Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જમીન વિવાદમાં હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો:સાબરમતી મામલતદારને મહેસૂલી રેકર્ડમાં ‘લીઝ પેન્ડન્સ’ની નોંધ કરવા આદેશ

    2 days ago

    અમદાવાદના શાંતિનિકેતન કો-ઓપરેટિવ સોસાયટીના એક પ્લોટના ખરીદ-વેચાણના વિવાદમાં ગુજરાત હાઇકોર્ટે અરજદારની તરફેણમાં ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે સાબરમતી મામલતદારના અગાઉના નકારાત્મક હુકમને રદ ઠેરવીને સબ-રજિસ્ટ્રાર સમક્ષ નોંધાયેલા ‘લીઝ પેન્ડન્સ’ (Lis Pendens) દસ્તાવેજની મહેસૂલી રેકર્ડમાં નોંધ પાડવાનો આદેશ કર્યો છે. દસ્તાવેજની મનાઈ કરતા મામલો સીટી સિવિલ કોર્ટે પહોંચ્યો અમદાવાદમાં રહેતા આદિત્ય (દીશીત) દીપકભાઈ શાહ અને નરેશ પ્રવીણચંદ્ર શાહે મુકેશ જગદીશભાઈ પટેલ પાસેથી એલિસબ્રિજની શાંતિનિકેતન સોસાયટીનો સબ-પ્લોટ નંબર 1 ખરીદવા માટે 25 ઓક્ટોબર, 2018ના રોજ લેખિત કરાર કર્યો હતો. સોદા મુજબ મુકેશભાઈએ ₹31,00,000 સ્વીકાર્યા હતા, પરંતુ બાકીની રકમ લઈ દસ્તાવેજ કરી આપવાની મનાઈ કરતા આ મામલો સીટી સિવિલ કોર્ટમાં પહોંચ્યો હતો. આ મિલકત મહેસૂલી રેકર્ડમાં મોજે કોચરબ, તા. સાબરમતીના ટી.પી. સ્કીમ નં. 3/6, ફાઇનલ પ્લોટ નં. 815 તરીકે નોંધાયેલ છે. સિવિલ કોર્ટમાં દાવો ચાલતો હોવાથી આદિત્યભાઈએ 5 એપ્રિલ, 2024ના રોજ પાલડી સબ-રજિસ્ટ્રાર સમક્ષ ‘લીઝ પેન્ડન્સ’ અંગેનો દસ્તાવેજ નોંધાવ્યો હતો. મામલતદારે નોંધ પાડવાનો ઇનકાર કર્યો હતો અરજદારે જ્યારે આ રજિસ્ટર્ડ દસ્તાવેજની નોંધ મહેસૂલી રેકર્ડમાં પાડવા માટે મામલતદારને વિનંતી કરી, ત્યારે સાબરમતી સીટી મામલતદારે 22 ઓક્ટોબર, 2024ના રોજ લેખિતમાં ઇનકાર કરી દીધો હતો. મામલતદારે મહેસૂલ વિભાગના 30 મે, 2022ના પરિપત્રનો હવાલો આપતા જણાવ્યું હતું કે, ગુજરાત લેન્ડ રેવેન્યુ કોડમાં આવી કોઈ જોગવાઈ નથી અને કોર્ટના હુકમ વિના આવી નોંધ પાડી શકાય નહીં. હાઇકોર્ટની લાલ આંખ મામલતદારના આ નિર્ણયને અરજદારે એડવોકેટ નિમિષ એમ. કાપડિયા મારફત ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો. હાઇકોર્ટના જસ્ટિસ વૈભવી નાણાવટીએ આ કેસની સુનાવણી બાદ 5 મે, 2026ના રોજ મહત્વનો આદેશ આપ્યો હતો. હાઇકોર્ટે અગાઉના ચુકાદાઓને ધ્યાને રાખી સાબરમતી મામલતદારનો હુકમ રદ કર્યો હતો અને સ્પષ્ટ કર્યું હતું કે રજિસ્ટર્ડ લીઝ પેન્ડન્સની નોંધ મહેસૂલી રેકર્ડમાં કરવી અનિવાર્ય છે. આ ચુકાદાથી જમીન મિલકતના વિવાદોમાં કોર્ટ કાર્યવાહી દરમિયાન મિલકત અન્યને તબદીલ થતી અટકાવવા માટે ‘લીઝ પેન્ડન્સ’ની નોંધ કરાવવા માંગતા અરજદારો માટે નવો માર્ગ મોકળો થયો છે.
    Click here to Read More
    Previous Article
    કાનપુરની મલ્લ ટીમ ગુજરાતમાં હેરતભર્યા ખેલ બતાવે છે:૨૦ વર્ષથી ગામેગામ ફરીને ગુજરાન ચલાવે છે
    Next Article
    કુલ મૃત્યુઆંક 2 પહોંચ્યો 11 લોકો થયા'તા ઈજાગ્રસ્ત:રાજકોટના કાળીપાટ નજીક ​દૂધ ભરેલી મિનિટ્રક પલ્ટી જવાની ઘટનામાં વધુ એક યુવાને સારવાર દરમિયાન દમ તોડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment