Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શિક્ષણ વંચિતો માટે કમિશનરની અનોખી પહેલ:અધિકારી નહીં, ઘરના સભ્ય બનીને એમ નાગરાજને કહ્યું- મોટું મન રાખી બાળકોને શાળાએ મોકલો

    2 days ago

    શિક્ષણ એ માત્ર અક્ષરજ્ઞાન નથી, પરંતુ સમાજના ઉત્થાનનું સબળ માધ્યમ છે. આ વાતને સાર્થક કરવા માટે સુરત મહાનગરપાલિકાએ એક અભૂતપૂર્વ અને માનવીય અભિગમ અપનાવ્યો છે. એક પણ બાળક શિક્ષણથી વંચિત નહીં રહે તેવા મક્કમ નિર્ધાર સાથે સુરતના મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન પોતે મેદાનમાં ઉતર્યા છે. મ્યુનિસિપલ કમિશનર જ્યારે કોઈ એસી ચેમ્બરમાં બેસીને આદેશ આપવાને બદલે ખુદ ડ્રોપ આઉટ કરેલા વિદ્યાર્થીઓના પરિવારોના ઘરના આંગણે પહોંચ્યા હતા, ત્યારે તે વહીવટીતંત્રની સંવેદનશીલતાનો જીવંત પુરાવો બની ગયો હતો. ખાટલા પર બેસીને પરિવારના સભ્યો સાથે સંવાદ તાજેતરમાં સુરતના વિવિધ વિસ્તારોમાં કમિશનર એમ. નાગરાજન અને જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) ભગીરથસિંહ પરમારની ટીમ ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓના ઘરે પહોંચી હતી. આ મુલાકાત કોઈ સરકારી તપાસ નહોતી, પરંતુ એક આત્મીય સંવાદ હતો. કમિશનરે વાલીઓ સાથે તેમના ઘરના ખાટલા પર બેસીને અત્યંત સાદગીપૂર્વક વાતચીત કરી હતી. તેમણે વાલીઓને જણાવ્યું હતું કે, તમારા બાળકના ભવિષ્યની જવાબદારી અમારી છે. તમે માત્ર મોટું મન રાખીને તેમને ફરી શાળાએ મોકલો. તમારી જે પણ મુશ્કેલી હશે, તેનો ઉકેલ અમે લાવીશું. ડ્રોપઆઉટના કારણો અને તંત્રની તત્પરતા શહેરમાં સર્વે દરમિયાન જાણવા મળ્યું છે કે, બાળકો શાળા છોડે છે તેની પાછળ મુખ્યત્વે ત્રણ કારણો જવાબદાર હોય છે. ગરીબી, સ્થળાંતર અને સામાજિક ગેરમાન્યતાઓ. આર્થિક તંગીને કારણે વાલીઓ ઘણીવાર બાળકોને નાની ઉંમરે કામ પર લગાડી દે છે. રોજગારી માટે એક શહેરથી બીજા શહેરે જતા પરિવારોના બાળકોનો અભ્યાસ વચ્ચેથી છૂટી જાય છે. ખાસ કરીને દીકરીઓના શિક્ષણ બાબતે હજુ પણ "દીકરીને ભણાવીને શું કરવું છે?" જેવી રૂઢિચુસ્ત વિચારધારા જોવા મળે છે. કમિશનરે આ ત્રણેય મોરચે લડત આપવાનું નક્કી કર્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે સ્થળાંતરિત બાળકોને પણ વિશેષ વ્યવસ્થા હેઠળ શિક્ષણનો સહારો આપવામાં આવશે જેથી તેમનું વર્ષ ન બગડે. દીકરીનું શિક્ષણ એટલે સમાજનો વિકાસ આ અભિયાનમાં ખાસ કરીને દીકરીઓના શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે. કમિશનરે વાલીઓને સમજાવ્યું હતું કે જો એક દીકરી ભણશે, તો આખો પરિવાર અને સમાજ પ્રગતિ કરશે. દીકરીને ભણાવવી નથી તેવી માન્યતા ધરાવતા વાલીઓનું કાઉન્સેલિંગ કરીને તેમને શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવી રહ્યું છે. ડ્રોપઆઉટ નહીં, હવે રિ-એડમિશન પર ફોકસ સુરત મહાનગરપાલિકાનું લક્ષ્ય માત્ર ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવાનું નથી, પરંતુ જે બાળકો શિક્ષણ છોડી ચૂક્યા છે તેમને શોધીને ફરી શાળાના પગથિયાં ચડાવવાનું છે. આ માટે 'રિ-એડમિશન' ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જે બાળકોએ 1 કે 2 વર્ષથી શાળા છોડી દીધી છે, તેમને તેમની ઉંમર મુજબના વર્ગમાં બેસાડવા માટે બ્રિજ કોર્સ જેવી સુવિધાઓ પર પણ વિચારણા કરવામાં આવી રહી છે. બાળક આર્થિક અભાવને કારણે શિક્ષણથી દૂર ન રહે આ અભિયાનમાં જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમાર પણ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. તેમણે વાલીઓને ખાતરી આપી છે કે, શાળામાં મળતી તમામ સરકારી યોજનાઓ, જેમ કે મધ્યાહન ભોજન, ગણવેશ અને શિષ્યવૃત્તિનો લાભ દરેક બાળકને મળે તે સુનિશ્ચિત કરવામાં આવશે. વહીવટીતંત્રનો પ્રયાસ છે કે કોઈ પણ બાળક આર્થિક અભાવને કારણે શિક્ષણથી દૂર ન રહે.
    Click here to Read More
    Previous Article
    બંગાળમાં મંત્રીઓમાં વિભાગોની ફાળવણી:ગૃહ મંત્રાલય સુવેન્દુએ રાખ્યું; દિલીપ ઘોષને પંચાયતી રાજ, અગ્નિમિત્રાને મહિલા-બાળ વિકાસ
    Next Article
    Fired from job, former Armyman goes on ‘killing spree’ — shoots dead three people in UP

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment