Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જયપુરમાં આજે ઓપરેશન સિંદૂરની પ્રથમ વર્ષગાંઠ ઉજવવામાં આવશે:રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે ત્રણેય સેના પ્રમુખ આવશે, ઓપરેશન સંબંધિત ફિલ્મ રિલીઝ કરશે

    8 hours ago

    ઓપરેશન સિંદૂરની પ્રથમ વર્ષગાંઠ સેના જયપુરમાં ઉજવશે. અહીંના સાઉથ વેસ્ટર્ન કમાન્ડમાં ગુરુવારે કાર્યક્રમ યોજાશે. તેમાં સામેલ થવા માટે રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે ત્રણેય સેનાના પ્રમુખો જયપુર આવશે. કાર્યક્રમમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ પણ હાજર રહી શકે છે. આ દરમિયાન ઓપરેશન સંબંધિત ફિલ્મ પણ રિલીઝ કરવામાં આવશે. ઓપરેશન સિંદૂરની પ્રથમ એનિવર્સરી પર ગુરુવારે બપોરે સાઉથ વેસ્ટર્ન કમાન્ડમાં સેનાની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. લેફ્ટનન્ટ જનરલ ઝુબિન એ મિનવાલા, લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ, એર માર્શલ અવધેશ કુમાર અને વાઇસ એડમિરલ એ એન પ્રમોદ સહિત સેનાના અનેક અધિકારીઓ હાજર છે. ઝુબિન એ મિનવાલા ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફના ડેપ્યુટી ચીફ (ઓપરેશન), રાજીવ ઘાઈ ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન અને ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ, એર માર્શલ અવધેશ કુમાર ડાયરેક્ટ જનરલ એર ઓપરેશન અને વાઇસ એડમિરલ એ એન પ્રમોદ ડાયરેક્ટર જનરલ નેવલ ઓપરેશન છે. ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેના, વાયુ સેના અને નૌસેના તરફથી આ ત્રણ અધિકારીઓએ જ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. મિલિટરી ઓપરેશનના ડાયરેક્ટર જનરલ અને આર્મી સ્ટાફના ડેપ્યુટી ચીફ રાજીવ ઘઈએ કહ્યું- 65% હથિયારો હવે આપણા દેશમાં બની રહ્યા છે. સેના તે જ હથિયારોનો ઉપયોગ કરી રહી છે. ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી, હજુ તો શરૂઆત છે. ભારત આતંકવાદ સામે લડતો રહેશે. ભારત પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે દરેક પગલું ભરશે. ઓપરેશન સિંદૂર સંબંધિત ફિલ્મના શોર્ટ્સ જુઓ…
    Click here to Read More
    Previous Article
    વીવો 'X300 FE' અને 'X300-અલ્ટ્રા' લોન્ચ:અલ્ટ્રા મોડેલમાં 200MP કેમેરા અને ZEISS ટેલિફોટો લેન્સ, જાણો 'કેમેરા કિંગ' સ્માર્ટફોન સિરીઝની કિંમત અને ફીચર્સ
    Next Article
    ‘સંતોષ’,‘શિવાય’ અને હવે ‘મમતા’ના નામે રામગોપાલના કાંડ:સુરતમાં ચલાવતો દીકરીઓના કતલની હાટડી, 10 હજારમાં ઘરે આવી ગર્ભ પરીક્ષણ અને 15 હજારમાં ગર્ભપાત કરતો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment