Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માતર મેજિસ્ટ્રેટ કોર્ટે પોલીસ વિરુદ્ધ કાઢેલ સમન્સ હાઇકોર્ટે સ્ટે કર્યું:ખેડાના ઊંધેલા ગામમાં નવરાત્રીમાં પથ્થરમારાની ઘટનામાં આરોપીને જાહેરમાં માર મારતા તેને ફરિયાદ કરી હતી

    10 hours ago

    ખેડા જિલ્લાના માતરમાં મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા 6 પોલીસકર્મીઓને પાઠવવામાં આવેલા સમન્સ પર ગુજરાત હાઈકોર્ટે સ્ટે આપ્યો છે. વર્ષ 2022માં ઉંધેલા ગામમાં બનેલી જાહેરમાં ફટકારવાની ઘટનામાં થયેલી હુમલાની ફરિયાદ અંગેની તપાસ બાદ આ સમન્સ બજાવવામાં આવ્યા હતા. ગરબામાં પથ્થરમારાની ઘટના બની હતી વર્ષ 2022માં નવરાત્રી દરમિયાન ગરબાના કાર્યક્રમમાં પથ્થરમારાની ઘટના બની હતી. તેના પછીના દિવસે 4 ઓક્ટોબર, 2022ના રોજ, કથિત રીતે પથ્થરમારામાં સામેલ લઘુમતી સમુદાયના સભ્યોને જાહેરમાં લાકડીઓથી ફટકારવામાં આવ્યા હતા. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાઇરલ થયા હતા. માતરની JMFC કોર્ટે 6 પોલીસ અધિકારીઓને સમન્સ પાઠવ્યા હતા ફરિયાદી અયુબ શેખે 13 પોલીસ અધિકારીઓ વિરુદ્ધ ષડયંત્ર અને હુમલાની ફરિયાદ માતરની JMFC કોર્ટમાં દાખલ કરી હતી. પુરાવાઓના આધારે મેજિસ્ટ્રેટ કોર્ટે 2 મેના રોજ 6 પોલીસ અધિકારીઓ વિરુદ્ધ IPCની કલમ 323-હુમલો અને 166-જાહેર સેવક દ્વારા કાયદાનું ઉલ્લંઘન હેઠળ ગુનાની નોંધ લઈને તેમને સમન્સ પાઠવ્યા હતા. પોલીસ કર્મીઓએ હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી સમન્સ LCB PI એ.વી.પરમાર, ડી.વી. કુમાવત, હેડ કોન્સ્ટેબલ કનકસિંહ ડાભી, વિષ્ણુભાઈ હરજીભાઈ, કોન્સ્ટેબલ અર્જુનસિંહ ફતેહસિંહ, રાજેન્દ્રસિંહ રમેશભાઈને નીકળ્યા હતા. આ તમામ પોલીસકર્મીઓએ હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે JMFC કોર્ટે કાનૂની જોગવાઈઓ ધ્યાનમાં લીધી નથી. ‘JMFC કોર્ટે નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કર્યું નથી’ તેઓએ રજૂઆત કરી હતી કે જ્યારે કોઈ જાહેર સેવક પોતાની ફરજ દરમિયાન કરેલા કાર્ય માટે આરોપી હોય, ત્યારે તેને ખુલાસો કરવાની તક આપ્યા વિના અથવા તેના ઉપરી અધિકારીનો રિપોર્ટ મેળવ્યા વિના તેની વિરુદ્ધ નોંધ લઈ શકાય નહીં. આ કેસમાં JMFC કોર્ટે નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કર્યું નથી. આગામી આદેશ સુધી કાર્યવાહી પર સ્ટે પ્રાથમિક સુનાવણીમાં ગુજરાત હાઇકોર્ટે આ કેસ દાખલ કર્યો છે અને આગામી આદેશ સુધી કાર્યવાહી પર સ્ટે આપ્યો છે. આ મામલે વધુ સુનાવણી 17 ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે. અગાઉ હાઈકોર્ટે આ કેસમાં વીડિયોમાં જોવા મળેલા ચાર પોલીસકર્મીઓને કોર્ટના તિરસ્કાર બદલ દોષિત ઠેરવી 14 દિવસની જેલની સજા ફટકારી હતી. જો કે સુપ્રીમ કોર્ટે હાલમાં તે સજાના આદેશ પર રોક લગાવી દીધી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદની માર્કેટમાં વેચાય છે સ્મશાનનાં મૃતદેહો પરથી ઉતારેલાં કપડાં:લગ્ન, પૂજા-પાઠમાં લોકો 'કફન'ની સાડી પહેરે છે; કેમેરામાં કેદ થયા ‘મડદાંના કપડાના સોદાગર’
    Next Article
    સુરેન્દ્રનગર પોલીસે ત્રણ બાઈકચોરને ઝડપ્યા:પતરાવાળી ચોક, દાળમીલ રોડ વિસ્તારમાંથી બાઈકની ચોરી કર્યાનો ખુલાસો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment