Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મૉન્ટાજ:વિજયની ‘થલપતિ’ બનવાની સફર

    14 hours ago

    દક્ષાબહેન દવેના પુત્ર પાર્થ દવે 1985માં કાદર ખાનના ડાયલૉગ્સવાળી, જીતેન્દ્ર – શ્રીદેવીની એક ફિલ્મ આવી હતીઃ ‘બલિદાન’. બે વર્ષ પછી જૅકી શ્રોફ – હેમા માલિની – રાધિકા (તમિલ – તેલુગુ) અભિનિત ફિલ્મ આવી, ‘કુદરત કા કાનૂન’. એ પછી ‘આઝાદ દેશ કે ગુલામ’, ‘મેરા દિલ તેરે લિએ’ અને છેલ્લે મિથુન ચક્રવર્તી – શિલ્પા શિરોડકરની ‘જીવન કી શતરંજ’ આવી. છેલ્લે એટલે એના પછી ડિરેક્ટરે ફિલ્મો કરી, પણ હિન્દી ભાષામાં ન કરી. તમિલમાં ચાલુ રાખી. આ ફિલ્મો પણ મલયાલમ – તમિળ ભાષાની રિમૅક ફિલ્મો હતી. બહુધા પોતાની જ ફિલ્મોની પુન:આવૃત્તિ હતી. આ બધી ફિલ્મો ઓછી જાણીતી છે. ડિરેક્ટરનું નામઃ એસ. એ. ચંદ્રશેખર. એસ. એ. ચંદ્રશેખરે કુલ 60 થી વધુ ફિલ્મો બનાવી. મોટા ભાગની ફિલ્મો તમિળ અભિનેતા વિજયકાંત સાથે કરી, જે બાદમાં નેતા બન્યા. એસ. એ. ચંદ્રશેખર અને વિજયકાંતની ‘વેટ્રી’ નામક ફિલ્મ 1984માં આવી, જેના ક્રેડિટ્સમાં બાળ કલાકાર તરીકે એક નામ હતું: ‘વિજય’. આ બાળ કલાકારે વિજયકાંતના બાળપણનું પાત્ર ભજવ્યું હતું. એંશીનો દાયકો હતો. રજનીકાંતની બોલબાલા હતી. તમિલ સિનેમા આગળ વધી રહ્યું હતું. વિજય પણ રજનીકાંતનો પાકો ફૅન. તેમની ફિલ્મો જોઈને ઘરે આવીને નકલ કરતો. ઈચ્છા તો હીરો બનવાની હતી, પણ બાળ કલાકાર તરીકે ફિલ્મો કર્યા બાદ પિતાની ઈચ્છા નહોતી કે સુપુત્ર હીરો બને. વિજયે મમ્મી સમક્ષ રજૂઆત કરી, પિતાએ ના ભણી. બહુ મનાવતા કહ્યું કે પરફૉર્મન્સ આપ પછી વાત! વિજયે એક સીન તૈયાર કર્યો. એ સીન રજનીકાંતની ‘અન્નામલાઈ’ ફિલ્મનો હતો. વિજયે પરફૉર્મ કર્યું ને પિતા માન્યા. વિજયની એઝ અ લીડ પહેલી ફિલ્મ હતીઃ ‘નાલૈયા થીરપૂ’. ડિરેક્ટરઃ એસ. એ. ચંદ્રશેખરન. વિજયનું નામ આ ફિલ્મમાં ‘વિજય’ જ હતું અને આ પ્રણાલી પછી પડી જવાની હતી! જોકે, આ ફિલ્મ ફ્લૉપ સાબિત થઈ. ખરાબ રિવ્યૂઝ આવ્યા. વિજયને અભિનય અને લુક્સ માટે વખોડવામાં આવ્યા. 20 વર્ષીય વિજય નિરાશામાં ગરકાવ હતા અને પછી 1994માં એક ફિલ્મ આવી, નામઃ ‘રસિગન’. જેમાં ક્રેડિટમાં લખવામાં આવ્યું: થલપતિ વિજય! *** થલપતિ વિજયની લોકપ્રિયતાની આ શરૂઆત હતી. માસ હીરો તરીકેની તેમની પહેલી ફિલ્મ ‘રસિગન’ સાબિત થઈ. બાદમાં ‘દેવા’ અને ‘વિષ્ણુ’ જેવી કમર્શિયલ હિટ ફિલ્મો આવી. વિજયની ફિલ્મોનું ટેમ્પ્લેટ બહુધા સરખું રહેતું. પ્રણય અને ઍક્શન વચ્ચે હીરોગીરી થતી. ક્રિટિક્સની વાહવાહી ન મળતી, પણ દર્શકોનો બેશુમાર પ્રેમ મળતો. નેવુંના દાયકાના અંત સુધીમાં તેમની રૉમેન્ટિક હીરોની ઈમેજ પ્રસ્થાપિત થઈ ચૂકી હતી. 1996માં એક એવી ફિલ્મ આવી જેના દર્શકોની સાથે ક્રિટિક્સે પણ વખાણ કર્યા. જે ફિલ્મ બાદ વિજયના જીવનમાં એક છોકરી છેક ઇંગ્લેન્ડથી આવી અને બાદમાં તેની પત્ની બની. જે ફિલ્મની હિન્દીમાં ‘બધાઈ હો બધાઈ’ (અનિલ કપૂર) નામથી રિમૅક બની. તે ફિલ્મનું નામ ‘પૂવે ઉનક્કાગે’. આ ફિલ્મને દેશ બહાર પણ સારો રિસ્પૉન્સ મળ્યો. આ ફિલ્મ જોયા બાદ તેમની ચાહક નામે સંગીતા ખાસ ચેન્નઈ તેમને મળવા આવી. બંને મળ્યા. સંબંધ વિસ્તર્યો. ને વિજય – સંગીતાએ 1999માં લગ્ન કર્યાં. બે બાળકો થયાં. લગ્નના 27 વર્ષ બાદ (2026માં) બંને છૂટા પડ્યા છે. વિજય પર તેમના પત્નીએ એક્સ્ટ્રા-મેરિટલ અફેરનો આરોપ મૂકીને ડિવોર્સ માગ્યા હતા. *** વિજયની છેલ્લી ફિલ્મ ‘જન નાયગન’ અગાઉ 9મી જાન્યુઆરીએ – પોંગલના દિવસે રિલીઝ થવાની હતી, પણ સેન્સર બોર્ડ મેમ્બરના ઑબ્જેક્શનના કારણે ફિલ્મને રિલીઝ સર્ટિફિકેટ ન મળ્યું. આના કારણે ફિલ્મ અટકી ગઈ. ‘ઍમેઝોન પ્રાઇમ’એ પણ ઓટીટી ડીલ કેન્સલ કરી. દરમિયાન આખી ફિલ્મ એચ. ડી. પ્રિન્ટમાં લીક થઈ ગઈ. સોશિયલ મીડિયાથી કરીને પાયરસી વેબસાઇટ્સ ઉપર આ ફિલ્મ ફ્રીમાં ફરવા લાગી અને થયું એવું કે, વિજયની પાર્ટી ‘તમિલગા વેટ્રી કડ્ગમ’ 2026ની તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં જીતી ગઈ! હવે ફિલ્મ રિલીઝ થશે! વિજયની ફિલ્મ રોકવામાં આવી હોય એવું પહેલીવાર નથી થયું, કારણ કે વિજયની ફિલ્મમાં પૉલિટિકલ રેફરન્સિસ હોય તેવું પણ પહેલીવાર નથી. 2013માં આવેલી વિજયની ‘થલાઇવા’ ફિલ્મ જયલલિતા સરકારે રોકી હતી. કહેવાય છે કે તેની ટેગ લાઇન ‘ટાઇમ ટુ લીડ’થી સરકારને વાંધો હતો. ડર હતો કે કરુણાનિધિ અને એમજીઆરની જેમ વિજય પણ પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરશે! ફિલ્મ બૅન કરવામાં આવી. ફિલ્મમાં ફેરફાર કર્યા બાદ રિલીઝ કરવામાં આવી. *** અક્ષયની ‘હૉલિડે’ (2014) વિજયની ‘થુપક્કી’ પર આધારિત હતી. ‘3 ઇડિઅટ્સ’ની તમિળમાં બનેલી રિમૅક ‘નનબન’માં વિજય હતા. તે ફિલ્મ શંકરે ડિરેક્ટ કરી હતી. 2012માં પ્રભુ દેવા – અક્ષય કુમારની ‘રાઉડી રાઠોડ’ના એક ગીતમાં વિજય દેખાય છે. ત્યારના મારા જેવા તમામને થયું હતું કે આ કોણ છે? અને પછી વિજયની ‘થલાઈવા’, ‘જિલ્લા’, ‘કાથ્થિ’, ‘બૈરવા’, ‘સરકાર’, ‘બિસ્ટ’, ‘વારિસુ’, ‘લિઓ’ અને ‘ધ ગ્રેટેસ્ટ ઑફ ઑલ ટાઇમ’ જેવી ફિલ્મો આવે છે. આ ફિલ્મોમાં વિજયના ‘માસ’ અભિનયમાં સુધારો થતો જાય છે. અમદાવાદ અને ગાંધીધામમાં પણ વિજયની ફિલ્મોના શરૂઆતના શોઝ લોકો ઊજવતા. એટલી સાથે વિજયે ‘થેરી’, ‘મેર્સલ’ અને ‘બિગિલ’ જેવી ફક્કડ ફિલ્મો કરી. વિજય બહુધા ડબલ રોલમાં જોવા મળે. નોર્થની બહાર પૅન ઇન્ડિયામાં રિલીઝ કરનાર લોકેશ કનગરાજની ‘માસ્ટર’ ને ‘લિઓ’માં વિજયનું પરફૉર્મન્સ માણવા જેવું છે. સેંકડો બેકગ્રાઉન્ડ ડાન્સર્સ સાથે નૃત્ય, કર્ણપ્રિય અને દિલ ને ડિલ ડોલાવતું મ્યુઝિક, ટ્વિસ્ટ ઍન્ડ ટર્ન્સવાળી વાર્તા, ગરીબી, મજૂરી, સમાનતા, બદલાની વાત કરતો ઇન્ટેન્સ ડ્રામા, પિતા-પુત્રનો પ્રેમ, ઍક્શન અને પ્રેમનો તડકોઃ આ વિજય થલપતિથી રૅસિપી છે. GOAT (ગ્રેટેસ્ટ ઑફ ઓલ ટાઇમ) ફિલ્મ માટે કહેવાય છે કે વિજયે 200 કરોડની ફી લીધી હતી! આ ફિલ્મમાં થાલા ધોનીને ટ્રિબ્યુટ અપાઈ છે. હવે ઍક્ટર વિજયની છેલ્લી અને તમિલનાડુના સી. એમ. વિજયની પહેલી ફિલ્મ ‘જય નાયગન’ થિએટરમાં રિલીઝ થશે! }
    Click here to Read More
    Previous Article
    વિકાસની વાટે:સુખ બીજાને વહેંચવાથી વધે અને દુઃખ વહેંચવાથી ઘટે
    Next Article
    કથની અને કરણી:સાવચેત

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment