Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુરુવારનું રાશિફળ:આજનો દિવસ કન્યા રાશિના જાતકો માટે નવી સફળતા લઈને આવશે, મીન રાશિના લોકોની સમસ્યાઓનો અંત આવશે

    11 hours ago

    ગુજરાતી પંચાંગ અનુસાર, 07 મે 2026, ગુરુવારના રોજ વૈશાખ વદ પાંચમ/છઠ્ઠ ​​​​​છે. આ દિવસની ચંદ્ર રાશિ મકર છે. રાહુકાળ બપોરે 02:13થી 03:50 સુધી રહેશે. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે, એ તમારી રાશિ પ્રમાણે જાણી લો… પોઝિટિવ- પારિવારિક સ્તરને બહેતર બનાવવા માટે પરિવારના સભ્યો સાથે સકારાત્મક વિચાર વિમર્શ થશે. કોઈ પ્રિય મિત્રની મુસીબતમાં તેની મદદ કરવાથી તમને હાર્દિક ખુશી પ્રાપ્ત થશે. રોજગાર પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ યુવાનોને કોઈ આશા મળશે. નેગેટિવ- ભૂતકાળની કોઈ નકારાત્મક વાત તમારા આજ પર હાવી થઈ શકે છે, જેની અસર તમારા સંબંધો પર પણ પડશે. બીજાની બાબતોમાં હસ્તક્ષેપ કરવાનું ટાળો, અન્યથા વાદ-વિવાદ ઊભો થઈ શકે છે. પોતાના કાર્ય સાથે જ મતલબ રાખો. વ્યર્થની પ્રવૃત્તિઓમાં ધ્યાન જ ન આપો. વ્યવસાય- કાર્યક્ષેત્ર પર ફાયનાન્સને લઈને કોઈ ખાસ કાર્ય સંપન્ન થશે. આ સમયની ગ્રહ સ્થિતિ તમારા માટે યોગ્ય ભાગ્યનું નિર્માણ કરી રહી છે. માર્કેટિંગ સંબંધી પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રીતે સંપન્ન થઈ જશે. નોકરીયાત વ્યક્તિઓને પણ કોઈ શુભ સૂચના પ્રાપ્ત થઈ શકે છે. લવ- ઘરનું વાતાવરણ ખુશનુમા અને સુકૂનભર્યું રહેશે. પરિવારની સાથે ખુશનુમા મનોરંજનની પળો પસાર થશે. સ્વાસ્થ્ય- ખાંસી-શરદી અથવા ગળું ખરાબ રહેવા જેવી કોઈ તકલીફને નજરઅંદાજ ન કરો. તરત જ પોતાનો ઈલાજ કરાવો. લકી કલર- સફેદ લકી નંબર- 3 પોઝિટિવ- વર્તમાન પરિસ્થિતિઓ અનુસાર પોતાની દિનચર્યામાં પણ બદલાવ લાવવો તમને નવો દ્રષ્ટિકોણ આપશે. કોઈ ખુશખબર પણ મળવાના છે. યુવા વર્ગને પોતાના કોઈ કાર્યમાં સફળતા મળવાથી રાહત રહેશે. માનસિક સુખની પ્રાપ્તિ માટે કોઈ એકાંત અથવા ધાર્મિક સ્થળ પર થોડો સમય જરૂર પસાર કરો. નેગેટિવ- દિવસના બીજા ભાગમાં કોઈ વાતને લઈને તણાવ થઈ શકે છે. ધૈર્ય અને શાંતિ રાખો તથા પારિવારિક બાબતોમાં પણ પોતાનું યોગદાન આપવું જરૂરી છે. યુવા વર્ગ વ્યર્થની મોજમસ્તીમાં સમય નષ્ટ ન કરે. નહીંતર કોઈ ઉપલબ્ધિ હાથમાંથી નીકળી પણ શકે છે. વ્યવસાય- વ્યવસાયમાં હાથમાં આવેલા કોઈ પણ અવસરને વધારે વિચાર કરવામાં ન ગુમાવો તથા તરત નિર્ણય લો. સંપર્ક સૂત્ર તથા માર્કેટિંગ સંબંધી કાર્યોમાં ફાયદો થવાની સંભાવના છે. પરંતુ કોઈ પણ પ્રકારની ઉધારી ન કરો. યુવાનોને પણ પોતાના કરિયરને પ્રાથમિકતા આપવાની જરૂર છે. લવ- જીવનસાથી તથા પરિવારજનોના પરસ્પર સામંજસ્ય દ્વારા ઘરની વ્યવસ્થા યોગ્ય જળવાઈ રહેશે. પ્રેમ સંબંધ પણ સુખદ રહેશે. સ્વાસ્થ્ય- સંતુલિત આહારની સાથે-સાથે વ્યાયામ અને યોગ જેવી બાબતો પર પણ ધ્યાન આપો. આનાથી ઇમ્યુનિટી સ્ટ્રોંગ રહેશે. લકી કલર- વાદળી લકી નંબર- 6 પોઝિટિવ- આજનો દિવસ ખાસ કરીને મહિલાઓ માટે ઉપલબ્ધિઓ વાળો છે. ઘણી નવી જાણકારીઓ અને અનુભવો પણ શીખવા મળશે. અટકેલા કાર્યોમાં ગતિ આવશે. કોઈ પોલિસી અથવા પ્રોપર્ટી વગેરેમાં રોકાણ કરવું યોગ્ય રહેશે. નેગેટિવ- માનસિક સુકૂન બનાવી રાખવા માટે થોડો સમય ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે પણ જરૂર કાઢો. તમારી કોઈ વ્યક્તિગત વાતને લઈને પરિવારમાં કોઈ તણાવ થઈ શકે છે. પોતાના સ્વભાવ પ્રત્યે આત્મચિંતન અવશ્ય કરો. વિદ્યાર્થીઓ પોતાના શિક્ષણ પ્રત્યે બેદરકારી ન દાખવે. વ્યવસાય- વ્યાવસાયિક દ્રષ્ટિએ પરિસ્થિતિઓ સામાન્ય જ રહેશે. આ સમયે કોઈ પણ નવી યોજના કે પ્લાનિંગ પર કામ કરવું નુકસાનકારક રહેશે. પ્રોપર્ટી સંબંધી કોઈ પણ ડીલ કરવાની હોય, તો અત્યંત નફાની આશા ન રાખો અને પેપર્સ વગેરેની પણ સારી રીતે તપાસ કરી લો. લવ- ઘરમાં વ્યવસ્થિત તથા સુખ-શાંતિ ભરેલો માહોલ રહેશે. પ્રેમ સંબંધોમાં પણ એકબીજા પ્રત્યે આકર્ષણ વધશે. સ્વાસ્થ્ય- હવામાનને અનુરૂપ પોતાની દિનચર્યા વ્યવસ્થિત રાખવી જરૂરી છે. આયુર્વેદિક વસ્તુઓનું વધુમાં વધુ સેવન કરો. લકી કલર- સફેદ લકી નંબર- 9 પોઝિટિવ- કોઈ અટકેલું આવકનું સાધન ફરી શરૂ થઈ શકે છે. પ્રોપર્ટી અથવા ઘરની સુખ-સુવિધા સંબંધી વસ્તુઓની ખરીદી પર મોટાભાગનો સમય પસાર થશે. બાળકોને તમારા માર્ગદર્શનમાં કોઈ નિર્ણય લેવામાં સરળતા થશે અને તેમનું મનોબળ પણ વધશે. નેગેટિવ- જોશમાં આવીને પોતાની વાતો કોઈની સાથે શેર કરી શકો છો, જે નુકસાનકારક રહેશે. નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી અંતર બનાવી રાખવું યોગ્ય છે, તે તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે. યાત્રામાં પોતાના સામાનનું ધ્યાન રાખો. વ્યવસાય- વ્યવસાય સાથે સંબંધિત પોતાના મહત્વના કામ નિયત સમય પર પતાવવાની કોશિશ કરો. અત્યારે સમય વધારે અનુકૂળ તો નથી, છતાં પણ પ્રવૃત્તિઓમાં કંઈક સુધારો અવશ્ય આવશે. ઓફિસમાં કોઈ કર્મચારીના કારણે પ્રોજેક્ટમાં મુશ્કેલીઓ આવી શકે છે. લવ- પતિ-પત્ની વચ્ચે પરસ્પર નિકટતા વધશે. મિત્રોની સાથે પિકનિક મૂવી વગેરેનો પ્રોગ્રામ બની શકે છે. સ્વાસ્થ્ય- ઘરના વડીલોની સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીને બેદરકારીમાં ન લો. તરત જ ઈલાજ કરાવો. લકી કલર- જાંબલી લકી નંબર- 4 પોઝિટિવ- છેલ્લા કેટલાક સમયથી તમે જે યોજનાઓ બનાવી રહ્યા હતા હવે તેને અમલમાં મૂકવાનો યોગ્ય સમય છે, પ્રયત્નશીલ રહો. જો ક્યાંય પૈસા ઉધાર આપેલા છે કે ફસાયેલા છે તો આજે તેનો કંઈક હિસ્સો પાછો મળી શકે છે. સાથે જ આજે કોઈ રાજકીય સંબંધથી તમને કંઈક ફાયદો થવાની આશા છે. નેગેટિવ- પોતાના સ્વભાવમાં લવચીકપણું (લવચીકતા) લાવવું જરૂરી છે. વિપરીત પરિસ્થિતિઓમાં લાગણીઓના આવેશમાં ન આવો. બીજાની સાથે શક અને વહેમ જેવી સ્થિતિ ન આવવા દો. સંતાનની કોઈ સમસ્યામાં તેનો સહયોગ કરવો જરૂરી છે. વ્યવસાય- વેપારમાં વિસ્તાર સંબંધી યોજનાઓ પર ગંભીરતાથી વિચાર કરો અને પોતાના પ્રોડક્ટની ક્વોલિટીને પણ બહેતર કરો. ઈમ્પોર્ટ-એક્સપોર્ટ સંબંધી વ્યવસાયમાં શ્રેષ્ઠ લાભના યોગ બનેલા છે. નોકરીમાં તમારો ટાર્ગેટ સરળતાથી હાંસલ થઈ જશે. લવ- પતિ-પત્નીના પ્રયાસો અને સામંજસ્યથી ઘરમાં સુખદ માહોલ બનેલો રહેશે. પ્રેમ પ્રસંગ બદનામી અને અપયશનું કારણ બની શકે છે. તેથી સાવધાન રહો. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય સારું રહેશે. પરંતુ મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહે. આ સમયે કોઈ પ્રકારના ઇન્ફેક્શનની આશંકા લાગી રહી છે. લકી કલર- લીલો લકી નંબર- 7 પોઝિટિવ- આજના દિવસે માનસિક અને શારીરિક સ્તર પર ખુદને સ્વસ્થ અને પ્રફુલ્લિત અનુભવશો અને તમે યોગ્ય નિર્ણય લેવામાં પણ સક્ષમ રહેશો. કોઈ સંબંધી સાથે સંબંધિત શુભ સમાચાર પણ સાંભળવા મળી શકે છે. જો કોઈ વહેંચણી સંબંધી કાર્ય ચાલી રહ્યું છે, તો કોઈની મધ્યસ્થતાથી ઉકેલવાનો પ્રયાસ કરો. નેગેટિવ- જૂની નકારાત્મક વાતોને વર્તમાન પર હાવી ન થવા દો. કારણ કે આનાથી તણાવ મળવા અને સંબંધ બગડવા સિવાય બીજું કંઈ હાંસલ નહીં થાય. મહિલાઓ વિજાતીય વ્યક્તિઓ સાથે વાતચીત દરમિયાન સાવધાની રાખે. અન્યથા કોઈ પ્રકારની બદનામી થઈ શકે છે. વ્યવસાય- વ્યવસાયમાં કેટલીક નવી ઉપલબ્ધિઓ મળશે. યોગ્ય સૂઝબૂઝ અને સમજદારીથી તરત અમલમાં મૂકો. આ સમયે માર્કેટિંગ તથા પેમેન્ટ કલેક્ટ કરવા જેવા કાર્યમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત રાખો. પબ્લિક રિલેશન તમારા માટે વ્યવસાય સંબંધી નવા સ્ત્રોત ઉત્પન્ન કરી શકે છે. ઓફિસમાં શાંતિપૂર્ણ માહોલ રહેશે. લવ- ઘરની વ્યવસ્થાને સુચારૂ રીતે ચલાવવામાં જીવનસાથીનો ભરપૂર સહયોગ રહેશે. પ્રેમ સંબંધોને લગ્ન માટે પારિવારિક સ્વીકૃતિ મળી શકે છે. સ્વાસ્થ્ય- જો તમે કોઈ માનસિક પીડામાંથી પસાર થઈ રહ્યા છો, તો વધારે વિચાર કરવા અને તણાવની સ્થિતિથી બચો. લકી કલર- કેસરી લકી નંબર- 1 પોઝિટિવ- આજનો દિવસ તમને કોઈ યાદગાર પળ આપવાનો છે. કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત ખૂબ જ લાભદાયક રહેશે. તમારા મગજમાં નવી નવી યોજનાઓ ઉપજશે. જે ઘર તથા વ્યવસાય બંને માટે યોગ્ય સાબિત થશે. પરિવારની સાથે શોપિંગ વગેરેમાં પણ મધુર સમય પસાર થશે. નેગેટિવ- કોઈ પણ પ્રકારના વાદ-વિવાદથી બચો, આ સમયે ખૂબ જ ધીરજ અને શાંત ચિત્ત રહેવાની જરૂર છે. કોઈ મિત્ર કે ભાઈ સાથે સંબંધ બગડવાની આશંકા લાગી રહી છે. આની નકારાત્મક અસર તમારી કાર્ય ક્ષમતા પર પડી શકે છે. બિનજરૂરી ખર્ચાઓમાં કાપ મૂકવો ખૂબ જરૂરી છે. વ્યવસાય- વ્યવસાયમાં તમારો કામ કરવાનો ઝનૂન તમને તમારી મહેનતનું યોગ્ય પરિણામ આપશે. આયાત-નિકાસના વ્યવસાયમાં પણ લાભની યોગ્ય તકો બનેલી છે. કોઈ નવી યોજના પણ બની શકે છે. કોઈ પણ ઓફિશિયલ યાત્રા કરવા માટે સમય અનુકૂળ નથી. લવ- વૈવાહિક તથા પ્રેમ સંબંધ બંનેમાં જ યોગ્ય ભાવનાત્મક નિકટતા બનેલી રહેશે. મિત્રો સાથે ગેટ-ટુગેધર સંબંધી પ્લાન પણ બનશે. સ્વાસ્થ્ય- અસંતુલિત ખાનપાનને કારણે પાચન સંબંધી સમસ્યા વધી શકે છે. પોતાની દિનચર્યા વ્યવસ્થિત રાખો. લકી કલર- બદામી લકી નંબર- 9 પોઝિટિવ- આ રાશિના લોકોની ગતિશીલતા અને આકર્ષક વ્યક્તિત્વ ભરપૂર બનેલું રહેશે. પોતાની યોજનાઓને મૂર્ત રૂપ આપવાનો અનુકૂળ સમય છે. યુવા વર્ગ પોતાના લક્ષ્યને લઈને ફોકસ રહેશે. થોડો સમય રચનાત્મક તથા મનગમતા કાર્ય માટે પણ જરૂર કાઢો, આનાથી તમને માનસિક સુકૂન મળશે. નેગેટિવ- ધ્યાન રાખો કે ઉતાવળ અને ભાવુકતામાં લીધેલો નિર્ણય ભવિષ્યમાં તમારા માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. બહેતર રહેશે કે કોઈની સલાહ માનતા પહેલા તેના તમામ પાસાઓ પર વિચાર અવશ્ય કરો. વિદ્યાર્થીઓને પોતાની ભણતર પ્રત્યે વધુ ધ્યાન આપવાની જરૂર છે. વ્યવસાય- કારોબારી પ્રવૃત્તિઓમાં અનુકૂળતા રહેશે. પ્રભાવશાળી તથા અનુભવી લોકોની પ્રવૃત્તિઓ પર ધ્યાન આપો, આનાથી તમને ઘણી મહત્વની જાણકારીઓ મળશે. તમે તમારા કારોબારમાં જે બદલાવ સંબંધી નીતિઓ બનાવી છે, તેના પર જલ્દી જ અમલ કરો. નોકરીયાત લોકોની કોઈ કારણસર અપમાનજનક સ્થિતિ પણ બની શકે છે. લવ- વૈવાહિક સંબંધ મધુરતા પૂર્ણ રહેશે. પરિવારની સાથે કોઈ મનોરંજક સ્થળ પર જવાનો પણ અવસર મળશે. સ્વાસ્થ્ય- ખાનપાન પર નિયંત્રણ રાખો. અન્યથા સેહત બગડી શકે છે. કબજિયાત અને ગેસ જેવી સ્થિતિ ન બનવા દો. લકી કલર- લાલ લકી નંબર- 2 પોઝિટિવ- દિવસની શરૂઆત કંઈક વ્યસ્તતા વાળી રહી શકે છે પરંતુ અંતમાં પરિણામ બહેતર જ હાંસલ થશે. કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત લાભદાયક રહેશે તથા વિશેષ મુદ્દાઓ પર વિચાર-વિમર્શ પણ થશે. સોસાયટી સાથે સંબંધિત કોઈ વિવાદિત મામલામાં તમારો પ્રસ્તાવ નિર્ણાયક રહેશે. નેગેટિવ- જમીન-જાયદાદ સંબંધી મામલાઓમાં વિવાદ વધી શકે છે, ધીરજ રાખો કારણ કે આજે પરિસ્થિતિઓમાં કંઈક સકારાત્મક બદલાવ પણ આવી રહ્યો છે. પોતાની સમસ્યાઓનો ઉકેલ મેળવવા માટે સ્વભાવમાં કંઈક સ્વાર્થીપણું લાવવું પણ જરૂરી છે. યુવાનો પોતાના કરિયર પ્રત્યે ફોકસ રહે. વ્યવસાય- આજે વ્યાવસાયિક મહિલાઓને વિશેષ રીતે સફળતા મળવાની છે. કાર્ય ક્ષેત્રમાં કર્મચારીઓ તથા સહયોગીઓની સલાહને પણ મહત્વ આપો, નિશ્ચિત રીતે તમને કોઈ યોગ્ય ઉકેલ મળશે. પબ્લિક રિલેશન તથા મીડિયા સંબંધી પ્રવૃત્તિઓમાં સુધારો થશે. લવ- ઘરનું માહોલ સુખદ અને શાંતિપૂર્ણ બનેલું રહેશે. કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે તથા મધુર યાદો પણ તાજી થશે. સ્વાસ્થ્ય- સર્વાઇકલ તથા સાંધાના દુખાવાની સમસ્યામાંથી રાહત મેળવવા માટે વ્યાયામ અને યોગને પોતાની દિનચર્યામાં અવશ્ય સામેલ કરો. લકી કલર- બદામી લકી નંબર- 2 પોઝિટિવ- વ્યસ્તતા પૂર્ણ દિવસ પસાર થશે. કોઈ મહત્વના કામના સંપન્ન થવાથી રાહતની સ્થિતિ રહેશે. પોતાની કોઈ ખાસ યોગ્યતાને નિખારવાનો અનુકૂળ સમય છે. લોકોની પરવા ન કરીને સ્વયંના કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું નવી ઉપલબ્ધિ પ્રાપ્ત કરાવશે. નેગેટિવ- પાડોશીઓ સાથે કોઈ વાતને લઈને બોલાચાલી થવાની આશંકા છે. જેના કારણે તમારી માન-હાનિ થઈ શકે છે. બહેતર રહેશે કે આ મામલાઓથી દૂર જ રહો. યુવાનોએ પોતાની કોમ્પિટિશન સંબંધિત તૈયારીમાં વધુ મહેનત કરવી પડશે. વ્યવસાય- વ્યવસાયમાં નાની-મોટી પડકારો સામે આવશે. ભાગીદારી સાથે જોડાયેલા વ્યવસાયમાં પારદર્શિતા બનાવી રાખવી જરૂરી છે. કોઈ પણ અસમંજસની સ્થિતિમાં અનુભવી વ્યક્તિઓની સલાહ પર અમલ કરવો ફાયદાકારક સાબિત થશે. ઓફિસમાં ચાલી રહેલી રાજનીતિથી દૂર રહો. લવ- વ્યસ્તતા છતાં થોડો સમય પોતાના લાઈફ પાર્ટનર માટે જરૂર કાઢો. આનાથી પરસ્પર સંબંધોમાં મધુરતા આવશે. પ્રેમ સંબંધોમાં પણ પ્રગાઢતા આવશે. સ્વાસ્થ્ય- ખોટા ખાનપાનના કારણે પેટ ખરાબ થઈ શકે છે. પોતાની દિનચર્યાને વ્યવસ્થિત કરવી જરૂરી છે. લકી કલર- પીળો લકી નંબર- 5 પોઝિટિવ- દિવસની શરૂઆત કોઈ સુખદ સમાચારથી થશે. જો પૈતૃક પ્રોપર્ટી સંબંધી કોઈ પ્રવૃત્તિ ચાલી રહી છે તો આજે પરસ્પર તાલમેલથી તેનો નિવારણ થઈ શકે છે. નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલા ગીલે-શિકવે (મનદુઃખ) પણ કોઈની મધ્યસ્થતાથી દૂર થશે. નેગેટિવ- જલ્દી ઉપલબ્ધિ હાંસલ કરવાના ચક્કરમાં ગેરકાનૂની કાર્યને હાથમાં ન લો. બહેતર રહેશે કે સમય અનુસાર પોતાના કાર્યોને અંજામ આપતા રહો. બીજાની બાબતોમાં હસ્તક્ષેપ કરવો તમારી માન-હાનિ કરાવી શકે છે. વાંચ્યા વગર કોઈ પણ પેપર કે દસ્તાવેજ પર હસ્તાક્ષર બિલકુલ ન કરો. વ્યવસાય- વ્યવસાયમાં વર્તમાન પરિસ્થિતિઓમાં જેવું ચાલી રહ્યું છે, તેમાં જ સંતોષ રાખો. નવી પ્રવૃત્તિઓને શરૂ કરવા માટે અત્યારે સમય અનુકૂળ નથી. ક્યાંકથી અટકેલી પેમેન્ટ મળી જવાથી આર્થિક સ્થિતિ બહેતર થશે. નોકરીયાત વ્યક્તિઓએ કોઈ ઓફિશિયલ યાત્રા કરવી પડી શકે છે. લવ- ઘરમાં ચાલી રહેલી અવ્યવસ્થાને કારણે વૈવાહિક જીવનમાં તણાવ ઉત્પન્ન થઈ શકે છે. તેથી સાવધાન રહો. પ્રેમ સંબંધ પ્રગાઢ થશે. સ્વાસ્થ્ય- ગરમી ભરેલા હવામાનને કારણે માથામાં ભારેપણું અને તાવ જેવી સમસ્યા રહેશે. દિનચર્યાને સંયમિત રાખવી જરૂરી છે. લકી કલર- વાદળી લકી નંબર- 4 પોઝિટિવ- આજે તમારી કોઈ પારિવારિક સમસ્યા હલ થવાની છે, જેનાથી તમારી ચિંતા દૂર થશે અને તમે અન્ય કાર્યો પર પણ ધ્યાન આપી શકશો. જરૂરિયાતમંદ લોકોની સહાયતા કરીને માનસિક સુકૂન પણ મળશે. ઘણા સમય પછી નજીકના સંબંધીઓ સાથે મેળાપ થવાથી મન પ્રસન્ન રહેશે. નેગેટિવ- કોઈ પણ વિપરીત પરિસ્થિતિમાં પોતાનો આત્મવિશ્વાસ ન ડગમગવા દો. દિવસના બીજા ભાગમાં સાવધાન રહેવાની આવશ્યકતા છે. અચાનક કોઈ મુસીબત તમારી સામે ઊભી થઈ શકે છે તથા વ્યર્થના કાર્યોમાં પણ સમય પસાર થશે. મિત્રોની સાથે મનદુઃખ થવા પર તરત જ તેને પતાવી લો. વ્યવસાય- કારોબારમાં કોઈ નાનું રોકાણ કરવું લાભકારી રહેશે. સમય અનુસાર પોતાના નિર્ણયો અને યોજનાઓને અંજામ આપવો જરૂરી છે. કેટલીક નવી યોજનાઓ પર પણ વિચાર થશે. પરંતુ પોતાના સ્ટાફની પ્રવૃત્તિઓને નજરઅંદાજ ન કરો. નાની એવી ભૂલથી મોટું નુકસાન પણ થઈ શકે છે. લવ- પરિવારજનોનું પરસ્પર સામંજસ્ય રાખવાથી ઘરમાં યોગ્ય વ્યવસ્થા બનેલી રહેશે. પરિવારની સાથે ફરવાનો પણ પ્લાન બની શકે છે. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય કંઈક નરમ રહેશે. માતા-પિતાના સ્વાસ્થ્ય પ્રત્યે પણ ધ્યાન આપવું પડશે. લકી કલર- ઓરેન્જ લકી નંબર- 9
    Click here to Read More
    Previous Article
    07 મેનું ટેરો રાશિફળ:વૃષભ રાશિના લોકોના પ્રેમ સંબંધો વધુ ગાઢ બનશે, કર્ક રાશિના વિદ્યાર્થીઓ માટે સફળતાનો દિવસ
    Next Article
    'TN 07 CM 2026':વિજયએ 2024ની ફિલ્મમાં જ આપી દીધો હતો ‘CM’ બનવાનો સંકેત; કારની નંબર પ્લેટ વાઇરલ

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment