Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પીએમ મોદી જામનગર પહોંચ્યાં:સ્વાગત માટે વિશાળ જનમેદની ઉમટી, સભાસ્થળે કીર્તિદાને રમઝટ બોલાવી; શીખ આગેવાને કહ્યું - 'બંગાળ બાદ હવે પંજાબનો વારો'

    18 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 અને 11 મેના રોજ ગુજરાતની મુકાલતે છે. આ પ્રવાસ દરમિયાન તેઓ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ, જામનગર અને સંસ્કારી નગરી વડોદરાની મુલાકાત લેશે. PMના આ હાઈ-પ્રોફાઈલ પ્રવાસને લઈને ત્રણેય શહેરમાં ભક્તિ, રાષ્ટ્રવાદ અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે. આજે તેઓ જામનગર ખાતે પહોંચશે. જ્યાં તેઓ લોકોનું અભાવાદન કર્યા બાદ સક્રિટ હાઉસમાં રાત્રિરોકાણ કરશે. 11 મેના રોજ સોમનાથ મહાદેવના નૂતન મંદિરની પ્રાણપ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘સોમનાથ અમૃત મહોત્સવ’ની ભવ્ય ઉજવણી થઈ રહી છે. જેમાં ભાગ લેશે અને ત્યાર બાદ વડોદરા જવા રવાના થશે. વડોદરામાં પણ એક વિશાળ જાહેર સભાને સંબોધશે. 1. જામનગર: નવવધૂની જેમ સજ્જ છોટી કાશી આજે 10 તારીખે સૌપ્રથમ PM મોદી જામનગરથી પોતાના પ્રવાસની શરૂઆત કરશે. જામનગરમાં વડાપ્રધાનના સ્વાગત અને રાત્રિ રોકાણને લઈને વહીવટી તંત્ર દ્વારા ‘મિનિટ-ટુ-મિનિટ’ કાર્યક્રમ તૈયાર કરાયો છે. 2. સોમનાથ: અમૃત પર્વ પર આકાશમાં ‘સૂર્યકિરણ’ની ગર્જના અને રોશનીનો ઝળહળાટ બીજા દિવસે 11મી મેએ PM મોદી સોમનાથ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘સોમનાથ અમૃત મહોત્સવ’માં સહભાગી થશે. જેને લઈ સોમનાથમાં દિવાળી જેવો માહોલ છે. 3. વડોદરા: પશ્ચિમ બંગાળની જીતનો જશ્ન અને રોડ-શોની તૈયારી 11મી મેએ 'સોમનાથ અમૃત મહોત્સવ’માં સહભાગી થયા બાદ પીએમ મોદી વડોદરામાં ‘સરદારધામ-3’નું લોકાર્પણ કરશે. અહીં તેમનો દોઢ કિલોમીટર લાંબો ભવ્ય રોડ-શો યોજાશે. સુરક્ષા અને તૈયારીઓનો આખરી ઓપ રાજ્યની સુરક્ષા એજન્સીઓ, SPG અને સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા ત્રણેય શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સીસીટીવી સર્વેલન્સ, થ્રી-લેયર બેરિકેડિંગ અને ડ્રોન દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાનના આ પ્રવાસથી ગુજરાતમાં ફરી એકવાર વિકાસ અને ભક્તિનો ઉત્સવ છવાઈ જશે.
    Click here to Read More
    Previous Article
    Tamil Nadu Vijay Oath Ceremony Live Updates: PM Modi congratulates newly sworn-in chief minister Vijay over call
    Next Article
    Dry Sabarmati river in Ahmedabad helps expedite barrage-cum-bridge works

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment