Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટનગરમાં મેટ્રોના પિલ્લર બ્લાઈન્ડ સ્પોટ બન્યા:વાહન ચાલકોને ક્રોસ રોડ પર વિઝન બ્લોક થતાં અકસ્માત વધ્યા, હવે સ્પીડ બ્રેકરથી ગતિ અંકુશ લાવવા કવાયત

    6 hours ago

    રાજ્યના પાટનગરમાં મેટ્રોની આધુનિક સુવિધા તો આવી પણ તેની સાથે વાહનચાલકો માટે નવી જીવલેણ આફત પણ ઉભી થઈ છે. મેટ્રો રૂટના વિશાળ પિલ્લર ક્રોસ રોડ પર વાહનચાલકોની દ્રષ્ટિમાં અવરોધ પેદા કરી રહ્યા છે, જેને કારણે એક તરફથી આવતા ચાલકને બીજી તરફનું વાહન દેખાતું નથી અને ગંભીર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. આ સમસ્યાના ઉકેલ માટે તંત્ર હવે ક્રોસ રોડ પાસે બમ્પ મૂકવાની યોજના બનાવી રહ્યું છે. ઓવર સ્પીડમાં દોડતા વાહનો માટે આ પિલ્લર બ્લાઈન્ડ સ્પોટ ગાંધીનગરમાં મેટ્રો માટે એલિવેટેડ ટ્રેક તૈયાર કરવામાં આવ્યો છે, પરંતુ શહેરના વર્ષો જૂના રોડ એન્જીનિયરીંગમાં તે મુજબ કોઈ ફેરફાર કરાયા નથી. રસ્તાની પહોળાઈ અને ક્રોસ રોડનું જોડાણ જેવું હતું એવું જ રાખવામાં આવ્યું છે. પરિણામે મુખ્ય માર્ગ પરથી પસાર થતાં વાહનચાલકોને પિલ્લરની પાછળથી આવતા વાહનોનો અંદાજ આવતો નથી. ખાસ કરીને ઓવર સ્પીડમાં દોડતા વાહનો માટે આ પિલ્લર બ્લાઈન્ડ સ્પોટ સાબિત થઈ રહ્યા છે . વિઝન ન મળવા છતાં ચાલક પાસે વાહન થોભાવી દેવાનો પૂરતો સમય રહેશે આ વધતા અકસ્માતોને પગલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા પોલીસ સાથે પરામર્શ કરવામાં આવ્યો હતો. આ ચર્ચામાં એવું તારણ નીકળ્યું છે કે, મેટ્રો રૂટના દરેક ક્રોસ રોડ પર પોલીસકર્મી તૈનાત કરવા કે ટ્રાફિક સિગ્નલ મુકવા વ્યવહારુ રીતે શક્ય નથી. આથી, માર્ગ સલામતી તંત્રના માર્ગદર્શન હેઠળ એવો નિર્ણય લેવાઈ રહ્યો છે કે ક્રોસ રોડથી અમુક અંતરે બમ્પ મુકવામાં આવે. આ બમ્પ મૂકવાથી વાહનોની ગતિ આપોઆપ ધીમી પડશે. ગતિ ઓછી હશે તો પિલ્લરના કારણે વિઝન ન મળવા છતાં ચાલક પાસે વાહન થોભાવી દેવાનો પૂરતો સમય રહેશે . આ આયોજનને અમલમાં મુકતા પહેલા પોલીસ અને રોડ સેફ્ટી નિષ્ણાતોની સલાહ લઈને જ કયા સ્થળે બમ્પ મુકવા તે નક્કી કરવામાં આવશે .
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં PMના હસ્તે સરદાર ધામ-3નું લોકાર્પણ:નરેન્દ્ર મોદી 'સરદાર ગૌરવ રત્ન' એવોર્ડથી સન્માનિત, અમદાવાદમાં 500 કરોડના ખર્ચે સરદારધામ યુનિ.ની સ્થાપના કરવાની જાહેરાત
    Next Article
    Dahod Superstition | દાહોદમાં અંધશ્રદ્ધામાં 2 મહિનાના બાળકને આપ્યા ડામ | Black Magic | Superstition

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment