Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હોર્મુઝમાં ફ્રેન્ચ જહાજ પર ઈરાનનો હુમલો:અનેક કર્મચારીઓ ઘાયલ, અમેરિકાએ જહાજોને સુરક્ષિત બહાર કાઢવાનું ઓપરેશન બંધ કર્યું

    22 hours ago

    હોર્મુઝમાં એક ફ્રેન્ચ જહાજ પર હુમલો થયાના સમાચાર છે. CNN અનુસાર, ફ્રાન્સની શિપિંગ કંપની CMA CGM એ જણાવ્યું કે તેના એક કાર્ગો જહાજ પર હુમલો થયો છે, જેમાં કેટલાક ક્રૂ મેમ્બર ઘાયલ થયા છે. કંપની અનુસાર, તેનું જહાજ સેન એન્ટોનિયો મંગળવારે હોર્મુઝમાંથી પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન જહાજ પર કોઈ મિસાઈલ કે ડ્રોનથી હુમલો થયો. આ હુમલામાં જહાજને નુકસાન થયું અને કેટલાક કર્મચારીઓને ઈજા થઈ. કંપનીએ કહ્યું છે કે ઘાયલ ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે. ટ્રમ્પે પ્રોજેક્ટ ફ્રીડમ બંધ કર્યો ટ્રમ્પે 'પ્રોજેક્ટ ફ્રીડમ' પ્રોજેક્ટ બંધ કરી દીધો છે. અમેરિકાએ સોમવારથી હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે આ ઓપરેશન શરૂ કર્યું હતું. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, ટ્રમ્પે કહ્યું કે પાકિસ્તાન તરફથી આ ઓપરેશન રોકવા માટે અપીલ કરવામાં આવી હતી. બીજી તરફ, ઈરાનના સરકારી મીડિયાએ તેને પોતાની જીત ગણાવી. અમેરિકા આ ઓપરેશન હેઠળ સોમવારે 2 અને મંગળવારે માત્ર 1 જહાજ સુરક્ષિત રીતે બહાર કાઢી શક્યું હતું. જ્યારે યુદ્ધ પહેલા દરરોજ હોર્મુઝમાંથી સરેરાશ 130 જહાજો પસાર થતા હતા. છેલ્લા 24 કલાકના 5 મોટા અપડેટ્સ… 1. હોર્મુઝ પર UNમાં નવો પ્રસ્તાવ: અમેરિકાએ હોર્મુઝમાં જહાજોની અવરજવર ફરી શરૂ કરવા માટે UNSCમાં નવો પ્રસ્તાવ રજૂ કર્યો છે. તેમાં ઈરાનને હુમલા, માઈન્સ બિછાવવા અને ટોલ વસૂલી તરત રોકવા જણાવ્યું છે. 2. UAE પર ફરી હુમલો: ઈરાને UAE પર સતત બીજા દિવસે મિસાઈલ અને ડ્રોન વડે હુમલો કર્યો. UAE એ કહ્યું કે તેની ડિફેન્સ સિસ્ટમે મિસાઈલ અને ડ્રોનને આકાશમાં જ રોકી લીધા. 3. USS જ્યોર્જ બુશ વોરશિપ હોર્મુઝ પહોંચ્યું: અમેરિકાએ હોર્મુઝમાં પ્રોજેક્ટ ફ્રીડમ હેઠળ USS જ્યોર્જ એચ.ડબલ્યુ. બુશ વોરશિપ મોકલ્યું. તેનો હેતુ હોર્મુઝમાં ફસાયેલા જહાજોને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો હતો. 4. ફુજૈરાહ હુમલા બાદ ભારત નારાજ: ભારતે કહ્યું કે ત્રણ ભારતીય નાગરિકોનું ઘાયલ થવું સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. ભારતે તમામ પક્ષોને તાત્કાલિક હિંસા રોકવા અપીલ કરી છે. સાથે જ કહ્યું કે સામાન્ય લોકો અને નાગરિક માળખાને નિશાન બનાવવાનું બંધ થવું જોઈએ. 5. ચીનની સ્થાનિક કંપનીઓને ધમકી: ચીની કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ત્યાંની સરકારે એક કાયદો બનાવ્યો છે. આ હેઠળ, વિદેશી પ્રતિબંધોનું પાલન કરતી કંપનીઓ પર કાર્યવાહી કરી શકાય છે. ખરેખર, અમેરિકાએ ઈરાન સાથે વેપાર કરતી કંપનીઓ પર પ્રતિબંધ લગાવવાની ધમકી આપી છે. ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે, નીચેનો બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    Why Punjab government is encouraging farmers to open farm stays
    Next Article
    વંદે માતરમ ગીતને રાષ્ટ્રગાન જેવો દરજ્જો, કેબિનેટની મંજૂરી:અપમાન કરવા કે ગીતમાં ખલેલ કરવા પર સજા-દંડ; જન-ગણ-મન પહેલાં ગવાશે

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment