Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મલાઇકા અરોરાનું પંજાબમાં ધમાકેદાર પરફોર્મન્સ:'ચલ છૈયા છૈયા' અને 'મુન્ની બદનામ' ગીતો પર ઠુમકા લગાવ્યા; સેલ્ફી લેવા ચાહકોમાં પડાપડી

    8 hours ago

    બોલિવૂડની ફિટનેસ ક્વીન મલાઇકા અરોરા તેના એનર્જેટિક ડાન્સ માટે પ્રખ્યાત છે. તાજેતરમાં મલાઇકાએ પંજાબના લુધિયાણામાં પર્ફોર્મ કર્યું હતું. વાસ્તવમાં શહેરના એક ઉદ્યોગપતિની એનિવર્સરી પાર્ટીમાં મલાઇકાએ ખાસ પરફોર્મન્સ આપ્યું હતું. મલાઈકા અરોરાને પોતાની વચ્ચે જોઈને ચાહકો તેની સાથે સેલ્ફી લેવા માટે બેકાબૂ બનતા જોવા મળ્યા. બાઉન્સરોએ ભારે મુશ્કેલીથી ભીડને સંભાળી. કાર્યક્રમમાં તેણે ‘ચલ છૈયા-છૈયા’, ‘અનારકલી ડિસ્કો ચલી’, ‘મુન્ની બદનામ હુઈ’, ‘નાચ પંજાબન’ જેવા ગીતો પર ડાન્સ કર્યો. સિંગર સાગર ભાટિયાએ પણ પોતાની ગાયકીથી માહોલ જમાવ્યો. મલાઈકાની પરફોર્મન્સની ઝલક… એક કલાક સુધી રોકાઈ મલાઈકા અરોરા મળતી માહિતી મુજબ, લુધિયાણાના પોશ વિસ્તાર ફિરોઝપુર રોડ પર આવેલા મહારાજા મેન્શનમાં બુધવારે શહેરના એક જાણીતા ટેક્સટાઈલ ઉદ્યોગપતિની 25મી સિલ્વર જ્યુબિલી એનિવર્સરી હતી, જ્યાં મલાઈકા અરોરાએ પરફોર્મન્સ આપ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ડીજે પાર્ટીથી થઈ, ત્યારબાદ મલાઈકા અરોરાએ સ્ટેજ સંભાળ્યું. આ દરમિયાન તેણે 'ચલ છૈયા-છૈયા', 'અનારકલી ડિસ્કો ચલી' અને 'મુન્ની બદનામ હુઈ' જેવા ગીતો પર ડાન્સ કર્યો. તે લગભગ એક કલાક સુધી અહીં રોકાઈ હતી. દરેકને ઝૂમવા મજબૂર કર્યાં કાર્યક્રમમાં શહેરની લગભગ 500 જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. કાર્યક્રમમાં જેવી મલાઈકાએ સ્ટેજ પર એન્ટ્રી લીધી, આખો હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો. મલાઈકાએ તેના સિગ્નેચર સ્ટેપ્સ અને સ્ટેજ પ્રેઝન્સથી દરેકને ઝૂમવા પર મજબૂર કરી દીધા. જ્યારે સિંગર સાગર ભાટિયાએ પણ ગીતોથી માહોલ જમાવ્યો. સેલ્ફી લેવા માટે આતુર દેખાયા ફેન્સ પર્ફોર્મન્સ દરમિયાન ત્યાં હાજર ફેન્સ મલાઈકા સાથે સેલ્ફી લેવા માટે આતુર દેખાયા. દરેક વ્યક્તિ આ ક્ષણને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરવા માંગતો હતો. જોકે, સુરક્ષા કારણો અને વ્યસ્ત શેડ્યૂલને કારણે મલાઈકા અરોરાએ ફક્ત પોતાની નિર્ધારિત પર્ફોર્મન્સ આપી અને તરત જ ત્યાંથી રવાના થઈ ગઈ.
    Click here to Read More
    Previous Article
    IPLનું ગણિત: હૈદરાબાદ નંબર-1, પંજાબ બીજા સ્થાને સરકી:આજે બેંગલુરુ પાસે ટેબલ ટોપર બનવાની તક, લખનઉ હારશે તો બહાર
    Next Article
    દિલ્હી-પટના ફ્લાઇટ ટર્બ્યુલન્સમાં ફસાઈ, લોકો ચીસો પાડવા લાગ્યા:પટનામાં રાત્રે ભારે વરસાદ, ગરમીના કારણે જયપુરના રસ્તાઓ પર પાણીનો છંટકાવ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment