Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓવરટને એક જ ઓવરમાં બે વિકેટ ઝડપી:તોફાની બેટિંગ કરી રહેલા ઇંગ્લિસ બાદ પંતને પણ પેવેલિન ભેગો કર્યો; લખનઉએ છ વિકેટ ગુમાવી

    16 hours ago

    IPLમાં રવિવારની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે ચેપોક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ચેન્નાઈના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. તેણે છેલ્લી મેચની પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી. જ્યારે, લખનઉમાં જોશ ઇંગ્લિસ અને આવેશ ખાનની વાપસી થઈ છે. પોઈન્ટ્સ ટેબલમાં છઠ્ઠા સ્થાને રહેલી ચેન્નાઈ માટે આ મેચ ટોપ-4ની રેસમાં ટકી રહેવા માટે મહત્વપૂર્ણ છે. જ્યારે, 10મા સ્થાને રહેલી લખનઉ માટે વધુ એક હાર તેમને ટુર્નામેન્ટમાંથી બહાર કરી શકે છે. ચેન્નાઈ આ સીઝનમાં કન્સિસ્ટન્સીના અભાવ સામે ઝઝૂમી રહી છે, પરંતુ ચેપોકમાં ટીમ લય મેળવવા માંગશે. બંને ટીમની પ્લેઇંગ-11 ચેન્નઈ સુપર કિંગ્સ: ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), ઉર્વિલ પટેલ, કાર્તિક શર્મા, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, જેમી ઓવરટન, અકીલ હુસૈન, નૂર અહમદ, અંશુલ કંબોજ અને મુકેશ ચૌધરી. ઇમ્પેક્ટ પ્લેયર્સ: ગુર્જપનીત સિંહ, પ્રશાંત વીર, મેથ્યુ શોર્ટ, સરફરાઝ ખાન અને આકાશ મધવાલ. લખનઉ સુપર જાયન્ટ્સ: મિચેલ માર્શ, જોસ ઇંગ્લિસ, નિકોલસ પૂરન, ઋષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), એઇડન માર્કરામ, અક્ષત રઘુવંશી, હિંમત સિંહ, શહબાઝ અહમદ, મોહમ્મદ શમી, પ્રિન્સ યાદવ અને દિગ્વેશ રાઠી. ઇમ્પેક્ટ પ્લેયર્સ: મુકુલ ચૌધરી, આવેશ ખાન, અબ્દુલ સમદ, એમ સિદ્ધાર્થ અને મયંક યાદવ.
    Click here to Read More
    Previous Article
    ‘My period is late, but I’m spotting. I only notice it when I wipe. What is going on?’
    Next Article
    જાડેજાને કઈ ભૂલ ભારે પડી?:ઉપરથી ઓર્ડર આવ્યો, હવે અર્શદીપની દુકાન બંધ; અશ્વિને આર્મી ઓફિસરની મજાક ઉડાવી!

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment