Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એકતાનગર ખાતે બે દિવસીય રાષ્ટ્રીય પ્રવાસન કાર્યશાળા શરૂ:વૈશ્વિક ધોરણોને અનુરૂપ પ્રવાસન સ્થળોના વિકાસ પર ચર્ચા

    6 hours ago

    ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા નર્મદા જિલ્લાના કેવડિયા (એકતાનગર) ખાતે “વૈશ્વિક ધોરણોને અનુરૂપ પ્રવાસન સ્થળોના વિકાસ” વિષયક બે દિવસીય રાષ્ટ્રીય પરામર્શ કાર્યશાળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યશાળામાં કેન્દ્ર સરકારના પ્રવાસન મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ, ઉદ્યોગ જગતના હિતધારકો તેમજ વિષય નિષ્ણાતોએ ભાગ લીધો હતો. દેશભરમાં વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક, ટકાઉ અને અનુભૂતિ આધારિત પ્રવાસન સ્થળોના વિકાસ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. કાર્યશાળાના ભાગરૂપે કેટલાક રાજ્યો દ્વારા વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક પ્રવાસન સ્થળોના વિકાસ અંગે પ્રસ્તુતિઓ પણ કરવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં આંધ્ર પ્રદેશ, બિહાર, ગુજરાત, કેરળ, તેલંગાણા, કર્ણાટક, છત્તીસગઢ અને તમિલનાડુ દ્વારા ગંતવ્ય આધારિત વ્યૂહરચનાઓ, પ્રવાસન આધારભૂત સુવિધાઓના વિકાસ તથા ટકાઉ પ્રવાસન અભિગમોને ઉજાગર કરતી રજૂઆતો કરવામાં આવી હતી. આજે વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા વૈશ્વિક ધોરણોને અનુરૂપ પ્રવાસન સ્થળોના વિકાસ માટેની યોજનાઓ અને વ્યૂહરચનાઓ અંગે વિસ્તારવાર પ્રસ્તુતિઓ યોજાશે. કાર્યશાળાનો પ્રારંભ ભારત સરકારના પ્રવાસન મંત્રાલયના અધિક સચિવ તથા મહાનિર્દેશક સુમન બિલ્લા અને પ્રવાસન મંત્રાલયના સચિવ ભૂવનેશ કુમારે ઉપસ્થિતોને સંબોધિત કરીને કર્યો હતો. કેન્દ્રીય પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને કેન્દ્રીય પ્રવાસન રાજ્યમંત્રી સુરેશ ગોપીએ પણ ઉપસ્થિતોને સંબોધિત કર્યા હતા. પ્રવાસીઓના અનુભવમાં ગુણાત્મક વધારો જેવા વિષયો પર ચર્ચા યોજાઈ કાર્યશાળાના મહત્વપૂર્ણ સત્ર દરમિયાન પ્રવાસન મંત્રાલયના સંયુક્ત સચિવ (ડેસ્ટિનેશન ડેવલપમેન્ટ વિભાગ) સુવાશિષ દાસ દ્વારા “વૈશ્વિક ધોરણોને અનુરૂપ પ્રવાસન સ્થળોના વિકાસ” વિષયક કન્સેપ્ટ નોટ રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સંકલિત ગંતવ્ય આયોજન, પ્રવાસન આધારભૂત સુવિધાઓ, ટકાઉ વિકાસ, ગંતવ્ય વ્યવસ્થાપન તથા પ્રવાસીઓના અનુભવમાં ગુણાત્મક વધારો જેવા વિષયો પર ચર્ચા યોજાઈ હતી. ભારતના પ્રવાસન સ્થળોને વિશ્વસ્તરીય પ્રવાસન સ્થળો તરીકે વિકસાવવા માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ કેન્દ્ર સરકાર સાથે મળીને સંકલિત આયોજન કરવું પડશે. આકર્ષક અને પ્રવાસીઓ માટે આકર્ષણ સાબિત થાય તેવા સ્થળોનું નિર્માણ કરવું પડશે. પ્રવાસન સ્થળો પર વિદેશી પ્રવાસીઓ વધુ આવે તેવા પ્રયાસો કરવા પડશે અને સ્થળોનો પ્રચાર-પ્રસાર પણ કરવો પડશે.
    Click here to Read More
    Previous Article
    એક્સપાયરી ડેટની દવાઓના કૌભાંડ મામલે જીવદયા પ્રેમીઓનો હલ્લાબોલ:કથિત ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માગ, જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળી આવેદનપત્ર આપ્યું
    Next Article
    PM Modi Appeal to Nation LIVE | "સોનું ના ખરીદતા અને...." PM મોદીની જનતાને અપિલ | Petrol | Gold

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment