોવા મળી રહ્યા છે, જેના કારણે ઉત્પાદન પર અસર પડી રહી છે. જેતપર રોડ પરના કારખાનેદારોના જણાવ્યા અનુસાર, સોમવારે બપોરે 1:30 વાગ્યાથી વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. કલાકો સુધી વીજળી ન મળ્યા બાદ, થોડા સમય માટે પુરવઠો ચાલુ થયો હતો, પરંતુ ગણતરીના કલાકોમાં જ ફરીથી વીજ ધાંધિયા શરૂ થઈ ગયા હતા. વીજ પુરવઠો બંધ હોવાને કારણે કારખાના ચલાવવા માટે જનરેટરનો ઉપયોગ કરવો પડે છે. જોકે, જનરેટર ચલાવવા માટે જરૂરી ડીઝલ પેટ્રોલ પંપ પરથી બેરલમાં આપવામાં આવતું નથી. આના કારણે ઉદ્યોગકારો માટે કારખાના ચલાવવાનો પ્રશ્ન ઊભો થયો છે. અગાઉ મોરબીના સિરામિક ઉદ્યોગકારોને ગેસની અછતનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે લગભગ બે મહિના સુધી કારખાના બંધ રહ્યા હતા. હાલમાં ગેસનો પુરવઠો નિયમિત થતા કારખાના ફરી શરૂ થયા છે, ત્યારે વીજ પુરવઠાની સમસ્યા નવી મુશ્કેલી બનીને ઉભરી આવી છે. હાલમાં મોરબીના જેતપર રોડ પર આવેલા બેલા અને ગાળા સબ-ડિવિઝન હેઠળના પીપળી જેટકો પાવર હાઉસમાંથી કુલ 34 ફીડરોમાં વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે. આ તમામ ફીડરોમાં વીજ ધાંધિયા જોવા મળી રહ્યા છે. સોમવારે બપોરે 2:00 વાગ્યાની આસપાસ રંગપર ગામ પાસે 66 કેવીના અંડરગ્રાઉન્ડ કેબલ વાયરમાં બ્લાસ્ટ થવાને કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો. મોડી રાત સુધી સમારકામ ચાલુ રહ્યું હતું, જેના કારણે કારખાનાઓમાં વીજળીનો અભાવ રહ્યો હતો. વીજ પુરવઠાની અછત અને જનરેટર માટે ડીઝલ ન મળવાને કારણે સિરામિક ઉદ્યોગકારો ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. તેમને પોતાના કારખાના ચાલુ રાખવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટનો પ્રારંભ:AI/ML અને GIS આધારિત ડિજિટલ પ્લેટફોર્મ બનશે
    Next Article
    6 PM Gujarati News LIVE | આજના તમામ મહત્વના સમાચાર | Latest Gujarati Samachar | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment