Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કૃભકો અને ખેતીવાડી દ્વારા આયોજન:દાહોદમાં ખેડૂતોને સમયસર ખાતર અને બિયારણ મળે તે માટે માસ્ટર પ્લાન તૈયાર

    7 hours ago

    દાહોદના મુવાલીયા ફાર્મ સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે વિશ્વની ‘કૃભકો’ અને ખેતીવાડી ખાતાના સંયુક્ત ઉપક્રમે સમૂહ ચર્ચા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આગામી ખેતીની સીઝનને ધ્યાનમાં રાખીને ખાતરની ઉપલબ્ધતા, વિતરણ વ્યવસ્થા અને ખેડૂતોને પડતી મુશ્કેલીઓના નિરાકરણ અંગે વિસ્તૃત વિચાર-વિમર્શ કર્યો હતો. આ કાર્યક્રમ કે.વી.કે. ફાર્મના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને હેડ ડૉ.ગૌરાંગ ભાભોરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. ઉદ્ઘાટક તરીકે જિલ્લા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) ચેતનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય વક્તા તરીકે કૃભકો - વડોદરાના એરિયા મેનેજર જયેશભાઈ પટેલે હાજર રહી રિટેલરોને ખાતરના વેચાણ અને વિતરણ પ્રક્રિયાના મહત્વના મુદ્દાઓથી માહિતગાર કર્યા હતા. ચર્ચા દરમિયાન હાલની ખાતરની પરિસ્થિતિ, સ્ટોકની ઉપલબ્ધતા અને વિતરણ વ્યવસ્થામાં પારદર્શિતા જાળવવા પર ભાર મૂક્યો હતો. જિલ્લામાંથી રિટેલર મિત્રોને ખેડૂતોમાં રાસાયણિક ખાતરનો વપરાશ ઘટાડવા અને ઓર્ગેનિક ખાતરોનો ઉપયોગ વધારવા માટે જનજાગૃતિ લાવવા આહ્વાનકરાતા સમૂહ ચર્ચામાં રિટેલરોએ ભાગ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    PM Modi: Somnath’s glory and the sacred idea of Bharat: In a world marked by divisions, the spirit of unity is more relevant than ever
    Next Article
    સખી વન સ્ટોપ સેન્ટરની સરાહનીય કામગીરી:દાહોદ સખી સેન્ટરે છોટાઉદેપુરની દીકરીનું પરિવાર સાથે મિલન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment