Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરમાં બે લોકોએ જીવન ટૂંકાવ્યું:લગ્ન અટકી જવાની બીકે યુવકે અને માતાના મૃત્યુના આઘાતમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

    6 hours ago

    શહેરના સોમતળાવ અને અકોટા વિસ્તારમાં આત્મહત્યાના બે કરુણ બનાવો સામે આવ્યા છે. જેમાં એક 26 વર્ષીય યુવકે સગાઈ બાદ લગ્ન નહીં થાય તેવી હતાશામાં અને એક 39 વર્ષીય પરિણીતાએ માતાના અવસાનના આઘાતમાં અંતિમ પગલું ભરી લીધું છે. સોમતળાવ વિસ્તારની ઘટના: સગાઈ બાદ હતાશામાં યુવકની આત્મહત્યા સોમતળાવ પાસેની 'ઓમ રેસિડેન્સી'માં રહેતા 26 વર્ષીય હર્ષિવ ઉર્ફે ગોકુલ ઈશ્વરભાઈ સોલંકીએ પોતાના ઘરના બેડરૂમમાં પંખા સાથે સાડી બાંધીને ગળેફાંસો ખાઈ લીધો હતો. કપુરાઈ પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, વ્યવસાયે ડ્રાઈવિંગ કરતા હર્ષિવની એક મહિના પહેલા સગાઈ થઈ હતી. સગાઈ બાદ યુવતી ઘરે રહેવા આવી હતી, પરંતુ અઠવાડિયા પછી તેના માતા-પિતા તેને પરત લઈ ગયા હતા. આ વાતને લઈને હર્ષિવને સતત ડર રહેતો હતો કે હવે તેના લગ્ન નહીં થાય. આ હતાશામાં તેણે જીવન ટૂંકાવ્યું હતું. અકોટા વિસ્તારની ઘટના: પરિણીતાએ ભર્યું અંતિમ પગલું બીજી ઘટનામાં, અકોટા દિનેશ મિલ પાછળ આવેલા 'સનસિલ્ક એપાર્ટમેન્ટ'માં રહેતી 39 વર્ષીય હિરલ ધ્રુવ સોનીએ પણ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. ઘટના સમયે તેમના પતિ બીજા મકાનમાં સફાઈ માટે ગયા હતા અને બાળકો અલગ રૂમમાં હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે 9 વર્ષ પહેલા હિરલબેનની માતાનું અવસાન થયું હતું, જેના આઘાતમાંથી તેઓ હજુ બહાર આવી શક્યા નહોતા અને સતત નિરાશામાં રહેતા હતા. પોલીસે તપાસ શરૂ કરૂ બંને ઘટનાઓની જાણ થતા જ પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં કેસર કેરી મહોત્સવનો પ્રારંભ:ગીર ગઢડાની પ્રાકૃતિક કેરીનું સીધું વેચાણ, ખેડૂતોને યોગ્ય ભાવ અને ગ્રાહકોને શુદ્ધ તેમજ આરોગ્યપ્રદ ફળ ઉપલબ્ધ
    Next Article
    Opposition slams PM Modi’s call to cut fuel use and foreign travel, alleges ‘policy failure’ and ‘election-focused governance’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment