Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા-વડોદરા હાઈવે પર પરવડી ચોકડી પાસે અકસ્માત:ટ્રકની ટક્કરે લીમખેડાના કુણધા ગામની બાઈક સવાર મહિલાનું ઘટનાસ્થળે મોત

    6 hours ago

    ગોધરા-વડોદરા હાઈવે પર પરવડી ચોકડી પાસે એક ગમખ્વાર અકસ્માતમાં બાઈક સવાર 55 વર્ષીય મહિલા કમાબેન મથુરભાઈ ડાંગીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તેમને સિમેન્ટ કન્ટેનર ટ્રકે ટક્કર મારી હતી. કમાબેન અને તેમના પતિ વડોદરા ખાતે મજૂરી કામ પતાવીને દાહોદ જિલ્લાના લીમખેડાના કુણધા ગામમાં પોતાના વતન પરત ફરી રહ્યા હતા. આ અકસ્માતમાં કમાબેનના પતિને હાથ અને પગના ભાગે સામાન્ય ઇજા પહોંચી હતી. પરવડી ચોકડી પાસે પૂરપાટ ઝડપે આવી રહેલા સિમેન્ટ કન્ટેનરના ચાલકે બાઈકને પાછળથી ટક્કર મારી હતી, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માતની જાણ થતાં જ તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી, અકસ્માત સર્જનાર ટ્રક ચાલકને ઝડપી પાડવા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ટંકારા પાસે બાઇક સ્લીપ થતાં સગીરનું મોત:ઘુનડા ગામ નજીક વાડીએ જતી વખતે અકસ્માત
    Next Article
    મોરબીમાં પીપળીયા ચાર રસ્તા પાસે યુવકની હત્યા:મેસેજ બાબતે સમાધાન માટે બોલાવી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યા, જૂથ અથડામણમાં 4 લોકો ઘાયલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment