Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નરસિંહ મહેતા તળાવ પાસે ફિલ્મી ઢબે હુમલો:બાઈક અથડાવી ઝઘડો કર્યો અને પછી પાઈપ વડે વેપારીને લોહીલુહાણ કરી મુક્યા, ત્રણ અજાણ્યા શખસો સામે ગુનો દાખલ

    2 days ago

    ​જૂનાગઢ શહેરના હાર્દ સમાન વિસ્તારમાં ગઈકાલે બપોરના સમયે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. ઓનલાઇન પુસ્તકોનો વેપાર કરતા તુષારભાઈ પ્રવિણભાઈ સોજીત્રા અને તેમના મિત્ર નરેન્દ્રભાઈ ઓડેદરા જ્યારે પોતાની કારમાં મહાનગરપાલિકાનું કામ પતાવી પરત ફરી રહ્યા હતા ત્યારે અજાણ્યા ત્રણ હુમલાખોરોએ તેમને નિશાન બનાવ્યા હતા. હુમલાખોરોએ બાઈક કાર સાથે અથડાવી ઝઘડો કર્યો આ બનાવની વિગત મુજબ, ગઈકાલે બપોરે આશરે 3 વાગ્યાના અરસામાં જ્યારે આ મિત્રો ઝાંઝરડા રોડ પર આવેલા નરસિંહ મહેતા તળાવની પાછળની ગલીમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક એક મોટરસાયકલ પર સવાર ત્રણ શખ્સોએ તેમની કાર આંતરી હતી. હુમલાખોરોએ જાણીજોઈને પોતાની બાઈક કારના આગળના ભાગે અથડાવી ઝઘડાનું બહાનું શોધ્યું હતું. વેપારીને લોહીલુહાણ હાલતમાં રસ્તા પર મૂકી હુમલાખોરો ફરાર ​જ્યારે નરેન્દ્રભાઈ કારમાંથી બહાર નીકળ્યા ત્યારે આ શખ્સોએ લોખંડના પાઈપ કાઢી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જીવ બચાવવા નરેન્દ્રભાઈ ત્યાંથી ભાગી છૂટ્યા હતા પરંતુ, હુમલાખોરોએ કારમાં બેઠેલા તુષારભાઈને નિશાન બનાવ્યા હતા. તુષારભાઈએ સમયસૂચકતા વાપરી કારના દરવાજા લોક કરી દીધા હતા, પરંતુ બાદમાં તેઓ જ્યારે કારમાંથી બહાર નીકળીને તળાવ ફાટક અને શિવમ પાન તરફ ભાગ્યા, ત્યારે બે શખ્સોએ લોખંડના પાઈપ સાથે તેમનો પીછો કર્યો હતો. ધોળે દિવસે બનેલી આ ઘટનામાં હુમલાખોરોએ તુષારભાઈને રસ્તામાં પકડી પાડી લોખંડના પાઈપ વડે આડેધડ ફટકા મારવાનું શરૂ કર્યું હતું. આ હુમલો એટલો ભયાનક હતો કે તુષારભાઈના માથામાં ગંભીર ઈજા થઈ હતી અને તેમને લોહીલુહાણ હાલતમાં રસ્તા પર મૂકી હુમલાખોરો નાસી છૂટ્યા હતા. જૂની અદાવત રાખીને હુમલો કર્યો હોવાની આશંકા ​હુમલાખોરોએ માર મારતી વખતે તુષારભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઈજાગ્રસ્ત તુષારભાઈને જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમના માથાના ભાગે 3 જેટલા ટાંકા આવ્યા છે અને ડાબા હાથ-પગમાં ગંભીર ફ્રેક્ચર જેવી ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસમાં ફરિયાદીએ જણાવ્યું છે કે અગાઉ કોઈ વોટ્સએપ ગ્રુપમાં થયેલી ચર્ચા અથવા મહાનગરપાલિકામાં કરવામાં આવેલી કામગીરીની અરજીઓની અદાવત રાખીને આ હુમલો કરવામાં આવ્યો હોઈ શકે છે. આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા ​હાલમાં બી ડિવિઝન પોલીસ દ્વારા ત્રણ અજાણ્યા શખસો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં સ્વેચ્છાએ ઈજા પહોંચાડવા બદલ કલમ 115(2), ખતરનાક હથિયારો વડે ગંભીર ઈજા પહોંચાડવા બદલ કલમ 118(1), ગંભીર ઈજાની સજા માટે કલમ 117(2), ગુનાહિત ધમકી માટે કલમ 351(3) અને સામાન્ય ઈરાદાથી મદદગારી કરવા બદલ કલમ 54 મુજબ કાર્યવાહી હાથ ધરાઈ છે. આ ઉપરાંત હથિયારબંધીના જાહેરનામાના ભંગ બદલ જી.પી. એક્ટની કલમ 135 હેઠળ પણ ગુનો દાખલ થયો છે. પોલીસ દ્વારા આ શખ્સોની ઓળખ મેળવવા અને તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે, ત્યારે ધોળે દિવસે થયેલા આ હુમલાથી સ્થાનિકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    ડકવર્થ-લુઈસના કારણે બેંગલુરુને 213 રનનો ટાર્ગેટ:છેલ્લી ઓવરમાં પંતે 16 રન માર્યા, માર્શની શાનદાર સેન્ચૂરી; વરસાદના કારણે મેચ 19-19 ઓવરની
    Next Article
    Dahod Fatepura News | જન્મ પ્રમાણપત્ર માટે 200 રૂપિયા! વીડિયો વાયરલ | Fake certificate | Scam

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment