Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અડિયા થડિયાવાળી માતાજી ધામમાં નવી ગૌશાળાનું ઉદ્ઘાટન:મહંત બળદેવનાથજીના હસ્તે પંચ કુંડાત્મક યજ્ઞ અને તિથિ મહોત્સવ યોજાયો

    8 hours ago

    પાટણ તાલુકાના ચંદ્રુમાણાથી અડિયા રોડ પર આવેલા શ્રી થડિયાવાળી માતા અને ઓગડ મહારાજની ગાદીના સાનિધ્યમાં શ્રી ગીતાબા ગૌ ધામ નવીન ગૌશાળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે વૈશાખ વદ સાતમ, 9 મે 2026ના રોજ ઓગડ મહંત બળદેવનાથજી મહારાજ ગુરુ શ્રીવસંતનાથજી મહારાજ દેવ દરબાર જાગીરમઠના હસ્તે આ ગૌશાળા ખુલ્લી મુકાઈ હતી. આ ઉદ્ઘાટન સમારોહ સાથે તિથિ મહોત્સવ અને પંચ કુંડાત્મક નવચંડી વાસ્તુ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી થડિયાવાળી માતાજી સેવા આશ્રમ અડિયાના માઈ ભક્ત ગીતાબેનના આયોજન હેઠળ યોજાયેલા આ પ્રસંગમાં ચાણસ્માના સોહમભાઈ મહેન્દ્રભાઈ લીમ્બાચીયા મુખ્ય યજમાન પદે બિરાજમાન હતા. આ ઉપરાંત, ખીમાણાના કલ્પેશભાઈ જામાભાઈ, નેસડીના રમેશભાઈ ગોરધનભાઈ સુથાર, જોરાવરગઢના બી કે લીમ્બાચીયા, ચારંડાના બળદેવભાઈ નગાભાઈ, ખીમાણાના રાજુભાઈ જામાભાઈ, સંતનપુરાના અમિતભાઈ મનુભાઈ, કુવાતાના ભરતભાઈ મફાભાઈ, થરાદના ધર્મેશભાઈ ભરતભાઈ રામપુરા અને જુના માંકાના મહેન્દ્રસિંહ વજેસંગ દરબાર સહિત અનેક ભક્તોએ પાટલા યજમાન તરીકે લાભ લીધો હતો. યજ્ઞ આચાર્ય ભરતભાઈ શાસ્ત્રી ડુચકવાડા અને અન્ય પંડિતોએ યજ્ઞવિધિ સંપન્ન કરાવી હતી. શક્તિ ઉપાસક વિશાલભાઈ લીંબાચીયા અને કલાકાર એકતા ચાવડા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નવીન ગૌશાળાના શેડ માટે અડિયાના પટેલ ધર્માભાઈ પરસોત્તમભાઈએ દાતા તરીકે યોગદાન આપ્યું હતું. લોલાડાના શિવાનંદ બાપુ તરફથી ગૌશાળામાં પંખા, માધાપરના ડાયમંડ હેર સલુન, સુબાપુરાના કનુભાઈ નાઈ અને કુકરવાડાના વિનોદભાઈ નાયી તરફથી સિમેન્ટ, તેમજ ભુજના માધાપરના રામા ધણી મિત્ર મંડળ તરફથી સિમેન્ટના પતરા દાનમાં મળ્યા હતા. એક માઈ ભક્ત દ્વારા રેતીનું દાન પણ કરવામાં આવ્યું હતું. સંત બળદેવનાથજી મહારાજનું આગમન થતાં ગીતાબેન દ્વારા તેમનું ગુરુ પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અડિયા અને ચંદ્રુમાણા ગામની કુવાસીઓ તેમજ પધારેલા ભક્તો માટે ભોજન પ્રસાદનું આયોજન કરાયું હતું. થરાનું રાધેશ્યામ મહિલા મંડળ પણ આ ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મમતા બેનર્જીએ સોશિયલ મીડિયા પ્રોફાઇલમાં ફેરફાર કર્યો:ફાઉન્ડર ચેરપર્સન ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ, CM ઓફ વેસ્ટ બંગાળ (15મી, 16મી, 17મી વિધાનસભા) કર્યું
    Next Article
    For Suryakumar Yadav, Being Title-Winning Captain Isn't Enough

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment