Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંજાના કેસમાં નાસતો-ફરતો રીઢો આરોપી ઝડપાયો.:યુપીથી ગાંજાનો જથ્થો મંગાવનાર જમાલવાડીના કુખ્યાત આરોપીને બાતમીના આધારે પોલીસે તેના જ વિસ્તારમાંથી દબોચ્યો

    6 hours ago

    ​જૂનાગઢ પોલીસ દ્વારા નશાના કારોબાર અને નાસતા-ફરતા ગુનેગારોને પકડવા માટે ચલાવવામાં આવી રહેલી વિશેષ ઝુંબેશમાં SOG ને સફળતા મળી છે. આ દરમિયાન ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કુણાલ એમ. પટેલના નેતૃત્વમાં ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે ગાંજાના કેસમાં સંડોવાયેલો આરોપી પોતાના રહેણાંક વિસ્તારમાં છુપાયો છે. પોલીસે આરોપીનો સતત પીછો કરીને ધરપકડ કરી જૂનાગઢ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ નોંધાયેલા ગંભીર ગુનામાં સરફરાજ ઉર્ફે કારો ઉર્ફે શેઠુ અબ્બુભાઈ કુરેશી લાંબા સમયથી પોલીસને થાપ આપી નાસતો ફરતો હતો. આ આરોપીએ અગાઉ ઉત્તરપ્રદેશ રાજ્યના ગાઝીપુર ખાતેથી ગાંજાનો જથ્થો મંગાવ્યો હતો. આ જથ્થો ડિલિવર કરવા આવનાર પરપ્રાંતીય શખ્સ અગાઉ ગાંજા સાથે પકડાઈ ગયો હતો, પરંતુ મુખ્ય સુત્રધાર એવો સરફરાજ તે સમયે નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસ સતત તેનો પીછો કરી રહી હતી અને આખરે જમાલવાડી ખાડીયા વિસ્તારમાંથી તેને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ બાદ પૂછપરછ હાથ ધરી ​ઝડપાયેલો આરોપી સરફરાજ ઉર્ફે કારો ગુનાહિત ઇતિહાસ ધરાવતો રીઢો ગુનેગાર છે. 22 વર્ષીય આ યુવક વિરુદ્ધ અગાઉ જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશ (IPC 307), મારામારી અને જી.પી. એક્ટ હેઠળ ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આ ઉપરાંત તે જુગારના ગુનામાં પણ સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આરોપીની ધરપકડ બાદ તેની પૂછપરછ હાથ ધરીને ઉત્તરપ્રદેશના માદક પદાર્થોના નેટવર્ક સાથે તેની કઈ રીતે સાંઠગાંઠ હતી તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. ​આ સફળ કામગીરીમાં એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પી.આઈ. કુણાલ પટેલ સહિત PSI ડી.કે. સરવૈયા અને હેડ કોન્સ્ટેબલ પ્રતાપભાઈ, મહેન્દ્રભાઈ, વિક્રમભાઈ તથા પરબતભાઈ સહિતના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી. પોલીસે આરોપીને હસ્તગત કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીથી જૂનાગઢમાં નશાનો વેપાર કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    વડાપ્રધાન બે દિવસ ગુજરાતની મુલાકાતે:'મોદીજી બંગાળ બાદ હવે પંજાબની વારી'; જામનગરમાં PMના સ્વાગતમાં વિશાળ જનમેદની ઉમટી
    Next Article
    Who is Urvil Patel’s sprinting father Mukesh, who ensured he has eaten at least three bags of chana through his life?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment