Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાગના ઝાડનું લાકડું બળીને રાખ:મોડાસાના વોલ્વા ગામે ખેતરમાં આગ, કારણ અકબંધ, લાખોનું નુકસાન

    7 hours ago

    અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના વોલ્વા ગામે ખેતરમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં ખેતરમાં રાખવામાં આવેલું 50 થી 60 સાગના ઝાડનું લાકડું બળીને ખાખ થઈ ગયું હતું, જેના કારણે ખેડૂતને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે. આ ઘટના મોડાસાના વોલ્વા ગામે મેઘરજ રોડ પર આવેલા ખોડિયાર મંદિર સામેના ખેતરમાં બની હતી. બપોરના સમયે અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. માહિતી અનુસાર, વોલ્વા ગામના ખેડૂત રમણભાઈ પટેલના ખેતરમાં આ આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક મોડાસા ફાયર વિભાગને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ મોડાસા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, ફાયર ટીમ પહોંચે તે પહેલા જ મોટાભાગનું કિંમતી સાગનું લાકડું બળીને રાખ થઈ ગયું હતું. આગ કયા કારણોસર લાગી તે અંગેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. હાલમાં આગ લાગવાના કારણો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં ધર્મ સભા: સનાતન સંસ્કૃતિ જતન પર ભાર:શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ યુવાનોને માર્ગદર્શન આપ્યું
    Next Article
    IPL 2026 Playoffs Scenario For All 10 Teams As RCB Beat MI To Go Top

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment