Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અકસ્માતમાં વૃદ્ધનું મોત:ઈન્દિરા બ્રિજથી હાંસોલ તરફ જતા રસ્તે કાર ચાલકે ટક્કર મારી, હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો

    8 hours ago

    અમદાવાદ શહેરના ઇન્દિરા સર્કલથી હાંસોલ તરફ જતા રસ્તા પર એક સિનિયર સિટીઝન સાંજના સમયે ચાલીને જઈ રહ્યા હતા. આ દરમિયાન એક કારના ચાલકે પૂર ઝડપે વૃદ્ધને ટક્કર મારી હતી,જેના કારણે વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મોત થયું છે. અકસ્માત મામલે જી ડિવિઝન પોલીસે કારચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદીના દાદા રોડ પર બેભાન પડ્યા હતા એરપોર્ટ કોતરપુર ગામમાં રહેતા હાર્દિક પ્રજાપતિએ ફરિયાદ નોંધાવી છે કે તે સાંજના સમયે હાંસોલ તલાવડી ખાતે તેનું કામ પૂરું કરીને ઘર તરફ જતો હતો, ત્યારે સવા સાત વાગ્યાની આસપાસ ઈન્દિરા બ્રિજ સર્કલથી હાસોલ તરફ જતા રસ્તા પર એક અકસ્માત થયો હતો. હાર્દિક અકસ્માત જોવા માટે ઉભો રહ્યો હતો. હાર્દિકે જોયું તો અકસ્માતમાં તેના દાદા જગદીશભાઈ પ્રજાપતિનો અકસ્માત થયો હતો અને તેઓ બેભાન પડ્યા હતા. અકસ્માત કરનાર કાર ચાલકની અટકાયત જગદીશભાઈના માથા અને શરીરના ભાગે ઈજાઓ થઈ હતી જેથી તેમને સારવાર માટે 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત કરનાર કારના ચાલકને પોલીસ અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. આરોપીના પિતા હાઇકોર્ટમાં જજ તરીકે ફરજ બજાવે છે જગદીશભાઈનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. જી ડિવિઝન ટ્રાફિક પોલીસે કારચાલક ચિરાગ વાછાની સામે ગુનો નોંધી અટકાયત કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીના પિતા હાઇકોર્ટમાં જજ તરીકે ફરજ બજાવે છે. આ સમગ્ર મામલે જી ડિવિઝન ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    PM મોદી કોલકત્તા પહોંચ્યા, સુવેન્દુ રિસિવ કરવા ગયા:11 વાગ્યે શપથવિધિ; કોલકાતા પરેડ ગ્રાઉન્ડમાં 1 લાખ લોકો આવશે; ઝાલમુરીનો સ્ટોલ ઊભો કરાયો
    Next Article
    Will contest civic polls on party symbol: Akali Dal

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment