Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પતિએ ગુપ્ત રીતે બીજા લગ્ન કર્યા હોવાનું ખૂલ્યું:પત્ની પર ખોટા આક્ષેપો કરી છૂટાછેડા માંગતા બેંક કર્મચારીનો દાવો રાજકોટ ફેમિલી કોર્ટે ફગાવ્યો

    10 hours ago

    રાજકોટની ફેમિલી કોર્ટમાં છૂટાછેડાના એક વિચિત્ર કિસ્સામાં પત્નીની જીત થઈ છે. બેંક કર્મચારી પતિએ પોતાના પ્રેમ સંબંધો છુપાવવા પત્ની પર ખોટા આક્ષેપો લગાવી 14 વર્ષ બાદ છૂટાછેડા માંગ્યા હતા. જોકે, કોર્ટે પતિનો દાવો રદ કરી પત્નીની તરફેણમાં ચુકાદો આપતા 'લગ્ન પુનઃસ્થાપન' (લગ્નજીવન ફરી શરૂ કરવા)નો આદેશ આપ્યો છે. શું હતો મામલો? રાજકોટમાં બેંક કર્મચારી તરીકે ફરજ બજાવતા પાર્થ રાઠોડના લગ્ન 2009માં થયા હતા. લગ્નના થોડા સમય બાદ મનદુઃખનું બહાનું ધરી પતિએ પત્ની સામે અનેક ગંભીર આક્ષેપો કર્યા હતા અને કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી હતી. સામા પક્ષે પત્નીએ હિંમત હારવાને બદલે કાયદાકીય લડત આપી હતી અને સંસાર ફરી વસાવવા માટે પ્રતિ-દાવો કર્યો હતો. ઉલટ તપાસમાં પતિનો ભાંડો ફૂટ્યો કેસની સુનાવણી દરમિયાન પત્નીના વકીલોએ ચોંકાવનારા પુરાવા રજૂ કર્યા હતા. જેમાં સામે આવ્યું કે, પતિ પાર્થ રાઠોડે પત્નીને જાણ કર્યા વગર અન્ય એક મહિલા સાથે ગેરકાયદેસર લગ્ન કરી લીધા હતા. સાથે જ પોતાના આડા સંબંધો પર પડદો પાડવા માટે જ તેણે પત્ની પર ચારિત્ર્ય કે અન્ય બાબતોના ખોટા આક્ષેપો લગાવ્યા હતા. ઉલટ તપાસમાં પતિએ કરેલા તમામ દાવાઓ પોકળ સાબિત થયા હતા અને તે કોર્ટમાં કોઈ નક્કર પુરાવા આપી શક્યો નહોતો. 14 વર્ષનો અલગ વસવાટ છતાં પત્નીની જીત કોર્ટે નોંધ્યું કે, આ દંપતી છેલ્લા 14 વર્ષથી અલગ રહે છે. આટલા લાંબા સમય છતાં પત્નીએ હંમેશા સમાધાનના પ્રયાસો કર્યા હતા અને લગ્નજીવન ટકાવી રાખવાની નિષ્ઠા બતાવી હતી. કોર્ટનો ચુકાદો ફેમિલી કોર્ટે પતિની છૂટાછેડાની અરજીને ફગાવી દીધી છે અને પત્નીનો 'લગ્ન પુનઃસ્થાપન'નો દાવો મંજૂર કર્યો છે. એટલે કે કાયદાકીય રીતે આ લગ્નજીવન ચાલુ રહેશે અને પતિએ પત્નીને સ્વીકારવી પડશે. આ ચુકાદો સમાજમાં એવા લોકો માટે દાખલારૂપ છે, જેઓ આડા સંબંધોને કારણે પત્નીને તરછોડી દેવા માંગતા હોય છે.
    Click here to Read More
    Previous Article
    ફાઇનલ પરીક્ષા પહેલાં કેનવાસ પર સાયબર હુમલો:હજારો શાળાઓની સિસ્ટમ ઠપ્પ, ડેટા લીકની ધમકીથી મચી અફરાતફરી
    Next Article
    Kheda Canal Corruption News |ખેડાના વાઠવાડીમાં કેનાલમાં ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટ્યો |Gujarati Samachar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment