Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાધનપુરમાં લગ્ન પ્રસંગમાં ગીતો ગાતી વખતે મહિલાને હૃદયરોગનો હુમલો:પાકિસ્તાની શરણાર્થી મહિલાનું નિધન, લગ્નની ખુશી શોકમાં ફેરવાઈ

    2 days ago

    રાધનપુરના શિવનગર વિસ્તારમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન ગીતો ગાતી વખતે 50 વર્ષીય મહિલાને હૃદયરોગનો હુમલો આવતા તેમનું નિધન થયું છે. મૂળ પાકિસ્તાનના શરણાર્થી પરિવારની આ મહિલાના અકાળ અવસાનથી લગ્નની ખુશી શોકમાં ફેરવાઈ ગઈ હતી. આ ઘટના રાધનપુરના શિવનગર સરદારપુરા ખાતે બની હતી. ઓખો કરશનના પત્ની લક્ષ્મી (ઉ.વ. 50) તેમના સંબંધીના લગ્ન પ્રસંગમાં અન્ય મહિલાઓ સાથે લગ્ન ગીતો ગાઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો અને તેઓ ઢળી પડ્યા હતા. પરિવારજનો દ્વારા લક્ષ્મીને તાત્કાલિક ખાનગી વાહન મારફતે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ તેમનું અવસાન થયું હતું. મૃતક લક્ષ્મી અને તેમનો પરિવાર મૂળ પાકિસ્તાનના સિંધ પ્રાંતના હૈદરાબાદ જિલ્લાના ટંડો અલીયાર તાલુકાના વતની છે. તેઓ લાંબા સમયથી રાધનપુરના શિવનગર વિસ્તારમાં વસવાટ કરી મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે. લક્ષ્મીના પતિ ઓખો કરશને આ બનાવ અંગે હોસ્પિટલ અને સંબંધિત તંત્રને જાણ કરી છે. લગ્નના માહોલ વચ્ચે બનેલી આ દુર્ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે આ બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    'ગિફ્ટ સિટીથી 150 એરક્રાફ્ટ ભાડે અપાશે':'2030 પહેલા અમદાવાદ એરપોર્ટને વર્લ્ડ ક્લાસ બનાવાશે', એક મહિનામાં પ્લેન ક્રેશનો રિપોર્ટ આવશે: નાગરિક ઉડ્ડયન મંત્રી
    Next Article
    Kheda Canal Corruption | વાઠવાડીમાં કેનાલમાં ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ તંત્રનું બુલડોઝર એક્શન |News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment