Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરના બ્રહ્માણીનગરમાં ધોબીની બંધ દુકાનમાં આગ:શોર્ટ સર્કિટથી આગ લાગતા મોટું નુકસાન, ફાયર ટીમે કાબૂ મેળવ્યો

    8 hours ago

    હિંમતનગરના ધાંણધા રેલવે ફાટક પાસે બ્રહ્માણીનગર રોડ પર આવેલી એક ધોબીની દુકાનમાં આજે વહેલી સવારે આગ લાગી હતી. સ્થાનિકોએ જાણ કરતા ફાયર ટીમે ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. દીપકભાઈ ચંદુભાઈ ધોબી છેલ્લા સાત મહિનાથી આ દુકાન ચલાવે છે, જે બ્રહ્માણીનગર જવાના માર્ગ પરના પાંચ દુકાનોના કોમ્પ્લેક્સમાં આવેલી છે. શુક્રવારે રાત્રે આશરે 11:30 કલાકે દીપકભાઈ દુકાનમાં કામ કરી બંધ કરીને ઘરે ગયા હતા. શનિવારે વહેલી સવારે 4 કલાકની આસપાસ દુકાનમાં આગ લાગી હતી, જેની જાણ સ્થાનિકો દ્વારા હિંમતનગર ફાયર ટીમને કરવામાં આવી હતી. આગને કારણે ધોબીની દુકાનમાં રાખેલા ગ્રાહકોના તમામ કપડાં બળીને ખાખ થઈ ગયા હતા, જેનાથી મોટું નુકસાન થયું છે. દુકાન માલિક દીપકભાઈ અને તેમના પત્નીને દુકાને પહોંચતા આ ઘટનાની જાણ થઈ હતી. હિંમતનગર નગરપાલિકા ફાયર વિભાગના ફાયર ઓફિસર મયંક પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, વહેલી સવારે 4 કલાકે આગનો કોલ મળતા ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ બુઝાવી હતી. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન છે.
    Click here to Read More
    Previous Article
    Daily Briefing: From Bengal triumph to Tamil Nadu deadlock, two contrasting mandates
    Next Article
    Indian Woman Shocked By US Travel Costs, Says Earning In Rupees And Spending In Dollars' Feels Stressful

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment