Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘાતકી હત્યા:બેડલા ગામે યુવકને લાકડીથી ફટકારી હત્યા બાદ સ્મશાનમાં મૃતદેહ દાટી દીધો

    8 hours ago

    શહેરના કુવાડવા પંથકના બેડલા ગામે અણબનાવમાં એક યુવકની હત્યા કરી તેનો મૃતદેહ ગામના સ્મશાનમાં દાટી દેવાની ચકચારી ઘટના સામે આવી છે. એરપોર્ટ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે તપાસ હાથ ધરતાં સમગ્ર બનાવનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે સ્મશાનમાં ખોદકામ કરાવી જમીનમાં દાટેલો મૃતદેહ બહાર કાઢી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. પીએમ રિપોર્ટમાં યુવકના માથામાં ભારે હથિયારના ઘા લાગતાં મોત નીપજ્યું હોવાનું સામે આવતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી દંપતીની ધરપકડ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ, બેડલા ગામે જીગા કબીરાના ઘરે રહેતો સંજયભાઈ હકાભાઈ વાઘેલા(ઉ.વ.25) છેલ્લા બે-ત્રણ દિવસથી ગુમ હતો. દરમિયાન એરપોર્ટ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ગ્રામજનોની વાતો પરથી જાણવા મળ્યું કે, સંજયની તેના જ કુટુંબીએ લાકડી વડે માર મારી હત્યા કરી મૃતદેહ દાટી દીધો છે. વધુમાં ગત તા.6ના રોજ રાત્રિના સમયે ગામના કેટલાક લોકોએ આરોપી દંપતીને સ્મશાનમાં શંકાસ્પદ હાલતમાં પણ જોયા હોવાનું સામે આવ્યું હતું. બાતમીના આધારે એરપોર્ટ પીઆઇ કે.પી. તરેટિયાની ટીમે તપાસ શરૂ કરી હતી. પોલીસે તા.10ની મધરાતે એફએસએલની ટીમ સાથે સ્મશાને પહોંચી સ્થાનિકોની પૂછપરછ હાથ ધરી હતી. ત્યારબાદ શંકાસ્પદ સ્થળે ખોદકામ કરાવતા જમીનમાં દાટેલો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહ બહાર કાઢી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં કરાયેલા પોસ્ટમોર્ટમ દરમિયાન મૃતક સંજયના માથામાં ભારે હથિયાર વડે ઇજા પહોંચતા મોત થયું હોવાનું સ્પષ્ટ થયું હતું. ત્યારબાદ પોલીસે બેડલા ગામે રહેતા જીગ્નેશ ઉર્ફે જીગો કાળુ કબીરા(ઉ.વ.30) અને તેની પત્ની હિના જીગ્નેશ કબીરા(ઉ.વ.28)ને ઝડપી લઈ પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલ્યું હતું કે, સંજય છેલ્લા પાંચ વર્ષથી તેમની સાથે જ રહેતો હતો. ગત તા.6ના રોજ કોઈ બાબતે થયેલી અણબનાવ અને માથાકૂટ ઉગ્ર બનતા જીગ્નેશે સંજયને લાકડી વડે ઢોરમાર માર્યો હતો. ગંભીર ઇજાઓ થતાં તેનું મોત નીપજ્યું હતું. બનાવ બાદ પોલીસથી બચવા આરોપીએ મૃતદેહને ગામના સ્મશાને લઈ જઈ દાટી દેવાનો પ્લાન બનાવ્યો હતો, જેમાં તેની પત્ની હિનાએ પણ મદદ કરી હતી. એરપોર્ટ પોલીસે આરોપી દંપતી વિરુદ્ધ હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે. સાથે જ મૃતકના સુરતમાં રહેતા દાદીને બનાવ અંગે જાણ કરી મૃતદેહ સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વિદેશી દારૂ ઝડપાયો:અમદાવાદ-રાજકોટ હાઇવે પર ટ્રકમાંથી રૂ.44.79 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
    Next Article
    એક વર્ષ પછી PM મોદી વડોદરા આવશે:સરદારધામ-3નું લોકાર્પણ કરશે, 1.5 કિમીના રોડ શો માટે 15 સ્ટેજ અને વિવિધ રાજ્યોની ઝાંખી રજૂ કરાશે, આ રસ્તાઓ બંધ રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment