Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'સમાજનો છોકરો અયોગ્ય હોય એટલે દીકરી બીજા સમાજમાં જાય':અનાર પટેલે પાલનપુરમાં સરદાર પટેલની પ્રતિમાના અનાવરણ પ્રસંગે સમાજને સંભળાવ્યું; મહિલાઓને આગેવાની લેવા હાકલ

    7 hours ago

    પાલનપુરના ગઢ વિસ્તારમાં સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષ અનાર પટેલ, એસપીજીના લાલજી પટેલ સહિત મોટી સંખ્યામાં પાટીદાર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન, અનાર પટેલે સમાજની એકતા, યુવાનોની જવાબદારી અને સમાજમાં વધી રહેલા વિભાજન જેવા મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. એક પ્રશ્નના જવાબમાં અનાર પટેલે જણાવ્યું હતું કે તેમણે ક્યારેય પોતાનો બાયોડેટા તૈયાર કર્યો નથી. જોકે, 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા તેમના આ નિવેદનોને લઈને રાજકીય ચર્ચાઓ તેજ બની છે. અનાર પટેલે જણાવ્યું હતું કે આ દીકરીઓ બીજા સમાજમાં ક્યારે જતી હશે? જ્યારે તમારા-આપણા સમાજના છોકરાઓમાં એ સક્ષમતા નહીં હોય ત્યારે. હું તો ઊંધું કહું છું લો! આપણો છોકરો દારૂ પીતો મળે, આપણો છોકરો રખડતો મળે, આપણો છોકરો કામ કરતો ના મળે, ત્યારે એક દીકરી કોઈ બીજા સમાજના છોકરા જોડે જતી હશે. એવું કેમ આપણે નથી માનતા? એ કેમ અંદરથી નથી આવતું? દરેક વખતે દીકરીઓને સલાહ કેમ? ‘હું બહેન છું એટલે નથી કહેતી, પણ સમાજ બે પૈડાં સરખા હોય ને એની સાથે ચાલે છે. એટલે હું બહેનોને ખાસ કહીશ, તમે બહુ મોટી સંખ્યામાં અહીંયા છો. બહેનોને ખાસ કહીશ બહેનો... આપણે જો ચલાવ્યું ને તો સમાજ બધું જ ચલાવશે. આપણે ના ચલાવ્યું તો આગળ કઈ નહીં ચલાવે.’ ‘અમે ભી બહાર ફરીએ છીએ તો શું અમને તકલીફ નહીં પડતી હોય કામ કરવામાં? અમે બહાર નીકળ્યા છીએ તો શું અમારા ઘરના લોકો ભૂખ્યા રહેતા હશે? અમે બહાર નીકળ્યા છીએ તો શું અમારા છોકરાઓને સંસ્કાર નહીં મળતા હોય? પણ અમે મિશન લીધું છે કે સમાજ માટે અને દેશ માટે કંઈક કરવું છે.’ એટલે બહેનોને ખાસ વિનંતી કે આપણું સંગઠન બહુ સ્ટ્રોંગ કરો કે જેનાથી આપણે સરસ કામ કરીએ અને આપણે ઉદાહરણીય બનીએ, આપણને જોઈને ભાઈઓ પણ શીખે
    Click here to Read More
    Previous Article
    'સમય રૈનાએ ગાળો આપી, અશ્લીલ ઈશારા કર્યા':સુનીલ પાલનો કપિલના શો પર ગંભીર આરોપ- 'અભિમન્યુની જેમ મને ઘેરી લીધો'; સિદ્ધુ-અર્ચના પર પણ પ્રશ્નો ઉઠાવ્યા
    Next Article
    લોકોને મોદીના સભા સ્થળ સુધી પહોંચાડવા 300 બસ રવાના:15,000 ફૂડ પેકેટ તૈયાર, જ્યુસની 30,000 બોટલ પણ બસોમાં મુકાઈ, આરોગ્ય વિભાગે ગરમીને લઈને ORSની પણ વ્યવસ્થા કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment