Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્લેનના પંખામાં ઘૂસેલા માણસનું 'કચૂંબર' બની ગયું:ડેનવર એરપોર્ટ પર વિચિત્ર ઘટના; એરપોર્ટની દીવાલ કૂદીને પ્લેન તરફ દોડ મૂકી, પાયલટે ઈમરજન્સી જાહેર કરી પ્લેન રોકી દીધું

    7 hours ago

    અમેરિકાના સ્ટેટ કોલોરાડોની રાજધાની ડેનવરના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિચિત્ર ઘટના બની. રાતના સમયે દીવાલ કૂદીને એક વ્યક્તિ રન વે પર ધસી આવ્યો ને ફ્રન્ટીયર એરલાઈન્સના રન વે પર દોડી રહેલા વિમાનના પંખામાં આવી ગયો. જાણે એ માણસ ખોવાઈ જ ગયો હોય તેમ તેનું કચૂંબર બની ગયું. માંસના લોંદા પંખામાં ને પ્લેનમાં ચારેય તરફ ચોંટી ગયા હતા અને લોહી ઉડ્યું હતું. પાયલટે ATCને વોઈસ મેસેજ મોકલ્યો કે પ્લેન સાથે કોઈ અછડાયું છે અને તરત તેમણે પ્લેન ઊભું રાખી દીધું. ડેનવર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રનવે પર દોડી ગયેલી એક વ્યક્તિ સાથે ફ્રન્ટિયર ફ્લાઇટ 4345 અથડાયા પછીની ભયાવહ ક્ષણો ચોંકાવનારા એર ટ્રાફિક કંટ્રોલ ઓડિયોમાં કેદ થઈ છે. અહેવાલ મુજબ, ટક્કર એટલી ગંભીર હતી કે શરીરના અંગો રનવે પર વિખરાયેલા મળી આવ્યા હતા. એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના રાત્રે લગભગ 11:19 વાગ્યે બની હતી. એક અજાણી વ્યક્તિએ વાડ કૂદીને અને એક્ટિવ રનવે વિસ્તારમાં પ્રવેશ કરીને એરપોર્ટ સુરક્ષાનો ભંગ કર્યો હતો. જ્યારે ફ્રન્ટિયર એરલાઇન્સનું વિમાન વ્યક્તિ સાથે અથડાયું ત્યારે તે ગતિમાં હતું. ATC ઓડિયોમાં ફ્રન્ટિયર ફ્લાઇટ 4345 ના પાઇલટ કંટ્રોલ ટાવરને જાણ કરતા સાંભળી શકાય છે કે “ટાવર, ફ્રન્ટિયર 4345, અમે રનવે પર રોકાઈ રહ્યા છીએ. પ્લેન સાથે હમણાં કોઈ અથડાયું છે... અમારા એન્જિનમાં આગ લાગી છે,” થોડી જ વાર પછી, એરપોર્ટ સ્ટાફે પુષ્ટિ કરી કે રનવે પર માનવ અવશેષો દેખાઈ રહ્યા હતા. “રનવે પર અંગો છે. મને લાગે છે કે વિમાન કોઈ વ્યક્તિ સાથે અથડાયું છે. રનવે પર માનવ અવશેષો દેખાઈ રહ્યા છે,” એરપોર્ટના એક કર્મચારીએ ઓડિયો વાતચીતમાં જણાવ્યું. ફ્લાઇટઅવેર અનુસાર, અકસ્માત સમયે વિમાન લગભગ 149 માઇલ પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરી રહ્યું હતું. ઘટના બાદ રનવે બંધ કરવામાં આવ્યો ATC.com વેબસાઇટ અનુસાર, ફ્રન્ટિયર એરલાઇન્સની ફ્લાઇટ 4345 સ્થાનિક સમય અનુસાર, રાત્રે લગભગ 11:19 વાગ્યે (શનિવાર, બ્રિટિશ સમય અનુસાર સવારે 6.19 વાગ્યે) ઉડાન ભરી રહી હતી, ત્યારે વિમાન એક વ્યક્તિ સાથે અથડાયું અને વ્યક્તિનું મૃત્યુ થયું. આ દરમિયાન ફ્લાઇટના એન્જિનમાં આગ પણ લાગી ગઈ. ઘટનાના તરત જ બાદ રનવે બંધ કરી દેવામાં આવ્યો. સંભાવના છે કે થોડા કલાકો પછી ફરીથી રનવે પર ઉડાન શરૂ કરવામાં આવશે. 12 મુસાફરોને સામાન્ય ઈજાઓ ઘટના સમયે વિમાનમાં 224 મુસાફરો અને ક્રૂના 7 સભ્યો સવાર હતા. તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. તેમાંથી 12 લોકોને સામાન્ય ઈજાઓ થઈ અને તેમાંથી પાંચને સ્થાનિક હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા. લોસ એન્જલસ જતી આ ફ્લાઇટના મુસાફરોને બસ દ્વારા એરપોર્ટ ટર્મિનલ સુધી લઈ જવામાં આવ્યા. તેમાંથી મોટાભાગના મુસાફરો બીજી ફ્રન્ટિયર એરલાઇન્સની ફ્લાઇટથી રવાના થઈ ચૂક્યા છે. ધ ન્યૂ યોર્ક પોસ્ટ સાથે વાત કરતા મુસાફર જોન એન્થેન્સે જણાવ્યું હતું કે શરૂઆતમાં વિમાનમાં બેઠેલા ઘણા મુસાફરો સમજી શક્યા ન હતા કે શું થયું છે. જોકે, મુસાફરોએ જોરદાર ધડાકો સાંભળ્યો, બાળકો રડવા લાગ્યા અને કેબિનમાં ચીસો પડી ગઈ તે પછી ઝડપથી ગભરાટ ફેલાઈ ગયો. પોકેમોન ગો ટુર્નામેન્ટ માટે પોતાના પુત્રો સાથે મુસાફરી કરી રહેલા 56 વર્ષીય એન્થેન્સે આ અવાજને "બોમ્બ" ફૂટ્યો હોય તેવો અવાજ ગણાવ્યો. તેમણે કહ્યું કે તેમણે એન્જિનમાંથી આગના ગોટા નીકળતા જોયા જ્યારે વિમાનના કેબિનમાં ગાઢ ધુમાડો ઝડપથી ફેલાઈ ગયો. "મારા પિતાએ કહ્યું કે જ્યારે એન્જિનમાં આગ લાગી, ત્યારે તેઓ એન્જિનમાં ફરી રહેલા એક માણસના પગ જોઈ શક્યા... એ દ્રશ્ય જોઈને મને આઘાત લાગ્યો છે," એન્થેન્સના પુત્રએ કહ્યું. ફ્રન્ટિયર એરલાઇન્સે પાછળથી એક નિવેદન બહાર પાડીને કહ્યું, "અમે આ ઘટનાની તપાસ કરી રહ્યા છીએ અને એરપોર્ટ અને અન્ય સુરક્ષા અધિકારીઓ સાથે સંકલનમાં વધુ માહિતી એકત્રિત કરી રહ્યા છીએ. આ ઘટનાથી અમને ખૂબ દુઃખ થયું છે." એ વ્યક્તિ જાણે પ્લેનમાં આપઘાત કરવા આવ્યો હોય તેવું લાગતું હતું. છતાં આ માણસ કોણ હતો, તેની તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ઓવરટને એક જ ઓવરમાં બે વિકેટ ઝડપી:તોફાની બેટિંગ કરી રહેલા ઇંગ્લિસ બાદ પંતને પણ પેવેલિન ભેગો કર્યો; લખનઉએ ચાર વિકેટ ગુમાવી
    Next Article
    મોડાસાના મોટીઇસરોલમાં પંખીઘર-હવાડાનું ઉદ્ઘાટન:પૂજ્ય રામજીબાપાના હસ્તે સત્સંગ સાથે કરાયું

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment