Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેંગલુરુએ ટૉસ જીતી બોલિંગ લીધી:લખનઉ હારનો સિલસિલો તોડવા મેદાનમાં ઉતરશે, ટીમ હારશે તો બહાર

    1 day ago

    IPLમાં ગુરુવારે લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચેનો મેચ ઇકાના સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે. બેંગલુરુએ ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. કેપ્ટન રજત પાટીદારે જણાવ્યું કે તેની ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. બીજી તરફ, લખનઉની ટીમમાં ઈજાના કારણે 3 ફેરફાર કરવામાં આવ્યા છે. RCBને પાછલી મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે 4 વિકેટથી હાર મળી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ આ મેચ જીતીને પ્લેઓફની રેસમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા ઈચ્છશે. બીજી તરફ, સતત 6 હાર બાદ પોઈન્ટ્સ ટેબલમાં સૌથી નીચે પહોંચી ગયેલી લખનઉ સુપર જાયન્ટ્સ માટે આ મુકાબલો આબરૂ બચાવવા જેવો હશે. બંને ટીમોની પ્લેઈંગ-XI: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ: જેકબ બેથેલ, વિરાટ કોહલી, દેવદત્ત પડિક્કલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), કૃણાલ પાંડ્યા, રોમારિયો શેફર્ડ, ભુવનેશ્વર કુમાર, સુયશ શર્મા, રાસિખ સલામ, જોશ હેઝલવુડ. લખનઉ સુપર જાયન્ટ્સ: મિચેલ માર્શ, અર્શિન કુલકર્ણી, નિકોલસ પૂરન, એડન માર્કરામ, રિષભ પંત (કેપ્ટન/વિકેટકીપર), અક્ષત રઘુવંશી, હિંમત સિંહ, શાહબાઝ અહમદ, દિગ્વેશે સિંહ રાઠી, મોહમ્મદ શમી, પ્રિન્સ યાદવ.
    Click here to Read More
    Previous Article
    ચતુર ચહલની મુર્ખામી, ફ્લાઈટમાં ઈ-સિગારેટ પીતા ઝડપાયો!:હવામાં નિયમોનો ધુમાડો ઉડાવો મોંઘો પડશે, 'નો ફ્લાય લિસ્ટ'નું જોખમ; અગાઉ પરાગનો વારો પડી ગયો હતો
    Next Article
    સુવેન્દુ અધિકારીના PAની છેલ્લી 90 મિનિટ:સ્કોર્પિયોનો પીછો કર્યો, રસ્તો રોક્યો અને ગોળીઓ વરસાવી; VIDEOમાં જુઓ હત્યાની ટાઈમલાઈન

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment