Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અલકાપુરી વિસ્તારમાં એવરેસ્ટ ઓનિક્સ બિલ્ડિંગના છઠ્ઠા માળે આગ:ફાયરે આગ બુઝાવવા સાથે ત્રણ લોકોને લિફ્ટમાંથી રેસ્ક્યુ કર્યા, સ્પામાં આગ લાગતા સામાન બળીને ખાખ

    11 hours ago

    વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલા એવરેસ્ટ ઓનિક્સ બિલ્ડિંગમાં આગની ઘટના સામે આવી છે. આ આગ બિલ્ડિંગના છઠ્ઠા માળે આવેલા સ્પા સેન્ટરમાં લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં તુરંત જ વડોદરા ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. સ્પામાં આગ લાગતા સમાન બળીને ખાખ થયો હતો. આગના સમયે કેટલાક લોકો લિફ્ટમાં ફસાયા આ આગ અંગેનો કોલ મળતા વડીવાડી ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી હતી. હાઇરાઇઝ બિલ્ડિંગ હોવાથી અને લોકો હોવાથી સુજબૂજથી કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ સમયે વીજ કંપનીનો સ્ટાફ પણ દોડી આવ્યો હતો તે દરમ્યાન વીજ પ્રવાહ બંધ કરી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ દરમ્યાન અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આગના સમયે કેટલાક લોકો લિફ્ટમાં ઉતારવાની કોશિશ કરતા હતા તે દરમિયાન વીજ પ્રવાહ બંધ કરવાનો ફરજ પડતા કેટલાક લોકો ફસાઈ ગયા હતા. દરમ્યાન ફાયર વિભાગ પાસે બે પડકાર હતા એક તરફ આગ અને બીજી તરફ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું હતું. આગના સમયે ક્યારે લિફ્ટનો ઉપયોગ ન કરવો જોઈએ સદનસીબે, આ ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. આગનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પરંતુ આગના સમયે ક્યારે લિફ્ટનો ઉપયોગ ન કરવો જોઈએ તે લોકો જનતા નથી હોતા ત્યારે આ ઘટના પરથી લોકોએ ખુબજ ધ્યાન રાખવું જોઈએ. કે આગ કે ભૂકંપ જેવી સ્થિતિમાં ક્યારેય લિફ્ટનો ઉપયોગ ન કરવો જોઈએ. માત્ર સીડીના સહારે બિલ્ડિંગ પરથી નીચે આવવું વધારે સેફ હોય છે. આગ બુઝાવવા સાથે ત્રણ લોકોને લિફ્ટમાંથી રેસ્ક્યુ આ ઘટના અંગે વડીવાડી ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર કૌશર રબારીએ જણાવ્યું હતું કે, આ આગનો કોલ અમારી ટીમને મળ્યો હતો. એક તરફ આગ અને બીજી તરફ લિફ્ટમાં બીજા માળે બેથી ત્રણ લોકો ફસાયા હતા. બાદમાં અમે આગ બુઝાવવા સાથે તેઓને રેસ્ક્યુ કર્યા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જમવા મળ્યું નથી.
    Click here to Read More
    Previous Article
    'એય બંધ કરને *%$#@':પીધેલા મામલતદાર આઉટ ઓફ કન્ટ્રોલ, નરેશભાઈ મારતે ઘોડે સુરત પહોંચ્યા, રોડ તૂટી જતાં કંટાળેલી પબ્લિકનો પિત્તો છટક્યો
    Next Article
    ખાણ ખનિજ ટીમ પર હુમલો: 7 આરોપીનું ઘટનાસ્થળે સરઘસ:પંચમહાલના ઘુસર ગામે ગોમા નદીના પટમાં થયેલા હુમલામાં પોલીસે કાર્યવાહી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment