Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુરમાં પરિણીતા પર સાસરિયાઓનો ત્રાસ:પતિ, નણંદે માર મારતા ચાર સામે ફરિયાદ

    9 hours ago

    પાલનપુર તાલુકાના સામઢી ગામમાં એક પરિણીતાએ તેના સાસરિયાઓ વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસ આપવા બદલ વાગડોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પતિ, સાસુ, નણંદ અને મામા સસરા સહિત ચાર શખ્સો સામે ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના એદલા ગામના અસ્મિતાબેન દિનેશભાઈ રબારીના લગ્ન 11 ફેબ્રુઆરી, 2022ના રોજ પાલનપુરના સામઢી ગામે દિનેશભાઈ બબાભાઈ રબારી સાથે થયા હતા. ફરિયાદીના પતિ દિનેશભાઈ મડાણા એસ.આર.પી. ગ્રુપમાં નોકરી કરે છે. લગ્નના શરૂઆતના સમય બાદ સાસુ બબીબેન બબાભાઈ, નણંદ હેતલબેન બબાભાઈ અને મામા સસરા રમેશભાઈ નારણભાઈ નાની બાબતોમાં ઝઘડો કરી પતિને ચઢામણી કરતા હતા. આના કારણે પતિ દ્વારા અસ્મિતાબેનને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. ગત 8 એપ્રિલ, 2024ના રોજ સવારે નવ વાગ્યે, જ્યારે અસ્મિતાબેન ઘરકામ કરી રહ્યા હતા, ત્યારે સાસુ અને નણંદે કામ બાબતે મેણાં મારી બોલાચાલી કરી. આ તકરાર દરમિયાન પતિ દિનેશભાઈ અને મામા સસરા રમેશભાઈ પણ ત્યાં આવી ગયા અને ગાળાગાળી કરી. તે સમયે પતિ દિનેશભાઈ અને નણંદ હેતલબેને અસ્મિતાબેનને ગડદાપાટુનો માર માર્યો હતો, જ્યારે સાસુ અને નણંદે જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. ફરિયાદી પગે અપંગ હોવા છતાં તેમના પિયર પક્ષને પણ ગાળો આપી અપમાનિત કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ પાંચ દિવસ સુધી સાસરીમાં રહ્યા બાદ ત્રાસ વધતા 13 એપ્રિલ, 2024ના રોજ પરિણીતા પોતાના પિયર એદલા આવી ગયા હતા. સાસરી પક્ષ દ્વારા તેમને પાછા ફરવા પર જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. લાંબા સમય સુધી સાસરીમાંથી કોઈ તેડવા ન આવતા અને ત્રાસ યથાવત રહેતા, અસ્મિતાબેને વાગડોદ પોલીસ મથકે પતિ દિનેશભાઈ રબારી, સાસુ બબીબેન, નણંદ હેતલબેન અને મામા સસરા રમેશભાઈ રબારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે બી.એન.એસ.એસ. ની કલમ 173 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સોમનાથમાં પ્રાચીન નાગદેવતા દેવસ્થાન પર રાત્રે ડિમોલિશન:ટ્રસ્ટ ઓફિસ સામે કાર્યવાહીથી શ્રદ્ધાળુઓમાં રોષ, કલેક્ટરે લીધી મુલાકાત
    Next Article
    Porbandar Market Yard News | પોરબંદર માર્કેટ યાર્ડમાં કેસર કેરીની ધમાકેદાર આવક | Gujarati Samachar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment