Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માત:મુંબઈનો પરિવાર રાજસ્થાન લગ્નમાંથી પરત ફરતા સાવલી નજીક કાર પલટી, એકનું મોત અને ત્રણ ઘાયલ

    9 hours ago

    દિલ્હી-મુંબઈ હાઈવે પર સાવલી તાલુકાના પસવા ગામ પાસે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાનથી લગ્ન પ્રસંગ પતાવી મુંબઈ પરત ફરી રહેલા પરિવારની અર્ટિગા કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં દિનેશકુમાર જૈન નામના વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. રાજસ્થાનથી મુંબઈ જઈ રહ્યા હતા પોલીસે નોંધેલી ફરિયાદ મુજબ નવી મુંબઈના વાસી વિસ્તારમાં રહેતા દિનેશકુમાર નક્ષત્રમલ જૈન (ઉં.વ. 50) તેમના પત્ની સુશીલાબેન, પુત્રી ઝીલ અને મિત્ર ચંદ્રકાંતભાઈ અરુણકુમાર સનાઢ્ય સાથે રાજસ્થાન ખાતે લગ્ન પ્રસંગમાં ગયા હતા. ત્યાંથી પોતાની અર્ટિગા કાર લઈને તેઓ મુંબઈ પરત ફરી રહ્યા હતા. કાર રોડ વચ્ચે પલટી ગઈ તેઓ જ્યારે વડોદરા નજીક આવેલા કાલોલ પસાર કરી સાવલી તાલુકાના પસવા ગામ નજીક દિલ્હી-મુંબઈ હાઈવે પરના નાળા પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે ચાલક ચંદ્રકાંતભાઈએ અચાનક સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. કાર રોડ વચ્ચે આવેલી ખાલી જગ્યામાં ફંગોળાઈને પલટી મારી ગઈ હતી. કારના દરવાજા તોડી લોકોને બહાર કાઢવા પડ્યા આ અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર દિનેશકુમાર જૈનનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આસપાસના લોકોએ તાત્કાલિક દોડી આવી કારના દરવાજા તોડીને ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી. આ અકસ્માતની ઘટનામાં ઝીલ દિનેશકુમાર જૈન, સુશીલાબેન જૈન, ચંદ્રકાંતભાઈ સનાઢ્ય (ચાલક) ઇજાગ્રસ્ત થતા તેઓને તાત્કાલિક ત્રણેય વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે મૃતક દિનેશકુમારના પાર્થિવ દેહને વડોદરાની એસ.એસ.જી. (SSG) હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    રૂપેણ બંદર બાઈક રેલીમાં બબાલ, પોલીસ પર પથ્થરમારો:હાઈવે બ્લોક અટકાવતાં ચોકીની તોડફોડ, ગુનો દાખલ
    Next Article
    PMના રોડ શોનો ધમધમાટ:રૂટના 15 સ્ટેજ પર રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખી રજૂ કરાશે, નવા કોર્પોરેટરોને લોકોને ભેગા કરવાનો ટાસ્ક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment