Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- શેરબજારમાં પોઝિટિવ સેન્ટિમેન્ટ હાવી:ભારતીય શેરબજારમાં ઉછાળે સાવચેતીનો માહોલ

    8 hours ago

    બુધવારના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં ઘટાડા બાદ સ્પષ્ટ બુલિશ ટ્રેન્ડ જોવા મળ્યો, જેમાં વ્યાપક ખરીદી અને પોઝિટિવ સેન્ટિમેન્ટ હાવી રહ્યો. શરૂઆતમાં જ મજબૂત ઓપનિંગ મળતા રોકાણકારોને ઇન્ડેક્સમાં અપસાઇડ મોમેન્ટમ સાથે ખરીદી તરફી માહોલ જોવા મળ્યો અને દિવસ દરમિયાન ભારે વોલેટિલિટી હોવાં છતાં ખરીદી સ્ટ્રેટેજી સ્પષ્ટ રીતે અસરકારક રહી. વૈશ્વિક સંકેતોમાં સુધારો, સ્થાનિક ફંડ ફ્લો અને ટેકનિકલ બ્રેકઆઉટના કારણે માર્કેટ સ્ટ્રક્ચર અપટ્રેન્ડમાં રહી અને રોકાણકારોનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યો. પશ્ચિમ બંગાળમાં ભાજપના જવલંત વિજય અને આસામ, પોંડિચેરીમાં સત્તા કાયમ રાખવાના પોઝિટીવ પરિબળ સામે ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્વ વિરામનો અઘોષિત અંત આવી ગયો હોય એમ બજારમાં તેજી જોવા મળી હતી. મારાં અંગત મત મુજબ આંતરરાષ્ટ્રીય સ્તરે કેટલાક હકારાત્મક ફેરફારોને કારણે કિંમતી ધાતુઓના ભાવમાં આ ઉછાળો આવ્યો છે. અમેરિકાએ 'ઓપરેશન એપિક ફ્યુરી' ખતમ કરવાની જાહેરાત કરી છે, જેની બજાર પર સકારાત્મક અસર પડી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે 'પ્રોજેક્ટ ફ્રીડમ'ને અટકાવી દીધો છે, જે વૈશ્વિક અનિશ્ચિતતા ઘટાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષમાં હવે યુદ્ધ પર ડીલ થવાના સંકેતો મળી રહ્યા છે, જેના કારણે રોકાણકારો ફરીથી સોના-ચાંદી તરફ વળ્યા છે. જેમાં અપેક્ષિત ઘટાડા બાદ નવેસરથી નવી ખરીદી જોવા મળી રહી છે. સેન્સેક્સમાં આજે મજબૂત તેજી દ્વારા મહત્વપૂર્ણ રેઝિસ્ટન્સ લેવલ પાર કર્યા. બેંકિંગ અને હેવીવેઈટ સ્ટોક્સમાં મજબૂત ખરીદીથી ઇન્ડેક્સને મોટું સપોર્ટ મળ્યું. અંતે સેન્સેક્સ દિવસના ઊંચા લેવલ નજીક ક્લોઝ થયો. બીએસઇ સેન્સેક્સ મૂવમેન્ટ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ 77017 સામે 77424 પોઈન્ટના મથાળેથી ખુલીને 76773 પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો... સરેરાશ 1249 પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ 940 પોઈન્ટના ઉછાળા સાથે 77958 પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર મૂવમેન્ટ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ 24106 સામે 24266 પોઈન્ટના મથાળેથી ખુલીને 24470 પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો... સરેરાશ 414 પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર 360 પોઈન્ટના ઉછાળા સાથે 24466 પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!! વૈશ્વિક સ્તરે જીઓપોલિટિકલ તણાવમાં મર્યાદિત રાહત અને ગ્લોબલ માર્કેટમાં સ્થિરતા જોવા મળી. યુએસ અને યુરોપિયન બજારોમાં પોઝિટિવ ટ્રેન્ડ ભારતીય બજાર માટે સપોર્ટિવ રહ્યા. સ્થાનિક પરિબળો :- સ્થાનિક સ્તરે ડીઆઈઆઈ દ્વારા સતત ખરીદી બજાર માટે મજબૂત સપોર્ટ બની. ભારતીય અર્થતંત્રના મજબૂત ફંડામેન્ટલ્સ, નિયંત્રિત મોંઘવારી અને સકારાત્મક કોર્પોરેટ પરિણામો રોકાણકારોના વિશ્વાસને વધારતા રહ્યા. રૂપિયામાં સ્થિરતા અને નીતિ આધારિત સપોર્ટ પણ બજાર માટે પોઝિટિવ રહ્યા. બેંકિંગ અને ફાઈનાન્સ સેક્ટરમાં મજબૂત તેજી જોવા મળી, જે ઇન્ડેક્સના મુખ્ય ડ્રાઈવર રહ્યા. IT સેક્ટરમાં ગ્લોબલ સંકેતો સુધરતા ખરીદી જોવા મળી. ઓટોમોબાઈલ સેક્ટરમાં માંગમાં સુધારા અને ખર્ચ નિયંત્રણથી તેજી રહી. કેપિટલ ગુડ્સ અને પાવર સેક્ટરમાં વેલ્યુ બાયિંગ નોંધાયું. મિત્રો, હાલનાં ઘટાડામાં ડીઆઈઆઈ દ્વારા મજબૂત ખરીદી બજાર માટે મુખ્ય સપોર્ટ બની. ટેકનિકલ ચાર્ટ પર બ્રેકઆઉટ અને તેજી માટે મહત્વપૂર્ણ રહ્યા. વૈશ્વિક બજારોમાં પોઝિટિવ ટ્રેન્ડ, ક્રૂડ ઓઈલમાં સ્થિરતા અને મજબૂત ફંડામેન્ટલ્સ રોકાણકારોના વિશ્વાસને વધારતા રહ્યા. એફઆઈઆઈ દ્વારા ક્યારેક પ્રોફિટ બુકિંગને કારણે ઇન્ટ્રાડે વોલેટિલિટી જોવા મળી. ઊંચા વેલ્યુએશન રોકાણકારોને સાવચેત રાખે છે. વૈશ્વિક અનિશ્ચિતતા સંપૂર્ણપણે દૂર થઈ નથી. કોમોડિટી મૂવમેન્ટ :- વૈશ્વિક બજારમાં ભૌગોલિક-રાજકીય તણાવમાં ઘટાડો થવાના સંકેતો વચ્ચે ભારતીય કોમોડિટી માર્કેટ(MCX)માં સોના અને ચાંદીના ભાવમાં અત્યંત આક્રમક તેજી જોવા મળી છે. માત્ર એક જ દિવસમાં ચાંદીના ભાવમાં અંદાજીત રૂ 8000 અને સોનામાં રૂ 2500 સુધીનો જંગી વધારો નોંધાયો છે. ભવિષ્યની રણનીતિ : લાર્જકેપ અને ક્વોલિટી સ્ટોક્સ પર ફોકસ રાખો. બેંકિંગ અને કેપિટલ ગુડ્સ સેક્ટરમાં અવસર શોધો. વોલેટાઇલ માર્કેટમાં ઓવર-ટ્રેડિંગ ટાળો અને યોગ્ય રિસ્ક મેનેજમેન્ટ રાખો. આજના સેશનમાં બજાર મજબૂત બુલિશ ટ્રેન્ડમાં રહ્યું, જેમાં વ્યાપક ખરીદી અને પોઝિટિવ સેન્ટિમેન્ટ જોવા મળ્યો. ટેકનિકલ અને ફંડામેન્ટલ બંને પરિબળો બજારને સપોર્ટ આપે છે. ટૂંકા ગાળામાં બજાર પોઝિટિવ બાયસ સાથે વોલેટાઇલ રહી શકે છે. જો નિફ્ટી ફ્યુચર 24404 પોઈન્ટના મહત્વપૂર્ણ લેવલ ઉપર ટકી રહે તો આગળ વધુ તેજી જોવા મળી શકે છે. ઈરાન પણ સમજૂતી-ડિલ માટે પોતે તૈયાર હોવાનું દર્શાવીને વાટાઘાટ-મંત્રણા માટે પોઝિટીવ હોવાનું કહીને બીજી તરફ અમેરિકાની ન્યુક્લિયર સહિતના કેટલાક મુદ્દે વાત માનવા ઈન્કાર કરીને સંપૂર્ણ શરણાગતિ સ્વિકારવા તૈયાર નથી. આ જો અને તો ની અનિશ્ચિતતા વચ્ચે ક્રુડ ઓઈલના ભાવ 128 ડોલર આંબી જવા અને અમેરિકી ડોલર સામે રૂપિયો 95 ની સપાટી તોડીને નવા ઐતિહાસિક તળીયે ઉતરી જવાથી ભારત માટે નેગેટીવ પરિબળો રચાયા છે. Ø તા. 06.05.2026 ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ 24466 પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 24606 પોઈન્ટના પ્રથમ અને 24676 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે 24404 પોઈન્ટ થી 24373 પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર 24303 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ....!!! હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ Ø ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ( 1095 ) :- પર્સનલ કેર સેક્ટરનો આ સ્ટોક રૂ. 1083 નો પ્રથમ તેમજ રૂ. 1074 ના બીજા સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા સમયગાળે રૂ. 1103 થી રૂ. 1113 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ. 1120 ઉપર તેજી તરફી ધ્યાન...!! Ø ઓબેરોઈ રિયલ્ટી ( 1678 ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ. 1660 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ. 1644 ના સપોર્ટથી આ સ્ટોક રૂ. 1693 થી રૂ. 1707 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! Ø ઇન્ડસઇન્ડ બેંક ( 955 ) :- રૂ. 938 નો પ્રથમ તેમજ રૂ. 925 ના બીજા સપોર્ટથી પ્રાઈવેટ બેંક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ. 973 થી રૂ. 980 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! Ø કોટક મહિન્દ્રા બેંક ( 380 ) :- પ્રાઈવેટ બેંક સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ. 388 થી રૂ. 393 ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ. 367 નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!! Ø એસબીઆઈ કાર્ડ્સ ( 655 ) :- રૂ. 01 ની ફેસવેલ્યુ ધરાવતા નોન બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ. 633 નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ. 664 થી રૂ. 670 આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે...!!!
    Click here to Read More
    Previous Article
    Akhilesh targets BJP & EC with ‘vote dakaiti’ charge; says ended I-PAC contract due to lack of funds
    Next Article
    વડોદરામાં કિશોરે સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી:સગીરાને પેટમાં દુઃખાવો થતા હોસ્પિટલમાં તપાસ માટે લઈ જતા ભાંડો ફુટયો, પોલીસે કિશોરને ડિટેઇન કર્યો

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment