Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મનપાએ દિવ્યાંગ કર્મચારીઓને વસ્તી ગણતરીના ઓર્ડર પકડાવ્યા:રજૂઆત કરવા ગયેલા શિક્ષકો સાથે અધિકારીનું ઉદ્ધતભર્યા વ્યવહારથી રોષ, ઓર્ડર રદ કરવા માટે આજીજી

    6 hours ago

    સુરત મનપા દ્વારા આગામી સમયમાં હાથ ધરવામાં આવનારી વસ્તી ગણતરીની કામગીરી માટે કર્મચારીઓની નિમણૂક પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જોકે, આ પ્રક્રિયા શરૂ થતાની સાથે જ વિવાદમાં સપડાઈ છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને અનેક દિવ્યાંગ કર્મચારીઓને પણ વસ્તી ગણતરીની ફિલ્ડ ડ્યુટી માટેના ઓર્ડર પકડાવી દેવામાં આવતા કર્મચારીઓમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી છે. દિવ્યાંગ કર્મચારીઓએ આક્ષેપ કર્યો છે કે આ નિર્ણય માનવીય અભિગમનો અભાવ દર્શાવે છે અને પ્રવર્તમાન કાયદાઓનું સરેઆમ ઉલ્લંઘન છે. દિવ્યાંગ કર્મચારીઓને વસ્તી ગણતરી કામગીરીના ઓર્ડર અપાતા રોષ વસ્તી ગણતરીની પ્રક્રિયા જટિલ અને શારીરિક શ્રમ માગી લે તેવી કામગીરી છે. સુરત જેવા ગીચ વસ્તી ધરાવતા શહેરમાં કર્મચારીઓએ ઘરે-ઘરે જઈને માહિતી એકત્રિત કરવાની હોય છે. મનપા પ્રશાસન દ્વારા તાજેતરમાં વિવિધ વિભાગના કર્મચારીઓને આ કામગીરીના ઓર્ડર આપવામાં આવ્યા છે, જેમાં વ્હીલચેર પર રહેલા અથવા ચાલવામાં ગંભીર તકલીફ અનુભવતા દિવ્યાંગોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. દિવ્યાંગ કર્મચારીઓનો વિરોધ એ છે કે, સુરતના અનેક વિસ્તારોમાં બહુમાળી ઈમારતો આવેલી છે જ્યાં લિફ્ટની સુવિધા હોતી નથી. આ ઉપરાંત, સાંકડી ગલીઓ, સ્લમ વિસ્તારો અને કાચા રસ્તાઓ પર દિવ્યાંગ વ્યક્તિ માટે અવરજવર કરવી લગભગ અશક્ય છે. આવી સ્થિતિમાં તેઓ વસ્તી ગણતરીની ડ્યુટી કેવી રીતે નિભાવી શકે તેવો પ્રશ્ન ઉઠી રહ્યો છે. 'સુનીલભાઈએ અમાનવીય વ્યવહાર કરતા કહ્યું 'તમારો ઓર્ડર કેન્સલ નહીં થાય, તમારે કરવું હોય તે કરી લો' દિવ્યાંગજનોના સામાજિક કાર્યકર હિંમતભાઈ કાપુરેએ જણાવ્યું હતું કે, આજ રોજ કેટલાક દિવ્યાંગ શિક્ષક ભાઈ-બહેનોનો વસ્તી ગણતરીના ઓર્ડર બાબતે ફોન કોલ્સ આવતા હું સુરત મહાનગરપાલિકા, મુગલીસરા ખાતે 12 નંબરની ઓફિસમાં સુનીલભાઈને મળ્યો હતો. સુનીલભાઈને અગાઉ દિવ્યાંગ શિક્ષકોએ ખૂબ જ રજૂઆત કરીને પોતાનો વસ્તી ગણતરીનો ઓર્ડર રદ કરવા માટે આજીજી કરી હતી, પરંતુ સુનીલભાઈએ અમાનવીય વ્યવહાર કરતા તેઓએ ઘસીને કહ્યું 'તમારો ઓર્ડર કેન્સલ નહીં થાય, તમારે જે કરવું હોય તે કરી લો, તમારે ગાંધીનગર જવું હોય તો ગાંધીનગર જાવ પણ ઓર્ડર કેન્સલ નહીં થાય' તે વાત કહીને તેઓને રવાના કર્યા હતાં. 'પહેલાં કહ્યુ હતું કે, દિવ્યાંગજનોના ઓર્ડર નીકળશે નહીં' તેને વધુમાં કહ્યું કે, ત્યારબાદ મારી સાથે વાત કરતા સુનીલભાઈનું કહેવું છે કે, શિક્ષણ સમિતિ દ્વારા અમને દિવ્યાંગ શિક્ષકો આગળ દિવ્યાંગતાની રીમાર્ક નથી હોતી. હું આપના માધ્યમથી સુનીલભાઈને પણ કહેવા માંગુ છું, યાદ અપાવવા માંગુ છું કે એક મહિના અગાઉ જ્યારે ઇલેક્શન કમિશનના ઓર્ડર નીકળ્યા હતા, તે વખતે વસ્તી ગણતરીના ઓર્ડર પણ નીકળ્યા હતા. તે વખતે સુનીલભાઈને રૂબરૂ મુલાકાત કરીને આ તમામ ઓર્ડર રદ કરવાની આજીજી કરી હતી, વિનંતી કરી હતી. તે વખતે સુનીલભાઈએ મૌખિક આશ્વાસન આપ્યું હતું કે કોઈ પણ દિવ્યાંગજનોના ઓર્ડર નીકળશે નહીં, ભલે હાલ જે ઓર્ડર નીકળી ગયા છે પરંતુ તેઓએ કામગીરી કરવાની રહેશે નહીં. 'અમને ન્યાય મળે અને અમાનવીય, નિર્દયીતા દાખવતા અધિકારીઓ સામે કાર્યવાહી થાય તેવી માગ' કાપુરેએ જણાવ્યું હતું કે, હું આપના માધ્યમથી જાણવા માંગુ છું કે સુનીલભાઈ હાલ આ ફરજ બજાવવાની વાત કેમ કરી રહ્યા છે દિવ્યાંગો પાસે? શું આશા છે તે જણાવશો. આ દિવ્યાંગજનો વસ્તી ગણતરી રદ કરવાની કોઈ ભીખ નથી માંગતા. તો સુનીલભાઈ અમાનવીય વ્યવહાર દિવ્યાંગો સાથે કેમ કરી રહ્યા છે? તેનો જવાબ આપના માધ્યમથી અપાવશો. તમામ દિવ્યાંગોને ન્યાય અપાવશો અને આવા અમાનવીય, નિર્દયીતા દાખવતા અધિકારીઓ સામે કાર્યવાહી થાય તેવી તમામ દિવ્યાંગો વતી હું આપ સૌને અપીલ કરું છું. સુરત મહાનગરપાલિકાના અધિકારી સુનિલભાઈ જણાવ્યું હતું કે, મેં કોઈના ઓર્ડર રદ કરવાની ના નથી પાડી અમને અરજી આપી દો અમે નામ દૂર કરી દઈશું. પરંતુ તે પ્રક્રિયા ખૂબ જ જટિલ છે એટલે એક સાથે બધા જ દિવ્યાંગ કર્મચારીઓ અરજી આપીને કામગીરીમાં સહકાર આપશે તો બધાના ઓર્ડર રદ થઈ જશે.
    Click here to Read More
    Previous Article
    યોગી મંત્રીમંડળનું વિસ્તરણ- ભૂપેન્દ્ર ચૌધરીએ સૌથી પહેલા શપથ લીધા:મનોજ પાંડેય, અજીત સિંહ પાલ, સોમેન્દ્ર તોમર પણ મંત્રી બન્યા
    Next Article
    Amid Trisha Affair Rumours, Vijay's Wife, Children Skip Oath-Taking Ceremony

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment