Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વસ્તી ગણતરીની કામગીરીમાં વિસંગતતા મુદ્દે શિક્ષકોનો વિરોધ:કાળઝાળ ગરમીમાં સર્વેની કામગીરી રદ કરવા માગ

    7 hours ago

    મહેસાણા જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા આજે વસ્તી ગણતરી અને ડ્રોપઆઉટ સર્વેની કામગીરીમાં ઉભી થયેલી વિસંગતતાઓ સામે ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શિક્ષક સંઘના હોદ્દેદારોએ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપીને વરિષ્ઠ શિક્ષકોના અપમાન અને ગરમીના જોખમ વચ્ચે સોંપાયેલી કામગીરી સામે રોષ ઠાલવ્યો હતો. સિનિયર શિક્ષક ગણતરીદાર અને જુનિયર સુપરવાઈઝર! માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ સુધીર પટેલે જણાવ્યું હતું કે, જિલ્લાના ઘણા તાલુકાઓમાં મોટી વિસંગતતા જોવા મળી છે. માધ્યમિક શિક્ષકો કે જેમના પગાર ગ્રેડ અને લાયકાત ઊંચી છે, તેમને વસ્તી 'ગણતરીદાર' (Enumerators) બનાવવામાં આવ્યા છે, જ્યારે તેમનાથી ઓછા ગ્રેડ પે ધરાવતા જુનિયર કર્મચારીઓને 'સુપરવાઈઝર' તરીકે ઓર્ડર આપવામાં આવ્યા છે. આ બાબત શિક્ષકોની મોભાની દ્રષ્ટિએ અયોગ્ય છે અને તેનાથી શિક્ષક આલમમાં ભારે અસંતોષ ફેલાયો છે. નિવૃત્ત થતા શિક્ષકોને પણ કામગીરી સોંપાઈ શિક્ષક સંઘે બીજી રજૂઆત એ કરી હતી કે જે શિક્ષકો આગામી 31 મેના રોજ કે થોડા મહિનાઓમાં નિવૃત્ત થવાના છે, તેમને પણ વસ્તી ગણતરીના આદેશો અપાયા છે. 45 ડિગ્રી જેવી કાળઝાળ ગરમીમાં નિવૃત્તિને આરે પહોંચેલા શિક્ષકોના આરોગ્યનું જોખમ વધી જાય છે, તેથી તેમના ઓર્ડર રદ કરી અન્યને આ કામગીરી સોંપવાની માંગ કરાઈ છે. 45 ડિગ્રી ગરમીમાં ડ્રોપઆઉટ સર્વેનો વિરોધ ધોરણ 10 પછી શાળા છોડી જનાર વિદ્યાર્થીઓનો (ડ્રોપઆઉટ) ઘરે-ઘરે જઈને સર્વે કરવાની કામગીરી શિક્ષકોને સોંપવામાં આવી છે. શિક્ષકોનું કહેવું છે કે આટલી ભીષણ ગરમીમાં ઘરે-ઘરે જઈને સર્વે કરવો અત્યંત કઠિન છે. આ ઉપરાંત, વેકેશન એ શિક્ષકોનો રિફ્રેશ થવાનો મનોવૈજ્ઞાનિક અધિકાર છે, જે આ કામગીરીને કારણે છીનવાઈ રહ્યો છે. શિક્ષકોએ રજૂઆત કરી છે કે વેકેશન પૂરું થયા બાદ શાળાના સમય પછી તેઓ આ રાષ્ટ્રીય કામગીરી કરવા તૈયાર છે.
    Click here to Read More
    Previous Article
    ગોસાબારા નજીક ગેરકાયદે માછીમારી કરતો શખ્સ ઝડપાયો:ટોકનમાં નામ વગર માછીમારી કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી
    Next Article
    કોંગ્રેસના ઉમેદવાર પર થયેલા હુમલાના વિરોધમાં રેલી:કોંગ્રેસી કાર્યકર્તા અને રાજસ્થાની સમાજના લોકો જોડાયા, હુમલાખોરો સામે કાર્યવાહીની માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment