Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'એક થા ટાઇગર'ના લેખકની એક્ટિંગમાં 'કૂદ':નીલેશ મિશ્રાએ કહ્યું- 'હજુ અભિનયના બાળમંદિરમાં છું'; 'મહારાણી' છોડવા પર મોટો ખુલાસો કર્યો

    6 hours ago

    પત્રકાર, વાર્તાકાર, ગીતકાર અને હવે એક્ટર તરીકે નવી ઇનિંગ્સ શરૂ કરી ચૂકેલા નીલેશ મિશ્રા આ દિવસોમાં ફિલ્મ ‘કૂદ’ ને લઈને ચર્ચામાં છે. આ તેમના યુ-ટ્યુબ ચેનલ પર રિલીઝ થઈ છે. આ અંગે તેમણે ખૂલીને વાતચીત કરી... શું એક્ટિંગ હંમેશાથી તમારા સપનાનો ભાગ હતી? સાચું કહું તો મેં ક્યારેય પોતાને એક્ટર તરીકે જોયો જ નહોતો. કોલેજના દિવસોમાં એક નાટક લખ્યું હતું. તેમાં મુખ્ય ભૂમિકા એક મિત્રને કરવાની હતી, પરંતુ છેલ્લી ઘડીએ તેણે ના પાડી દીધી. ત્યારે મજબૂરીમાં મારે પોતે મંચ પર ઉતરવું પડ્યું. તે પછી જીવન રેડિયો, લેખન અને વાર્તાઓમાં આગળ વધ્યું. પછી એક વાર વિશાલ ભારદ્વાજે એક મુલાકાતમાં કહ્યું કે, 'અભિનયમાં 60 ટકા ભાગ અવાજનો હોય છે.' હવે જ્યારે ‘કૂદ’ દ્વારા કેમેરા સામે આવ્યો છું, ત્યારે લાગે છે કે હું હજી એક્ટિંગના કિન્ડરગાર્ટનમાં છું. ફિલ્મના વિષય પર તમારા શું વિચારો છે? 'પોતાની મરજીના મૃત્યુ'નો અધિકાર એક ખૂબ જ જટિલ અને દાર્શનિક ચર્ચા છે. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ સંબંધમાં હોય છે, ત્યારે સામેવાળો તેમાં પોતાની સંવેદનાઓ અને જીવનનો હિસ્સો રોકે છે. મારું માનવું છે કે આપણે પોતાની મરજીના મૃત્યુને બદલે પોતાની મરજીના જીવનની શોધ કરવી જોઈએ. તમે ‘મહારાણી’ જેવી ચર્ચિત વેબ સિરીઝ છોડી દીધી હતી. આખરે આવું શા માટે કર્યું? ‘મહારાણી’ સિરીઝનો પ્રસ્તાવ આવ્યો, ત્યારે હું લખનઉથી મુંબઈ ગયો, પરંતુ મારી એક શરત હતી કે, સ્ક્રીન પર ગાળાગાળી નહીં કરું. વર્કશોપના પહેલા જ દિવસે અહેસાસ થયો કે, OTT કન્ટેન્ટની માંગ મારી ‘લક્ષ્મણ રેખા’ની બહાર છે, તો મેં તે જ સાંજે મુકેશ છાબડાને મુક્ત કરવાની વિનંતી કરી હતી. આજે ગાળો અને આક્રમક ભાષાને ‘રિયાલિઝમ’ પણ કહેવાય છે ને? મારો ઉછેર, સંવેદનાઓ અને ભાષા અલગ છે. મારું માનવું છે કે, શાલીનતા પણ તેટલી જ પ્રભાવશાળી હોય છે. સંવાદની તાકાત ફક્ત ગાળમાં નહીં, ભાવમાં પણ હોય છે. જો હું મારા મન વિરુદ્ધ જઈને કંઈક કરીશ, તો તે પ્રામાણિક અભિનય નહીં રહે. તમારી સફળતાનું રહસ્ય શું છે? મારી સૌથી મોટી તાકાત છે - 'કોઈપણ વસ્તુ વિશે અગાઉથી ન જાણવું'. જ્યારે મેં રેડિયો પર વાર્તાઓ કહેવાનું શરૂ કર્યું, ત્યારે મને ખબર નહોતી કે, તે કેવી રીતે થાય છે. જ્યારે 'ગામ કનેક્શન' શરૂ કર્યું, ત્યારે મને બિઝનેસની જાણકારી નહોતી. આ મારા માટે બિઝનેસ નહીં, પણ 'મિશન' હતું. બસ મને એટલું જ ખબર હતું કે, ગામડાઓના અવાજને મંચ આપવો છે. મેં મારી બધી જમા-પૂંજી, મારું ઘર, બધું જ તેમાં લગાવી દીધું. જ્યારે કેમેરા સામે ઇન્ટરવ્યુ લેવાનું શરૂ કર્યું હતું, ત્યારે મને કેમેરા એંગલ્સનું જ્ઞાન નહોતું. કારણ કે મને ખબર નહોતી કે, તે કેવી રીતે કરવામાં આવે છે, તેથી મેં તેને મારી રીતે કર્યું. આ જ અજ્ઞાનતા મને નવા પ્રયોગો કરવાની આઝાદી આપે છે. મારું જીવન એક સુંદર યાત્રા છે, જેને હું મારી શરતો અને સાદગી સાથે જીવી રહ્યો છું. તમારા માટે જીવનની સૌથી મોટી વિરાસત શું છે? લોકો તમને કેવી રીતે યાદ રાખે? જ્યારે હું પાછળ ફરીને જોઉં, ત્યારે અફસોસ ઓછામાં ઓછો હોય. લોકો મને એક પ્રામાણિક વ્યક્તિ અને સંવેદનશીલ રચનાકાર તરીકે યાદ રાખે. પ્રસિદ્ધિ આવે કે ન આવે, તમારી પ્રામાણિકતા, શાલીનતા અને ઈમાનદારી જ અંતે સાચી વિરાસત બને છે.
    Click here to Read More
    Previous Article
    Speeding Hayabusa bike rams into car in Telangana, leaves 5 dead including 2 children
    Next Article
    એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:પોલીસે સગીરના હત્યારાના પગમાં ગોળી ઉતારી દીધી, GSTની ચોરી પકડતા વિભાગના રેકોર્ડરૂમમાં આગ લાગતા દસ્તાવેજો ખાખ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment