Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મરક મરક:બીજીવારના લગ્ન એટલે ભૂલ સુધારણા કાર્યક્રમ!

    5 days ago

    સુશીલાબહેન બોરીસાગરના પુત્ર ધ્રુવ બોરીસાગર પક્ષીઓને ચણ અને ગાયને ઘાસ નાખી દો એટલે પુણ્ય કમાઈ લીધું, એવા ભ્રમ રાચતા માણસે પુણ્યની વ્યાખ્યા બહુ નાની બનાવી દીધી છે. કરેલાં કર્મોનું ફળ અહીં ભોગવીને જ જવાનું હોય છે પણ કમાયેલું પુણ્ય બીજા જન્મમાં કૅરી ફોરવર્ડ થતું હોય છે! (અમુક લોકોના જીવન જોતાં આ વાત સાચી લાગતી નથી!) આ બધાં પુણ્ય કરતાં સો ગણું ચડે એવું પુણ્ય એટલે છોકરા-છોકરીનાં મા-બાપને ઠેકાણું દેખાડીને આંગળી ચીંધવાનું પુણ્ય! (જોકે, લગ્ન પછી બેમાંથી એકને તો ચોક્કસ એવું લાગશે કે મારા ગયા જનમના પુણ્ય આના આંગળી ચીંધ્યાના પુણ્યના આડે કેમ ન આવ્યા!) કોઈપણ લગ્નવિષયક ટચૂકડી જાહેરખબરમાં ‘નિર્દોષ છૂટાછેડા લીધેલ છે’ આવું કેમ લખવામાં આવે છે? એ અનુભવ ન હોવાથી સમજાતું નથી, પણ આવા જ છૂટાછેડા લઈને નિર્દોષાનંદને વરેલા મિત્ર માટે આંગળી ચીંધ્યાનું પુણ્ય કમાવાની મને કમતિ સૂઝી! મિત્ર પાસે જઈને બીજીવાર લગ્ન કરવાની વાત મૂકી તો છૂટાછેડા લીધાને થોડો સમય જ થયો હતો એટલે મિત્રની અંદરનો જ્વાળામુખી ભભૂક્યો! ‘કેમ તને મારી સ્વતંત્રતાની ઇર્ષા આવે છે? જો કોઈ મારી આટલી આટલી શરતો મંજૂર રાખે તો... હું બીજી નહીં, જરૂર પડ્યે ત્રીજીવાર પરણવા પણ તૈયાર છું.’ એણે કીધેલી કેટલીક શરતો.... એકતા કપૂરની સિરિયલની જેમ લગ્નજીવનનો દરેક પ્રશ્ન પણ ‘ક’થી શરૂ થાય છે! (કહાની હર વર કી) બહાર જઈએ ત્યારે ‘ક્યાં જાઓ છો?’ અને ‘ક્યારે પાછા આવશો?’ આવા બે પ્રશ્નો ઉપરાંતના ‘કોની સાથે જાવ છો?’, ‘કેમ જાવ છો?’, ‘કેમ હજુ ગયા અઠવાડિયે તો ગયા હતા’ અરે મોબાઈલ ફોન કરે ત્યારે પણ ‘કેમ છો?’ કહેવાને બદલે ‘ક્યાં છો?’ જેવા અભ્યાસક્રમ બહારના પ્રશ્ન પૂછીને પતિને મૂંઝવે નહીં એવી પત્ની મળે તો ...... ‘મારે પણ હવે યોગ અને ધ્યાન ધરીને તમારી જેમ બોલવાનું ઓછું કરવું છે’ કારણ કે પુરુષ એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખે છે પરંતુ સ્ત્રીઓ બંને કાનેથી સાંભળીને જીભ વાટે કાઢે છે! (વઢે છે, પછી વાઢે છે!) લગ્ન પછી પતિના ઓછા બોલવાને લગ્નની આડઅસર સમજી શકે એવી પત્ની મળે તો... દિવસમાં એક જ વાર ટોકવાનું. એકવાર ટોક્યા પછી જો ‘ટોકાર્પણ’ ઊપડે તો બીજા દિવસ સુધી રાહ જોવાની! એમાંય ટોણા જો ઝઘડાનું સ્વરૂપ લઈ લે તો પતિની સાત પેઢીને વચ્ચે નહીં લાવવાની. હવે બહુ ઓછા દિવસો જીવવાના બાકી હોવાથી રિસામણાં-મનામણાંનો લોક ઇન પિરિયડ માત્ર એક દિવસનો રાખે એવી પત્ની મળે તો ... સ્ત્રીઓની જીભ પાસે ઓછામાં ઓછા સો જેટલા લહેકાઓ હશે. એમાંય ‘પ્લીઝ’થી શરૂ થતો કામ સોંપવાનો લહેકો તો કમાલનો હોય છે! પોતે સત્તાધારી પક્ષ હોવા છતાં પતિએ કરેલા કામને વિરોધ પક્ષની જેમ જોયા, જાણ્યા, અને સમજ્યા વિના કરેલા કામને વખોડવાને બદલે વખાણ કરે એવી પત્ની મળે તો ... બધાંની વચ્ચે પતિને વાણી-વર્તનની સતત સૂચનાઓ ન આપે, ઘરના બંધારણના નિયમો બદલાવ્યા ન કરે, મહેમાન આવે ત્યારે પતિ માટે જે અહોભાવ પ્રગટ કરે એના 20% પણ મહેમાનની ગેરહાજરીમાં અહોભાવ રાખીને પોતે જેમાં માનતા હોય એની માનતા પાછી પતિને પણ ન લેવડાવે એવી પત્ની મળે તો... આ જ ફાવશે, આ જ ભાવશે, આ જ ચાલશે - પતિએ છોડી દીધેલા આ બધા આગ્રહોની કદર કરી ક્યારેક પતિની અપેક્ષાને માન આપે એવી પત્ની મળે તો ... નાનુ બાળક રડે તો બધાં એવું કહે, ‘એને રડવા દો તો એનાં ફેફસાં મજબૂત થશે.’ આ નિયમ પુરુષોને પરણ્યા પછી લાગુ પડતો હોય છે! દૂધનો દાઝેલો છાશ ફૂંકીફૂંકીને પીએ પણ, સંસારનો દાઝેલો તો આઇસક્રીમ પણ ફૂંકીફૂંકીને ખાશે એવું લાગ્યું! મિત્રના બીજીવારના લગ્ન એ ભૂલ સુધારણા કાર્યક્રમ હોય એવું લાગ્યું! કોઈ સ્ત્રી આટલો મોટો ભોગ તો ન આપે અને મિત્રની અપેક્ષિત શરતો પ્રમાણે જો આવનારી વર્તે તો પછી એની પાસે કોઈ પ્રવૃત્તિ જ ન રહે એમ લાગતા મેં આંગળી ચીંધ્યાનું પુણ્ય કમાવાનું મુલતવી રાખ્યું! આઈસક્યૂબ : લગ્ન પહેલાં પત્ની અંગેની સાંભળેલી મજાક લગ્ન કર્યાં પછી દરેક પતિને એ મજાક નહીં પણ, સચ્ચાઈ લાગે છે!
    Click here to Read More
    Previous Article
    શબ્દસૌંદર્ય:છદ્મિકા: ઔષધિ ‘ગળો’નું સંસ્કૃત નામ
    Next Article
    જીવનના હકારની કવિતા:બાળપણની જાજરમાન વિરાસત

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment