Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંગળવારનું રાશિફળ:કન્યા-મીન રાશિના જાતકોના અટકેલા કામ આજે પાર પડશે, વૃશ્ચિક રાશિના લોકો માટે દિવસ ટનાટન

    6 hours ago

    ગુજરાતી પંચાંગ અનુસાર, 12 મે 2026, મંગળવારના રોજ વૈશાખ વદ દશમ ​​છે. આ દિવસની ચંદ્ર રાશિ મીન છે. રાહુકાળ સવારે 03:51થી 05:29 સુધી રહેશે. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે, એ તમારી રાશિ પ્રમાણે જાણી લો… પોઝિટિવ: આજે કોઈ વિશેષ મુદ્દા પર પરિવારના સભ્યો સાથે વાર્તાલાપ થઈ શકે છે. છેલ્લા કેટલાક સમયથી જે કાર્યોમાં વિઘ્ન અને અડચણો આવી રહી હતી, આજે તે તમારી સૂઝબૂઝથી ખૂબ જ સહજ અને સરળ રીતે ઉકેલાઈ જશે. કોઈ ધાર્મિક કાર્યક્રમમાં સામેલ થવાની પણ તક મળશે. નેગેટિવ: બાળકો સાથે સંબંધિત સમસ્યાઓને શાંતિપૂર્ણ રીતે ઉકેલો, ઠપકો આપવાથી પરિસ્થિતિ બગડશે. કોઈ પણ વ્યક્તિગત નિર્ણય લેવામાં ઉતાવળ ન કરો. અનુભવી વ્યક્તિની પણ સલાહ લેવી પણ ફાયદાકારક સાબિત થશે. વ્યવસાય: જો કારોબારી પ્રવૃત્તિઓમાં કંઈક પરિવર્તન કરવાનો વિચાર છે, તો અત્યારે થોડી ધીરજ રાખવાની જરૂર છે. તમારા હરીફોની પ્રવૃત્તિઓથી અજાણ ન રહો, કારણ કે તમારા કાર્યોનો શ્રેય કોઈ અન્ય વ્યક્તિ લઈ શકે છે. ઓફિસમાં ટીમ વર્ક સાથે કામ કરવાથી વધુ યોગ્ય પરિણામો મળશે. લવ: ઘરમાં કોઈ મુદ્દાને લઈને તણાવ ઉત્પન્ન થઈ શકે છે. માહોલને ખુશનુમા બનાવવા માટે કંઈક મનોરંજન સંબંધિત કાર્યક્રમ બનાવો. સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય સારું રહેશે. પરંતુ ખૂબ જ વ્યસ્તતાને કારણે થાક જેવી સ્થિતિ અનુભવાશે. સાથે જ વર્તમાન હવામાનથી પણ પોતાનો બચાવ રાખો. લકી કલર: કેસરી લકી નંબર: 3 પોઝિટિવ: અનુભવી લોકોનું સાનિધ્ય અને આશીર્વાદ તમને ઊર્જાવાન રાખશે તથા માર્ગદર્શન પણ મળતું રહેશે. અનેક પ્રકારની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેશો. જૂની ભૂલોમાંથી શીખ લઈને વધુ શ્રેષ્ઠ નીતિઓ પર વિચાર કરશો. સ્વયંને બહેતર પરિસ્થિતિમાં પામશો. માન-સન્માન જળવાઈ રહેશે. નેગેટિવ: કાયદાકીય નિયમોનું કોઈ પણ રીતે ઉલ્લંઘન ન કરો. તમારી સફળતા જોઈને ઈર્ષ્યાની ભાવનાથી કોઈ તમારું નુકસાન પણ કરી શકે છે, તમારા સીક્રેટ કોઈની પણ સાથે શેર ન કરો. કોઈ પણ નકારાત્મક સ્થિતિમાં તમારા ગુસ્સા અને ઈગો પર કાબૂ રાખો. વ્યવસાય: કારોબારમાં તમારી કાર્યપ્રણાલીને વધુ બહેતર કરવાની જરૂર છે. કારણ કે જરા પણ બેદરકારી નુકસાન આપી શકે છે. કોઈ નવો પ્રોજેક્ટ મળવાથી તમારી વ્યસ્તતા વધશે. વિદેશી કંપનીઓમાં જોબ માટે પ્રયત્નશીલ લોકોને કોઈ ખુશખબરી મળી શકે છે. લવ: પારિવારિક સભ્યો સાથે બેસીને વિચારોનું આદાન-પ્રદાન કરવાથી પરસ્પર પ્રેમ પણ વધશે. પ્રેમ પ્રસંગોમાં પ્રગાઢતા આવશે. સ્વાસ્થ્ય: જો કબજિયાત અથવા હરસ જેવી તકલીફ ચાલી રહી છે, તો યોગ્ય ઈલાજ લો. અન્યથા સમસ્યા વધી શકે છે. વિશેષ રીતે તમારા ખાનપાનમાં સુધારો કરો. લકી કલર: ઓરેન્જ લકી નંબર: 6 પોઝિટિવ: જો કોઈની સાથે સંબંધોમાં ગેરસમજો ચાલી રહી છે, તો આજે તેનું નિવારણ થશે. કોઈ મિત્રની મદદથી અટકેલા કાર્યો પણ પૂરા થશે. વ્યસ્તતા છતાં તમારા મન મુજબ તથા રચનાત્મક કાર્યોમાં રુચિ રહેશે. ઘરમાં નવીનીકરણ તથા સાજ-સજાવટ સંબંધિત પરિવર્તન કરશો. નેગેટિવ: જમીનની ખરીદ-વેચાણ સંબંધિત કોઈ પણ કાર્યમાં ખૂબ જ સાવધાની રાખો. જરા સરખી ભૂલ નુકસાનનું કારણ બનશે. મહિલાઓ પોતાના સાસરી પક્ષ સાથેના સંબંધોમાં મધુરતા જાળવી રાખે. સંબંધો મધુર બનાવી રાખવા માટે થોડું નમવું પણ પડે, તો કોઈ વાંધો નથી. વ્યવસાય: મોટાભાગના વ્યવસાયિક કાર્યો વિઘ્ન વગર પૂરા થતા જશે. આવકની સ્થિતિમાં શ્રેષ્ઠ નફો થવાનો છે. પરંતુ કોઈ નવા કાર્ય અને લોન સંબંધિત બાબતો પર પુનર્વિચાર કરવાની જરૂર છે. રાજકીય મામલા પતાવવા માટે સમય યોગ્ય છે. ઓફિસમાં કોઈ સહયોગી સાથે કોઈ સમસ્યા થઈ શકે છે. લવ: જીવનસાથી તથા પરિવારના સભ્યો સાથે મધુરતાપૂર્ણ સમય પસાર થશે. પ્રેમ સંબંધોમાં પરસ્પર સામંજસ્ય જાળવી રાખો. સ્વાસ્થ્ય: ખાંસી, શરદી તથા ગળું ખરાબ થવા જેવી મોસમી પરેશાનીઓ રહેશે. બેદરકારી ન કરો અને યોગ્ય ઈલાજ લો. લકી કલર: સોનેરી લકી નંબર: 5 પોઝિટિવ: આજે કેટલાક નવા અવસરો સામે આવશે, પરંતુ તેમને હાંસલ કરવા તમારી કાર્યક્ષમતા પર પણ નિર્ભર કરે છે. તમારી યોજનાઓને ગુપ્ત રીતે અમલમાં મૂકો, આનાથી કોઈનો હસ્તક્ષેપ નહીં થાય. થોડો સમય અનુભવી લોકો સાથે પસાર કરવાથી તમારા વ્યક્તિત્વમાં પણ નિખાર આવશે. નેગેટિવ: પોતાના પર સામર્થ્ય કરતા વધારે કાર્યભાર લેવો તમારા વ્યક્તિગત કાર્યોમાં અડચણો પણ લાવી શકે છે. તમારા નજીકના મિત્રો અને સંબંધીઓ સાથેના સંબંધોમાં ખટાશ ન આવવા દો. તમારી મનોસ્થિતિ પર કાબૂ રાખો. ખર્ચ કરતી વખતે તમારા બજેટ પર પણ નજર રાખવી જરૂરી છે. વ્યવસાય: વ્યવસાયિક દ્રષ્ટિએ સમય અનુકૂળ છે. તમારા પ્રયાસોથી કામ બનતા જશે. પરંતુ ઉતાવળ ન કરીને ધૈર્ય પૂર્વક કાર્યોને સંપન્ન કરો. ધ્યાન રાખો કે સ્ટાફની નકારાત્મક પ્રવૃત્તિને કારણે નુકસાન થવાની આશંકા છે. કોઈ ઓફિશિયલ યાત્રા પણ સંભવ છે. લવ: પતિ-પત્ની પરસ્પર યોગ્ય સામંજસ્ય જાળવી રાખે તથા એકબીજાની લાગણીઓની કદર કરે. પ્રેમ સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે. સ્વાસ્થ્ય: બદલાતા હવામાનથી પોતાનો બચાવ રાખવો જરૂરી છે. ખાંસી અને શરદી જેવી સમસ્યા પરેશાન કરી શકે છે. લકી કલર: સફેદ લકી નંબર: 1 પોઝિટિવ: સામાજિક ખોટી પ્રવૃત્તિઓ પર હસ્તક્ષેપ કરવો તથા તમારા આદર્શવાદી વિચારો બીજા માટે એક ઉદાહરણ બને છે તથા તમને સન્માનિત સ્થિતિ પણ પ્રદાન કરે છે. કોઈ અટકેલા પૈસા પાછા મળશે. પરંતુ આનાથી આર્થિક સ્થિતિ કંઈક બહેતર થઈ જશે. નેગેટિવ: વાહન અથવા કોઈ મોંઘા ઉપકરણના ખરાબ થવાથી ખર્ચ વધી શકે છે. ક્યારેક કોઈ નિર્ણય લેવામાં મુશ્કેલી આવી શકે છે. પરંતુ કોઈ અનુભવી વ્યક્તિની સલાહથી તેમનું નિવારણ પણ થશે. યુવાઓને પોતાના કોઈ પ્રોજેક્ટ સંબંધી નિષ્ફળતા મળવા પર માયુસી રહેશે. વ્યવસાય: પાર્ટનરશિપ સંબંધિત પ્રવૃત્તિઓમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવાની જરૂર છે. વ્યવસાયમાં નવા-નવા લોકો સાથે સંપર્ક બનશે, જેના દ્વારા તમારી ઉત્તરોત્તર ઉન્નતિ થશે. હરીફો પણ પરાસ્ત રહેશે. ગવર્મેન્ટ (સરકાર) થી સંબંધિત કાર્યોમાં સફળતા મળશે. લવ: પતિ-પત્નીનો પરસ્પર તાલમેલ પણ યોગ્ય જળવાઈ રહેશે. ઘરમાં ખુશીભર્યો માહોલ રહેશે. પરંતુ દિલના મામલામાં છેતરાઈ શકો છો. સ્વાસ્થ્ય: વધારે પ્રદૂષણ અને ભીડભાડમાં જવાથી બચો. વર્તમાન વાતાવરણને કારણે એલર્જી જેવી તકલીફ રહી શકે છે. લકી કલર: ઓરેન્જ લકી નંબર: 6 પોઝિટિવ: જો કોઈ કાર્ય લાંબા સમયથી વિલંબિત છે, તો આજે તેને પૂરું કરવાનો અનુકૂળ સમય છે. કોઈ અનુભવી અથવા રાજકીય વ્યક્તિ સાથે મુલાકાત કે વાર્તાલાપ લાભદાયક સાબિત થઈ શકે છે. યુવાઓને કોઈ ઉત્સવ અથવા સમારોહમાં પોતાનું ટેલેન્ટ બતાવવાની પૂર્ણ તક મળશે. નેગેટિવ: અત્યંત બેદરકારી કરવાથી બચો. આવકની સરખામણીએ ખર્ચની અધિકતા રહેશે. જે કારણે ચિંતા રહી શકે છે. કેટલાક નકારાત્મક પ્રવૃત્તિના લોકો તમારા કાર્યોમાં વિઘ્ન નાખવાનો પ્રયાસ કરશે, બહેતર રહેશે કે આવા લોકો સાથે સંપર્ક ન રાખો. વ્યવસાય: તમે વ્યવસાય સંબંધી કોઈ યોજના બનાવેલી હોય તો તેને કાર્યરૂપ આપવાનો હવે અનુકૂળ સમય છે. સ્થાન પરિવર્તનના યોગ બની રહ્યા છે, અને આ પરિવર્તન લાભદાયક જ રહેશે. રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા લોકોની કોઈ સારી ડીલ કામયાબ થઈ શકે છે. લવ: પતિ-પત્ની વચ્ચે મધુર અને સામંજસ્યપૂર્ણ વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધોમાં પ્રગાઢતા આવશે. સ્વાસ્થ્ય: વર્તમાન હવામાનની નકારાત્મક અસર સ્વાસ્થ્ય પર પડી શકે છે. વધારે ભીડભાડ અને પ્રદૂષણવાળા સ્થાન પર જવાથી પરેજી રાખો. લકી કલર: લીલો લકી નંબર: 7 પોઝિટિવ: તમારી જવાબદારીઓને પૂરી નિષ્ઠા અને ઈમાનદારીથી નિભાવો, આનાથી તમને આત્મિક અને માનસિક ખુશી મળશે. કોઈ વિશેષ વ્યક્તિના સાનિધ્યમાં તમારી વિચારધારામાં પણ સકારાત્મક પરિવર્તન આવશે. મુશ્કેલ સમયમાં અનુભવી લોકો પાસેથી માર્ગદર્શન લેવું તમારા માટે સહાયક રહેશે. નેગેટિવ: પોતાના અત્યંત કાર્યભારથી રાહત મેળવવા માટે પોતાના કામને અન્ય લોકો સાથે વહેંચી લો. કોઈ પણ સમસ્યાને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાનો પ્રયાસ કરો. કોઈ ઈલેક્ટ્રોનિક વસ્તુ ખરાબ થવાથી મોટો ખર્ચ પણ સામે આવી શકે છે. વ્યવસાય: કારોબારમાં તમારી વ્યવસાયિક પાર્ટીઓ સાથે કોમ્યુનિકેશન બનાવી રાખો, આનાથી તમને ફાયદો થઈ શકે છે. પરંતુ સાથે જ આ સમયે વ્યવસાય સંબંધી દરેક બાબતમાં ચોકન્ના રહેવાની જરૂર છે. અત્યારે બદલાવ સંબંધી કોઈ નિર્ણય લેવા માટે અનુકૂળ સમય નથી. ઓફિસમાં વાતાવરણ પોઝિટિવ જળવાઈ રહેશે. લવ: દાંપત્ય સંબંધોમાં મધુરતા રહેશે અને ઘરમાં સુખદ વાતાવરણ જળવાઈ રહેશે. તમારા લવ પાર્ટનર સાથે લોંગ ડ્રાઈવ પર જાઓ. સ્વાસ્થ્ય: મૌસમી પરેશાનીઓ જેવી કે ખાંસી-શરદી, તાવ જેવી સ્થિતિ રહેશે. આયુર્વેદિક ઈલાજ લો તથા વ્યાયામ અને યોગ પર પણ ધ્યાન આપો. લકી કલર: કેસરી લકી નંબર: 9 પોઝિટિવ: ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. ફક્ત સૂઝબૂઝથી કોઈ પણ નિર્ણય લેવાની જરૂર છે, તમને આના મનગમતા પરિણામો જ મળશે. સંતાનની કોઈ ઉપલબ્ધિથી સુકૂન અને ખુશી મળશે. ઘરની જાળવણી સંબંધિત વસ્તુઓની ખરીદી પણ સંભવ છે. તમારો સહયોગાત્મક વ્યવહાર પરિવાર તથા સમાજમાં માન-સન્માન જાળવી રાખશે. નેગેટિવ: કોઈ સમસ્યા આવવા પર બીજાને દોષ આપવાને બદલે તમારી કાર્યક્ષમતા પર પણ વિચાર કરવો જરૂરી છે. ઉચ્ચ શિક્ષણ હેતુ અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને કોઈ પ્રકારનું વ્યવધાન આવી શકે છે. આ સમય મોજ-મસ્તીને બદલે ગંભીરતાથી પોતાના કાર્યોને અંજામ આપવાનો છે. વ્યવસાય: વ્યવસાયમાં છેલ્લા કેટલાક સમયથી આર્થિક મુશ્કેલીઓને કારણે જે કામ અટકેલા હતા, તેમને ફરી શરૂ કરવાનો યોગ્ય સમય છે. આ સમયે નવા પ્રભાવશાળી સંપર્કો પણ બનશે જે તમારા માટે સહાયક સાબિત થશે. ઓફિસનું વાતાવરણ પણ સકારાત્મક રહેશે. લવ: ઘરની વ્યવસ્થા સુચારૂ અને વ્યવસ્થિત રહેશે. વિવાહ યોગ્ય સભ્ય માટે સારો સંબંધ આવવાની પણ સંભાવના છે. સ્વાસ્થ્ય: તમારો આત્મવિશ્વાસ તથા સકારાત્મક વિચાર તમને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રાખશે. થોડો સમય પ્રકૃતિ સાથે પણ જરૂર વિતાવો. લકી કલર: બદામી લકી નંબર: 1 પોઝિટિવ: જો ઘરની જાળવણી અથવા પરિવર્તન સંબંધી યોજના ચાલી રહી છે, તો તેને ફળીભૂત કરવાનો યોગ્ય સમય આવી ગયો છે. ઘરમાં નજીકના સંબંધીઓનું આગમન થશે તથા ઘણા સમય પછી મેળાપ થવાથી ખુશનુમા વાતાવરણ જળવાઈ રહેશે. નેગેટિવ: તમારી વ્યક્તિગત યોજનાઓ કોઈની સાથે શેર કરવી તમારા માટે હાનિકારક રહેશે. સમજદારીથી તથા પ્રેક્ટિકલ થઈને કોઈ નિર્ણય લો. ભવિષ્યની ચિંતા છોડીને વર્તમાન પ્રવૃત્તિઓ પર પહેલા ધ્યાન આપો. વધારે જવાબદારીઓને કારણે પણ તણાવ રહી શકે છે. વ્યવસાય: વ્યવસાયિક કાર્યો સાથે સંબંધિત યાત્રા કરતી વખતે સાવધાન રહો, કંઈક નુકસાન થઈ શકે છે. પાર્ટનરશિપ સંબંધિત પ્રવૃત્તિઓ વ્યવસ્થિત જળવાઈ રહેશે. યુવાઓને કોઈ અનુભવી વ્યક્તિ દ્વારા પોતાનું કામ શ્રેષ્ઠ રીતે પૂરું કરવા પર પ્રોત્સાહન મળશે. લવ: જીવનસાથીનો સહયોગ જળવાઈ રહેશે. યુવાઓનું આજે કોઈ વિજાતીય વ્યક્તિ પ્રત્યે આકર્ષણ વધશે. આ સંબંધ પ્રેમ સંબંધોમાં પણ પરિણમવાની સંભાવના છે. સ્વાસ્થ્ય: મહિલાઓ પોતાના સ્વાસ્થ્યને લઈને કંઈક ચિંતામાં રહેશે. ઈન્ફેક્શન અથવા સાંધાના દુખાવાની સમસ્યા પરેશાન કરશે. લકી કલર: ગુલાબી લકી નંબર: 9 પોઝિટિવ: ઘરમાં વ્યવસ્થિત માહોલ તમારા તણાવને ઓછો કરશે તથા દિવસ ખુશનુમા પસાર થશે. કોઈ ધાર્મિક અને અનુભવી વ્યક્તિના સાનિધ્યમાં થોડો સમય પસાર કરવાથી પોતાની વિચારધારામાં પણ શ્રેષ્ઠ પરિવર્તન અનુભવશો. કોઈ મિત્ર સાથે ચાલી રહેલો મનભેદ દૂર કરવાનો અનુકૂળ સમય છે. નેગેટિવ: પરંતુ લાગણીઓમાં આવીને તમારા કાર્યો સાથે સમજૂતી ન કરો, કારણ કે આના લીધે તમારા ઘણા બનતા કામ બગડી પણ શકે છે. કોઈ નજીકના સંબંધી સાથે કંઈક વાદ-વિવાદની સ્થિતિ બનશે, પરંતુ તમારી જરા સરખી સાવધાની સંબંધોને બગડતા બચાવી પણ શકે છે. વ્યવસાય: રોજબરોજની આવકમાં વૃદ્ધિ થશે તેમજ આવકના નવા સ્ત્રોતો પણ ખુલશે. કોઈ નવીન કાર્યની યોજના પણ બનશે. તેથી તમારા કામ પ્રત્યે એકાગ્રચિત્ત રહો. મલ્ટીનેશનલ કંપનીમાં કાર્ય કરવાવાળા લોકોને કોઈ મુશ્કેલ ટાર્ગેટ મળી શકે છે, પરંતુ ભવિષ્યમાં આ ફાયદાકારક રહેશે. લવ: વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે. પ્રેમી-પ્રેમિકા એકબીજાની લાગણીઓનું સન્માન કરે, આનાથી વધુ નિકટતા વધશે. સ્વાસ્થ્ય: અત્યંત તણાવ અને થાકથી પોતાનો બચાવ કરો. માથાનો દુખાવો અને બ્લડ પ્રેશર વધવા જેવી સમસ્યા થઈ શકે છે. લકી કલર: લીલો લકી નંબર: 4 પોઝિટિવ: દિવસની શરૂઆત અતિ ઉત્તમ રહેશે. તમને તમારી કોઈ પ્રતિભાને લોકોની સમક્ષ જાહેર કરવાની તક મળશે. નવા સંપર્કો બનશે જે આગળ જતાં ફાયદાકારક પણ સાબિત થશે. ઘરમાં કોઈ શુભ કાર્ય પણ સંપન્ન થશે. આ સમયે સમાજસેવી કાર્ય તરફ તમારી રુચિ વધશે. નેગેટિવ: વિદ્યાર્થી વર્ગ વ્યર્થની મોજ-મસ્તી અને મિત્રો સાથે સમય નષ્ટ ન કરે. આળસને હાવી ન થવા દો નહીંતર આ કારણે તમારા કાર્યોમાં પણ વિઘ્ન આવશે. બીજા પર વધારે હસ્તક્ષેપ કરવાને બદલે તમારા વ્યક્તિગત કાર્યોમાં જ વ્યસ્ત રહો. વ્યવસાય: આ સમયે ગ્રહ સ્થિતિ તમારી વ્યવસાયિક પ્રવૃત્તિઓ માટે અનુકૂળ છે. કરિયરમાં કોઈ નવી આશા કામયાબ રહેશે. ફક્ત નાણાકીય સંસાધનો પર વધારે ધ્યાન આપવાની જરૂર છે. ભાગીદારીમાં પણ લાભની સ્થિતિઓ જળવાઈ રહેશે. નોકરીયાત વ્યક્તિ પોતાના સહયોગીઓ સાથેના સંબંધોમાં ખટાશ ન આવવા દે. લવ: વ્યસ્તતા છતાં પારિવારિક સભ્યો માટે પણ થોડો સમય અવશ્ય કાઢો અન્યથા તેઓ તમારાથી નારાજ થઈ શકે છે. સ્વાસ્થ્ય: માનસિક સુકૂન માટે મેડિટેશન, ધ્યાન વગેરે અવશ્ય કરો. શાંતિની ઈચ્છામાં એકાંત કે ધાર્મિક સ્થળ પર પણ થોડો સમય અવશ્ય વિતાવો. લકી કલર: પીળો લકી નંબર: 6 પોઝિટિવ: તમારી વ્યવસ્થિત દિનચર્યા અને કાર્ય પ્રણાલી ઘણા અટકેલા કાર્યોને પૂરા કરવામાં મદદ કરશે. તમે તમારી કોઈ નકારાત્મક આદતને છોડવાનો પણ સંકલ્પ કરો. જો કોઈ પારિવારિક મામલો ગૂંચવાયેલો છે, તો શાંતિ અને ધૈર્યથી તેને ઉકેલવાનો પ્રયાસ કરો. નેગેટિવ: કાયદાકીય દાવપેચથી બચીને રહેવું પડશે, આ સમયે કોઈ પણ નકારાત્મક ભ્રમ મનમાં ન પાળો. બીજા પાસેથી મદદ લેવાની અપેક્ષાએ ખુદ પર જ ભરોસો રાખીને કાર્ય કરો, ત્યારે જ સફળતા મળશે. તમારા નજીકના સંબંધીઓ અને મિત્રો સાથે વ્યવહાર કરતી વખતે તમારી વ્યક્તિગત પ્રવૃત્તિઓ સીક્રેટ જ રાખો. વ્યવસાય: આજે પાર્ટનરશીપ સંબંધિત કાર્યોમાં શ્રેષ્ઠ નફો થવાની સ્થિતિ બની રહી છે, જોકે સ્ટાફની કોઈ પ્રવૃત્તિ પરેશાન કરશે. બહેતર રહેશે કે તણાવને બદલે શાંતિથી સમાધાન કાઢો. સરકારી સેવારત વ્યક્તિઓ માટે ઉન્નતિના શ્રેષ્ઠ યોગ બનેલા છે. લવ: પારિવારિક સભ્યો સાથે પણ થોડો સમય પસાર કરો. આનાથી ઘરનું વાતાવરણ મધુર જળવાઈ રહેશે. સાંજે મિત્રો સાથે પારિવારિક ગેટ-ટુગેધર થવાથી બધાને ખુશી મળશે. સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. પરંતુ મહિલાઓ નાની એવી સમસ્યા હોવા છતાં પણ ડોક્ટરની સલાહ લેવામાં વિલંબ ન કરે. લકી કલર: વાદળી લકી નંબર: 5
    Click here to Read More
    Previous Article
    12 મેનું અંકફળ:અંક 1 અને 4ના જાતકોને નોકરીમાં ઉન્નતિના યોગ, અંક 8ના જાતકોને ચોતરફથી લાભ થશે
    Next Article
    સોની વેપારીઓએ કારીગરોની ચિંતા સાથે સરકાર પાસે કરી માંગ.:ડોલર સામે નબળા પડતા રૂપિયાને બચાવવા પીએમ મોદીએ સોનું ન ખરીદવા અને ઇંધણ બચાવવા કરી અપીલ, જૂનાગઢના સોની વેપારીઓએ સરકારને નિયમોમાં સ્વ-અમલ કરવા આપી સલાહ.

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment