Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વીડિયો ઉતારતી યુવતીઓ સાથે પોલીસકર્મીની ઝપાઝપી:અમદાવાદમાં રાતે ગાર્ડનમાં રમવા ગયેલા બાળકો પર પોલીસે હાથ ઉઠાવ્યાનો આક્ષેપ; યુવતીએ ગાળો ભાંડી

    3 days ago

    અમદાવાદના વાસણા વિસ્તારમાં પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. ગાર્ડનમાં રમવા ગયેલા બે સગીર બાળકો પર પોલીસકર્મીઓએ હાથ ઉઠાવ્યો હોવાનો અને વીડિયો ઉતારતી યુવતીઓ સાથે ગેરવર્તણૂક કરી ઝપાઝપી કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાના વીડિયો પણ સામે આવ્યાં છે, જેમા રોષે ભરાયેલી યુવતી પોલીસકર્મીને ગાળો ભાંડી રહી છે. આ ઘટના બાદ યુવતીએ પોલીસ કમિશનરને લેખિત અરજી કરી કડક કાર્યવાહીની માગ કરી છે. ચોરીની શંકા રાખી બાળકોને ધમકાવ્યા પોલીસ કમિશનરને કરાયેલી અરજી મુજબ, 8 મે, 2026ની રાત્રે અંદાજે 11 વાગ્યાની આસપાસ વાસણાના સિનિયર સિટીઝન પાર્ક પાસે 9 અને 11 વર્ષના બે સગીર ભાઈઓ રમવા ગયા હતા. ગાર્ડનનો દરવાજો ખુલ્લો હોવાથી બાળકો અંદર પ્રવેશ્યા હતા. આ દરમિયાન સિક્યુરિટી ગાર્ડે બાળકોને 'ચોર' સમજી લાકડી લઈને તેમની પાછળ દોટ મૂકી હતી, જેનાથી ગભરાઈને બાળકો સાયકલ મૂકીને પાર્કની રેલિંગ કૂદી ત્યાંથી ભાગી છૂટ્યા હતા. પીસીઆર વાનના પોલીસકર્મીએ લાફો માર્યાનો આક્ષેપ બાળકો જ્યારે થોડીવાર પછી પરત આવ્યા ત્યારે ત્યાં ઉભેલી પીસીઆર વાનના બે પોલીસકર્મીઓ (એક યુનિફોર્મમાં અને એક સાદા કપડામાં) પૈકી એકે 11 વર્ષના બાળકને લાફો માર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પોલીસકર્મીઓએ બાળકો પર ચોરીનો ખોટો આરોપ લગાવી પોલીસ સ્ટેશન લઈ જવાની ધમકી આપી હતી અને તેમના પરિવારને સ્થળ પર બોલાવ્યા હતા. યુવતીઓ સાથે ઝપાઝપી અને મોબાઈલ ખેંચી લેવાયો બાળકોના પરિવારની યુવતીઓ અને મહિલાઓ જ્યારે સ્થળ પર પહોંચી, ત્યારે તેમણે પોલીસની આ ગેરવર્તણૂકનો વીડિયો ઉતારવાનું શરૂ કર્યું હતું. આ જોઈને ઉશ્કેરાયેલા પોલીસકર્મીઓએ યુવતીના હાથમાંથી મોબાઈલ ખેંચી લીધો હતો અને તેમની સાથે ઝપાઝપી કરી હોવાનો પણ આક્ષેપ છે. તો બીજી તરફ પોલીસ તરફથી જાહેર કરવામાં આવેલા વીડિયોમાં પોલીસ મહિલાઓને વિનંતી કરી ગાળો ન બોલવા અને શાંતિ રાખવાનું રહી છે. મહિલાઓએ પોલીસને ગાળો આપી, પોલીસે કોઈ ગેરવર્તન કર્યું નથીઃ PI આ મામલે વાસણા પોલીસ સ્ટેશનના પીઆઇએ જણાવ્યું કે, સિનિયર સિટીઝન પાર્કમાં રાતે 12 વાગે બાળકો હતા. ગાર્ડનમાં ચોરી થયાની પોલીસને જાણ થતા PCR વાન પહોંચી હતી, જેમાં એક આઉટ સોર્સના ડ્રાઈવર હતા અને એક પોલીસકર્મી હતા. બંને બાળકો ગાર્ડનમાં છુપાઈ ગયા હતા, જેથી ડ્રાઇવરે તેમને બહાર કાઢ્યા હતા. બંનેના પરિવારને જાણ કરતા પરિવારની મહિલાઓ આવી હતી, જેમણે પોલીસને બિભત્સ ગાળો આપી હતી. પોલીસ દ્વારા કોઈ ગેરવર્તન કરવામાં આવ્યું નથી અને બાળકને લાફો પણ મારવામાં આવ્યો નથી.
    Click here to Read More
    Previous Article
    CM બનતાં પહેલાં જ થલાપતિને રાજ્યપાલે ટોક્યા:માતા-પિતા ભાવુક થયા; હું જોસેફ વિજય....બોલતા જ 3 મિનિટ સુધી તાળીઓ ગુંજી; થલાપતિની રાહુલ સાથે સેલ્ફી; મોમેન્ટ્સ
    Next Article
    લગ્નની લાલચ આપી મહિલા પર દુષ્કર્મ આચરનાર AAP પ્રવક્તાની ધરપકડ:એક મહિના બાદ કાળુ વઘાસિયા દબોચાયો, 'બિલ્ડર તુષાર ઘેલાણી' જેમ પોતાને ગોળી મારી કાંડ કરવાની ધમકી આપી'તી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment