Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિન્દુ પતિની પત્ની અને બાળકને રજૂ કરવા હોઇકોર્ટમાં હેબિયસ કોર્પસ:બાંગ્લાદેશથી ગેરકાયદે ઘૂસી, અરજદાર સાથે પ્રેમલગ્ન બાદ સંતાન થયું; હાલમાં માતા-પુત્ર સંરક્ષણ ગૃહમાં

    8 hours ago

    અમદાવાદમાં રહેતા એક ભારતીય હિન્દુ પતિ દ્વારા પત્ની અને તેના 7 મહિનાના બાળકને રજૂ કરવા ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી દાખલ કરવામાં આવી છે. સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે વરિષ્ઠ પોલીસ અધિકારી મારફતે જવાબ દાખલ કરી જણાવ્યું હતું કે અરજદારની પત્ની બાંગ્લાદેશની નાગરિક છે અને ભરુચમાં નોંધાયેલા FIR મુજબ એક આરોપી દ્વારા અન્ય મહિલાઓ સાથે ગેરકાયદેસર રીતે ભારતમાં લાવવામાં આવી હોવાનો તપાસમાં ખુલાસો થયો છે. ‘7 મહિનાના બાળકના માનવતાવાદી પાસા તરફ કોર્ટનું ધ્યાન દોર્યું’ સરકારી વકીલે રજૂઆત કરી હતી કે મહિલાની હિલચાલ ઉપર ફોરેનર્સ અને ઈમીગ્રન્ટસ સંબંધિત કાયદાઓ હેઠળ કાયદેસર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાથી બંધારણના આર્ટિકલ 21ના ભંગનો પ્રશ્ન ઊભો થતો નથી. અરજદાર પક્ષે હાજર રહેલા એડવોકેટે રાજ્યના જવાબ સામે રિજોઇન્ડર દાખલ કરવા સમય માગ્યો હતો અને 7 મહિનાના બાળકના માનવતાવાદી પાસા તરફ કોર્ટનું ધ્યાન દોર્યું હતું. અરજદાર યુવક સાથે પ્રેમલગ્ન કર્યા ને બાળકનો જન્મ પણ થયો હાઈકોર્ટે મામલાને વેકેશન બાદ મુલતવી રાખ્યો હતો. ત્યાં સુધી પત્ની અને બાળકની હિલચાલ ઉપરનો પ્રતિબંધ યથાવત્ રહેશે, જ્યારે પરિવારજનોને અગાઉની જેમ મળવાની મંજૂરી ચાલુ રહેશે. વર્તમાનમાં યુવતી અને બાળક બંને સરકારના સંરક્ષણ ગૃહમાં છે. ઉલ્લેખનીય છે કે આરોપી દ્વારા બાંગ્લાદેશમાંથી ભારતમાં પ્રવેશેલી યુવતી તેના ચુંગલમાંથી ભાગી નીકળવામાં સફળ રહી હતી. અરજદાર યુવક કે જે તેનો પતિ છે તેની સાથે અહીં પ્રેમ સંબંધ બંધાયો હતો. તેઓએ લગ્ન કર્યા હતા અને તેનાથી બાળકનો પણ જન્મ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    યુપી સહિત 9 રાજ્યોમાં વરસાદ:બિહારમાં કરા પડ્યા, વીજળી પડવાથી 2 ના મોત; રાજસ્થાનના જયપુરમાં રસ્તાઓ પર પાણીનો છંટકાવ
    Next Article
    e-Bhoomi portal launched | Haryana’s 1.7-L acre infra blueprint: Land push reshapes urban landscape

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment