Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ પ્રાદેશિક કેન્દ્રને 'બેસ્ટ પ્રાદેશિક કેન્દ્ર' એવોર્ડ મળ્યો:ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં સન્માન

    8 hours ago

    ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU)નો 11મો દીક્ષાંત સમારોહ અમદાવાદ ખાતે યોજાયો હતો. આ સમારોહમાં પાટણ પ્રાદેશિક કેન્દ્રને 'બેસ્ટ પ્રાદેશિક કેન્દ્ર'નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ગુજરાતના રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજી, સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ સુ બેલા એમ. ત્રિવેદી, રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ કિશોર મકવાણા, કુલપતિ પ્રો. અમી ઉપાધ્યાય અને કાર્યકારી કુલસચિવ ડૉ. ભાવિન ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે યુનિવર્સિટીના વિવિધ વિદ્યાશાખાઓના કુલ 22,770 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી. જેમાં 118 વિદ્યાર્થીઓને ગોલ્ડ અને સિલ્વર મેડલથી સન્માનિત કરાયા. પાટણ પ્રાદેશિક કેન્દ્રના અભ્યાસકેન્દ્ર 1302 રેવાબા સાર્વજનિક એડ્યુકેશન કોલેજની વિદ્યાર્થિની ચૌધરી જાગૃતિબેન દશરથભાઈને ગોલ્ડ મેડલ મળ્યો. અભ્યાસકેન્દ્ર 1310 શ્રીમતી આનંદીબેન શંકરભાઈ ચૌધરી મહિલા આર્ટ્સ કોલેજની વિદ્યાર્થિની પટેલ ઉર્મિબેન મહેન્દ્રભાઈને સર્ટિફિકેટ એનાયત કરાયું હતું. પાટણ પ્રાદેશિક કેન્દ્રની શ્રેષ્ઠ કામગીરીને બિરદાવતા તેને 'બેસ્ટ પ્રાદેશિક કેન્દ્ર'નો એવોર્ડ મહાનુભાવોના હસ્તે પ્રદાન કરાયો હતો. આ સિદ્ધિ બદલ પાટણ પ્રાદેશિક કેન્દ્રના નિયામક ડૉ. કિંજલ પટેલ અને સહ-નિયામક સંદીપભાઈ પટણીએ યુનિવર્સિટીના કુલપતિ, પ્રાદેશિક વિભાગ નિયામક, યુનિવર્સિટી પરિવાર, અભ્યાસકેન્દ્રોના કો-ઓર્ડિનેટર, સ્ટાફ અને વિદ્યાર્થીઓના સહયોગનો આભાર માન્યો. તેમણે જણાવ્યું કે, કેન્દ્ર ઉત્તર ગુજરાતના અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ સુધી ઉચ્ચ શિક્ષણ પહોંચાડવા માટે કટિબદ્ધ છે અને ભવિષ્યમાં પણ શ્રેષ્ઠ સેવાઓ આપવાનું ચાલુ રાખશે. આમ છેલ્લા બે વર્ષથી પાટણ પ્રાદેશિક કેન્દ્રને 'બેસ્ટ પ્રાદેશિક કેન્દ્ર'નો એવોર્ડ મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર પોલીસે ત્રણ બાઈકચોરને ઝડપ્યા:પતરાવાળી ચોક, દાળમીલ રોડ વિસ્તારમાંથી બાઈકની ચોરી કર્યાનો ખુલાસો
    Next Article
    Tamil Nadu Government Formation LIVE: VCK To Take Call On Supporting Vijay's TVK Shortly

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment