Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં બે ઘટનામાં બે વ્યક્તિના મોત:દાણીલીમડામાં એમ્બ્યુલન્સની અડફેટે એક્ટિવા ચાલકનું મોત, આંબલીમાં સેફ્ટી વગર કામ કરતા શ્રમિકનો જીવ લીધો

    6 hours ago

    અમદાવાદમાં બે ગંભીર ઘટનાઓ સામે આવી છે. દાણીલીમડામાં એક બેફામ એમ્બ્યુલન્સ ચાલકે સર્જેલા અકસ્માતમાં જુહાપુરાના યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે આંબલી વિસ્તારમાં સેફ્ટીના સાધનોના અભાવે ચોથા માળેથી પટકાતા બિહારના શ્રમિકનું મોત થયું છે. પોલીસે આ બંને મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એમ્બ્યુલન્સની ટક્કરે એક્ટિવા ચાલકનું મોત જુહાપુરાના 35 વર્ષીય સદામ હુસૈન અંસારી ગત 9 એપ્રિલે એક્ટિવા લઈને કામ પર જઈ રહ્યા હતા. દાણીલીમડા કાશીરામ ચાર રસ્તા પાસે રોડ ક્રોસ કરતી વખતે પૂરઝડપે આવતી એક એમ્બ્યુલન્સે તેમને જોરદાર ટક્કર મારી હતી. એમ્બ્યુલન્સ ચાલકે સદામ હુસૈન ઉપરાંત અન્ય બે ટુ-વ્હીલરને પણ અડફેટે લીધા હતા. ગંભીર રીતે ઘાયલ સદામને તે જ એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં પહોંચ્યા બાદ ચાલક ફરાર થઈ ગયો હતો. સારવાર દરમિયાન સદામ હુસૈનનું મોત નીપજ્યું છે. કે ડિવિઝન ટ્રાફિક પોલીસે મૃતકની પત્નીની ફરિયાદના આધારે એમ્બ્યુલન્સ ચાલક સામે તપાસ શરૂ કરી છે. સેફ્ટી વગર કામ કરાવતા બિલ્ડરની બેદરકારીએ શ્રમિકનો જીવ લીધો આંબલીમાં વકીલ સાહેબ બ્રિજ પાસે નિર્માણાધીન 'માસ ફાઈનાન્સ'ની ઓફિસમાં ફર્નિચરનું કામ કરી રહેલા 21 વર્ષીય સૂરજ મિસ્ત્રીનું ચોથા માળેથી પટકાતા મોત થયું છે. 10 મેના રોજ સૂરજ ચોથા માળે લિફ્ટના ડકની ખુલ્લી જગ્યાએ ગયો હતો, જ્યાં દીવાલ કે આડશ ન હોવાથી પગ લપસતા તે સીધો નીચે પટકાયો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સાઈટ પર કામ કરતા મજૂરોને હેલ્મેટ કે કોઈ પણ પ્રકારના સેફ્ટી સાધનો આપવામાં આવ્યા નહોતા. સરખેજ પોલીસે બિલ્ડર અને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી બદલ તેમની સામે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    દાહોદ કલેક્ટરે જિલ્લા સેવા સદનમાં ઓચિંતી તપાસ કરી:બેદરકારી બદલ અધિકારીઓને કડક સૂચના, રેકોર્ડ વ્યવસ્થાપન સુધારવા તાકીદ
    Next Article
    Bengal's Top Poll Official Now Chief Secretary, Trinamool Says "Shameless"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment