Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિટ એન્ડ રન:રાજકોટના મવડી વિસ્તારમાં વોકિંગ કરવા નીકળેલા વૃઘ્ધનું કાર અડફેટે મોત, અકસ્માત સર્જી કારચાલક ફરાર

    8 hours ago

    રાજકોટમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે જેમાં ગોવિંદભાઇ જીણાભાઇ આસોદરીયા (ઉ.વ.75) નામના વૃધ્ધ ગઈકાલે રાત્રે પોતાના ઘરેથી ચાલવા નીકળ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે આવતી કારના ચાલકે વૃધ્ધને ઠોકર મારતા તેઓ ફંગોળાઈને જમીન પર પટકાયા હતા અને કાર ચાલક અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો. જો કે આસપાસના લોકોએ 108 મારફત વૃદ્ધને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણ થતા તાલુકા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ગોવિંદભાઈને સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. પોતે બે ભાઈ અને એક બહેનમાં મોટા હતા. ઘરના મોભીના આકસ્મિક મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. રિક્ષામાંથી રૂ.1.09 લાખના ગાંજા સાથે બે ઝડપાયા રાજકોટ શહેર SOG ટિમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન મળેલી સંયુક્ત બાતમીના આધારે કુવાડવા-વાંકાનેર રોડ પર સણોસરા ગામ પાસે વોચ ગોઠવવામાં આવી હતી દરમિયાન જીજે.03.સીટી.6247 નંબરની ઓટો રિક્ષાને અટકાવી તપાસ કરતા તેમાંથી 2.193 કિલોગ્રામ પ્રતિબંધિત માદક પદાર્થ 'ગાંજો' મળી આવ્યો હતો જેથી પોલીસે યાદવનગરના શરદ ઉર્ફે શિવો દિલીપભાઇ ભરખડા (ઉ.વ.30) અને આજીડેમ વિસ્તારના સોયબ ઇમ્તીયાઝભાઇ ચૌહાણ (ઉ.વ.29)ની ધરપકડ કરી ગાંજાના જથ્થા ઉપરાંત રૂ.2 લાખની ઓટો રિક્ષા, બે મોબાઈલ ફોન, રોકડ રકમ અને અન્ય ચીજવસ્તુઓ મળી કુલ રૂ.3.20 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. સોલાર પેનલના નામે ઠગાઈ આચરતી ટોળકી સામે વધુ એક ફરિયાદ રાજકોટના ફરિયાદીએ જણાવ્યું હતું કે,ગત ઓક્ટોબર 2025માં ફેસબુક પર 'ઇન્ટિફાય સોલાર' નામની કંપનીની સોલાર પેનલ માટેની જાહેરાત જોઈ હતી આ જાહેરાતના આધારે સંપર્ક કરતા આરોપી ધીરજભાઈએ બજાર ભાવ કરતા સસ્તામાં સોલાર પેનલ નાખી આપવાની ખાતરી આપી હતી અને રૂ.1,48,000નું કોટેશન આપ્યું હતું જેમાં લોન કરાવવાની લાલચ આપી આરોપીઓએ ફરિયાદીની પત્નીના દસ્તાવેજો મેળવ્યા હતા. આ પછી બજાજ ફાઈનાન્સમાંથી રૂ.1,31,000ની લોન મંજૂર કરાવી તે નાણાં કંપનીના ખાતામાં ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ફરિયાદી પાસેથી વધારાના રૂ.16,000 સ્કેનર દ્વારા ઓનલાઈન મેળવી લેવામાં આવ્યા હતા. આમ કુલ રૂ.1,48,000 મેળવી લીધા બાદ પણ સોલાર પેનલ ફિટ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું ન હતું જ્યારે ફરિયાદીએ કામ માટે ઉઘરાણી કરી ત્યારે આરોપીઓએ અવારનવાર બહાના કાઢીને ફોન બંધ કરી દીધા હતા તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ કંપનીના માલિકો કાનાભાઈ મેરામભાઇ બદિયાવદરા, હિરેનભાઈ નાથાભાઈ લાઠિયા અને ચેતનભાઈ પાનખાણીયા છે. હાલ આજીડેમ પોલીસે ચારેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    બંગાળમાં ભાજપ સરકાર, બાંગ્લાદેશને લોકોના પાછા ફરવાનો ડર:બાંગ્લાદેશી મંત્રીએ કહ્યું- આશા છે કે બળજબરીથી મોકલવામાં આવશે નહીં, બોર્ડર ફોર્સ એલર્ટ પર
    Next Article
    Male friend kills Vadodara woman over ‘suspicion’, dumps body; held

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment