Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફાર્મસી કોલેજમાં પ્રવેશ માટે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ:અમદાવાદ-રાજકોટ સહિતના કેન્દ્રો પર વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા, આવતીકાલે આન્સરશીટ ઓનલાઈન મૂકાશે

    6 days ago

    આજરોજ ડિપ્લોમા ટુ ડિગ્રી ફાર્મસીની કોલેજોમાં પ્રવેશ માટેની પરીક્ષા લેવામાં આવી હતી. રાજ્યભરમાં 1200 બેઠક પર 341 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાં 103 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી છે. જ્યાં 4 બિલ્ડિંગમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ડિગ્રી ટુ ડિપ્લોમા ફાર્મસી કોલેજમાં પ્રવેશ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટના આધારે જ પ્રવેશ આપવામાં આવતો હોય છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ મેરિટના આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે, જેથી પરીક્ષા માટે વિદ્યાર્થીઓએ ઘણી મહેનત કરી છે. શૈક્ષણિક વર્ષ 2025-26 માટે ડિપ્લોમા ઇજનેરી પછી ડિગ્રી ઇજનેરીના બીજા વર્ષ એટલે કે ત્રીજા સેમેસ્ટર માટે તેમજ ડિપ્લોમા ફાર્મસી પછી ડિગ્રી ફાર્મસીના બીજા વર્ષ એટલે કે ત્રીજા સેમેસ્ટર માટે લાયકાત ધરાવતા ઉમેદવારોની પરીક્ષા લેવાઈ હતી. સરકારી અનુદાનિત અને સ્વનિર્ભર સંસ્થાની તમામ બેઠકો પર પ્રવેશ માટે ગુજરાત સરકાર દ્વારા ઓફલાઇન પરીક્ષા લેવાનું આયોજન કરાયું હતું. વિદ્યાર્થીઓ 1200થી વધુ બેઠકો માટે ડિપ્લોમા ટુ ડીગ્રી એન્ટ્રન્સ ટેસ્ટ આપી આજે સવારે 11થી બપોરે 1 વાગ્યા સુધી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યભરમાં 10 સેન્ટરમાં પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિત 10 સેન્ટર પર પરીક્ષા લેવામાં આવશે. રાજ્યની ડિપ્લોમા ટુ ડિગ્રી ફાર્મસીની 100થી વધુ ફાર્મસી કોલેજમાં પ્રવેશ માટે પરીક્ષા લેવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓ 1200થી વધુ બેઠકો માટે ડિપ્લોમા ટુ ડીગ્રી એન્ટ્રન્સ ટેસ્ટ આપી. જૂન મહિનાના બીજા સપ્તાહથી ડિપ્લોમાથી ડિગ્રીના પ્રવેશ પ્રક્રિયા માટેનું રજિસ્ટ્રેશન રાજ્યના વિવિધ સેન્ટર પર 200 માર્કસની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં બેઝિક ઓફ ફાર્મસી અને એપ્ટિટ્યુડ ટેસ્ટમાં ડિપ્લોમા કક્ષાના ફાર્મસીના પ્રશ્નો પૂછાયા હતા. પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની આન્સરશીટ 10 મેના રોજ ઓનલાઇન મૂકવામાં આવશે. તો પરીક્ષાનું પરિણામ મે મહિનાના અંત સુધીમાં જાહેર થઈ જાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. સરકારના નિયમ અનુસાર DDCET 2026ના ગુણના આધારે મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે. જે બાદ જૂન મહિનાના બીજા સપ્તાહથી ડિપ્લોમાથી ડિગ્રીના પ્રવેશ પ્રક્રિયા માટેનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે. ટ્રાન્સપરન્ટ પાણીની બોટલ સાથે પ્રવેશ એલ.ડી એન્જિનિયરિંગ કોલેજમાં વિદ્યાર્થીઓની હોલ ટિકિટ અને ઓરિજનલ ડોક્યુમેન્ટ ચેક કર્યા બાદ પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેમજ વિદ્યાર્થીઓને માત્ર ટ્રાન્સપરન્ટ પાણીની બોટલ જ સાથે રાખીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેમજ પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય તે માટે વિદ્યાર્થીઓને ચેક કરીને જ સેન્ટર પર પ્રવેશ આપવામાં આવ્યો હતો. ‘પહેલી વખત પરીક્ષા આપતા હોવાથી ડર લાગી રહ્યો છે’ વિદ્યાર્થિની ચૌહાણ તન્વીએ જણાવ્યું હતું કે, ડિપ્લોમા ટુ ડિગ્રી ફાર્મસીની કોલેજોમાં પ્રવેશ લેવા માટે પરીક્ષા આપવા આવ્યા છીએ. પરીક્ષા માટે તૈયારી પણ ખૂબ સારી કરી છે. પરંતુ પહેલી વખત પરીક્ષા આપતા હોવાથી થોડો ડર લાગી રહ્યો છે. જો કે કોલેજ દ્વારા પરીક્ષાની તૈયારી પણ સારી કરાવી છે. ડિપ્લોમા ટુ ફાર્મસીની પરીક્ષા સરળ રહેતી નથી. જેથી પરીક્ષા માટે ખૂબ તૈયારી કરવી પડે છે. બીજી કોઈ તૈયારી સાથે કરી પણ શકતા નથી. ‘સરકારી કોલેજમાં પ્રવેશ લેવો છે જેથી આ પરીક્ષા ખૂબ જરૂરી છે’ વિદ્યાર્થિની ખુશ્બુ રાજપૂતે જણાવ્યું હતું કે, પહેલી વખત પરીક્ષા આપતા હોવાથી થોડો ડર લાગી રહ્યો છે. પેપર કેવું પુછાશે તે વિચારીને ડર લાગી રહ્યો છે. સરકારી કોલેજમાં પ્રવેશ લેવો છે જેથી આ પરીક્ષા ખૂબ જરૂરી છે. સારું પરિણામ આવશે તો સારી કોલેજમાં એડમિશન મળી શકશે. ‘એક મહિનાથી રાત્રે ઉજાગરા કરીને તૈયારીઓ કરી છે’ વિદ્યાર્થી હરદીપસિંહ દરબારે જણાવ્યું હતું કે, ડિપ્લોમા ટુ ડિગ્રી ફાર્મસીમાં પ્રવેશ માટે આજની પરીક્ષા ખૂબ મહત્વની છે. સરકારી કોલેજમાં અને મનપસંદ કોલેજમાં પ્રવેશ લેવા માટે આજની પરીક્ષા ખૂબ મહત્વની છે. એક મહિનાથી રાત્રે ઉજાગરા કરીને પણ પરીક્ષા માટેની તૈયારીઓ કરી છે. અમદાવાદની એલ.એમ કોલેજ ઓફ ફાર્મસીમાં પ્રવેશ લેવા માટે ખૂબ મહેનત કરી છે. કારણ કે સૌથી સારી કોલેજ છે જેથી સારું પરિણામ આવશે તો ત્યાં પ્રવેશ મળી શકે છે. ટોપ 10માં રેન્ક લેવા માટે તૈયારીઓ કરવામાં આવી છે. કોલેજ દ્વારા પણ ખૂબ તૈયારીઓ કરાવી છે.
    Click here to Read More
    Previous Article
    તમિલનાડુમાં સરકાર બનવવા માટે VCKએ વિજયને સમર્થન આપ્યું:બહુમતીનો આંકડો પાર થયો; કોંગ્રેસે 5 MLA હૈદરાબાદ મોકલ્યા, હોર્સ-ટ્રેડિંગનો ડર
    Next Article
    IPLની 10,000 ટિકિટનો ભાંડો ફુટ્યો:ના હોય, ધોનીએ આ શું કર્યું?; રોહિતે ગ્રાઉન્ડ સ્ટાફને ઈન્જર્ડ કરી નાખ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment