Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં નાસિકની 'સાળી-બનેવી' ગેંગ ઝડપાઈ:ફોર્ચ્યુનર કારમાં જઈ હાઈ-પ્રોફાઈલ બંગલાઓને ટાર્ગેટ કરતી; તિજોરી તોડવા આધુનિક સાધનો રાખતી

    12 hours ago

    વલસાડ પોલીસે નાસિકની એક આંતરરાજ્ય ચોર ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગના સભ્યો સફેદ ફોર્ચ્યુનર કારમાં આવીને હાઈ-પ્રોફાઈલ બંગલાઓને નિશાન બનાવતા હતા. પોલીસે ગેંગના મુખ્ય બે સાગરીતોની ધરપકડ કરી ₹34 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વાપીના ઓફિસર્સ બંગલામાં થયેલી ચોરી આ ગેંગ વાપી GIDCના પોશ ગુંજન વિસ્તારમાં આવેલા ઓફિસર્સ બંગલામાં થયેલી ઘરફોડ ચોરીના કેસમાં સંડોવાયેલી હતી. તસ્કરોએ બંગલાના પાછળના રસોડાનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને બેડરૂમમાં રાખેલી તિજોરીમાંથી સોનાના દાગીના સહિત ₹1.62 લાખની કિંમતનો સામાન ચોરી લીધો હતો. આ અંગે GIDC પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સથી તપાસ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વલસાડ જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. LCBની ટીમે આધુનિક ટેકનિકલ સર્વેલન્સ અને CCTV ફૂટેજની મદદથી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન એક સફેદ ફોર્ચ્યુનર કાર શંકાસ્પદ જણાઈ હતી, જેના આધારે તપાસના છેડા મહારાષ્ટ્રના નાસિક સુધી પહોંચ્યા. નાસિકના ફાર્મહાઉસ પર પોલીસનો દરોડો પોલીસને બાતમી મળી હતી કે ચોરી કરનારી ગેંગ નાસિકના એક આલીશાન ફાર્મહાઉસમાં છુપાઈ છે. આ બાતમીના આધારે વલસાડ પોલીસે ત્યાં દરોડો પાડી મુખ્ય આરોપી રાજુ દુર્યોધન કાલમેઘ (50) અને તેની સાળી સોનિયા શ્રીરામ પાટીલ (35) ને ઝડપી પાડ્યા હતા. ગેંગની અનોખી અને મોંઘી મોડસ ઓપરેન્ડી પોલીસ તપાસમાં આ ગેંગની મોડસ ઓપરેન્ડી સામે આવી હતી. આ તસ્કરો લક્ઝરી લાઈફ જીવતા હતા અને ચોરી કરવા માટે પણ ફોર્ચ્યુનર જેવી મોંઘી કારનો ઉપયોગ કરતા હતા, જેથી કોઈને શંકા ન જાય. તેઓ માત્ર હાઈ-પ્રોફાઈલ બંગલાઓને જ નિશાન બનાવતા હતા અને ગણતરીની મિનિટોમાં દરવાજા તોડી શકે તેવા આધુનિક સાધનો સાથે રાખતા હતા.
    Click here to Read More
    Previous Article
    વાળ પકડીને 8 ફડાકા માર્યા, દિવાલ સાથે માથું અથડાવ્યું:અમદાવાદમાં પોલીસકર્મીને રૂમ ભાડે ન આપતા ઘાંચી ભવનના કર્મીને માર્યો, પોલીસ હોવાના કારણે સમાધાન પણ થઈ ગયું
    Next Article
    Governor Not Convinced Vijay Has Majority, Oath Unlikely Tomorrow: Sources

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment